મિલકત વેરાના બાકીદારો પર મનપા પછાડશે ધોકો

75 હજારથી વધુ ની રકમનો વેરો બાકી હોય તે તમામને મોકલવામાં આવી ડિમાન્ડ નોટિસ : દિવાળી બાદ હાથ ધરાશે કાયદાકીય કામગીરી

રાજકોટ, તા. 23

રાજકોટ મહાનગરપાલિકાને જો કોઈ આવક થતી હોય તો તે આવક મિલકતવેરા મારફતે થાય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી મિલકત વેરા બાકીદારો ને તેનો નિયમિત અને સમયસર વેરો ભરવા માટે મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ પ્રયત્નો અને પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જેનો કોઈ નક્કર પરિણામ ન આવતા પેલી ઓક્ટોબરથી વ્યાજ ચડવાનું શરૂ થઈ ગયું છે. મહાનગરપાલિકાના વેરા વસુલાત શાખાના અધિકારીના જણાવ્યા અનુસાર હાલ મનપા દ્વારા પોણા લાખથી મોટા બાકીદારો સામે ડિમાન્ડ નોટિસ ઉપરાંત મિલકત જપ્તીની નોટિસ આપવાનું શરૂ કરી દેવાયું છે ત્યારે દિવાળીની રજાઓ બાદ બાકીદારો સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવું ટેક્સ વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. સરકારી કર્મચારી અને સરકારી કચેરી કે જેઓએ તેનો વેરો ભર્યો ન હોય તેમને પણ વેરો ભરવા માટે નોટિસ મોકલવામાં આવી રહી છે.

ગત વર્ષમાં પેરા વસુલાત શાખા દ્વારા એડી ચોટી નું જોર લગાવવામાં આવ્યું હતું ને ટાર્ગેટ ની નજીક પહોંચ્યા હતા ત્યારે આ વખતે અંતમાં ભાગાદોળી ન થાય તે માટે એડવાન્સ વેરાવળ યોજના અમલી દર વખતની જેમ બનાવી હતી જેથી મહાનગરપાલિકાની તિજોરી ને તેનાથી ઘણો ઘણો ફાયદો મળી રહે. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં મહાનગરપાલિકાને વેરાની અત્યંત ધીમી આવક રહેતા હવે વેરા વસુલાત શાખા ઉપર ચિંતા વધી રહી છે. પેલી ઓક્ટોબરથી બાકી વેરા ઉપર 18 ટકા વ્યાજ ચડતું જાય છે ત્યારે બાકીદારોને બિલ તથા નોટીસની બજવણી શરૂ કરી દેવામાં આવી છે. જે મિલકત ધારકો ના 75 હજારથી મોટી રકમનું દેવુ બાકી હોય તેઓને જપ્તી નોટીસ પણ આપવાનો શરૂ કરાયું છે અને રિકવરી દિવાળી બાદ હાથ ધરવામાં આવશે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે.

કોર્પોરેશનની આવકનો ટાર્ગેટ પૂરો કરવા માટે માત્ર નાણાકીય વર્ષના બે મહિનાના બદલે સ્કીમ સિવાયના સમયમાં પણ વસૂલી કરવા માટે એક વિશેષ રિકવરી સેલ ઉભો કરવામાં આવ્યો છે ત્યારે હવે 75,000 થી વધુ મિલકત વેરો બાકી હોય તેવા 10000 આસામીઓને ડિમાન્ડ નોટિસ ફટકારવામાં આવી છે અને દિવાળી બાદ તેની વસુલાત પણ શરૂ કરવામાં આવશે. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ વર્ષોથી જેનો વેરો બાકી હોય તેવા મિલકત ધારકો સામે કાર્યવાહી શરૂ કરવા જણાવ્યું હતું એટલું જ નહીં નાણાકીય બજેટમાં આપવામાં આવેલા વાર્ષિક લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે હવે તમામ જરૂરી પગલાંઓ પણ લેવામાં આવશે.

મહાનગરપાલિકાના ત્રણેય ઝોન વિસ્તારમાં દર વર્ષની જેમ નળ જોડાણ કાપવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે ત્યારે સૌ પહેલા બિન રહેણાંક મિલકતો સામે દિવાળી બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેવું હાલ સંબંધિત વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. એટલું જ નહીં સરકારી મિલકતો અને સરકારી કચેરી દ્વારા પણ જે વેરો ભરવામાં આવવો જોઈએ તે ભરાયો નથી ને આશરે આ રકમ 70 કરોડ સુધી પહોંચી ગઈ છે અને તેમાંથી માત્ર 10 થી 15 કરોડ ની જે રિકવરી હાલ મહાનગરપાલિકા ને થઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં આ અંગે હજુ પણ તીવ્ર વેગથી તપાસ હાથ ધરવામાં આવશે અને તમામ સરકારી કચેરીઓને પણ તાકીદે રકમની ભરપાઈ કરવા માટે સૂચિત કરાશે.

સામાન્ય મિલકત ધારકનો

વેરો બાકી હોય તો પછાડવામાં આવે છે સામે સરકારી કચેરીઓ માટે કુણું વલણ કેમ? મહાનગરપાલિકાના વેરા વસુલાત શાખા ની જો વાત કરવામાં આવે તો સામાન્ય મિલકત ધારકનો જોવેરો બાકી હોય તો તેમના ઉપર ધોકો પછાડવામાં આવે છે એટલું જ નહીં પઠાણી ઉઘરાણી પણ કરાય છે તો બીજી તરફ અનેકવિધ સરકારી કચેરીઓમાં કરોડો રૂપિયાનો વેરો ભરવાનો બાકી છે ત્યારે વિભાગ દ્વારા જે કુણું વલણ અપનાવવામાં આવી રહ્યું છે એક નહીં અનેક પ્રશ્નો ઊભા કરે છે જેના પર ખરા અર્થમાં રાજકોટ મહાનગરપાલિકાને વેરાવત સુલત શાખા એ ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:26 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech