રાજકોટ મિરર, ખીરસરા તા.20
જિલ્લા ક્ષય કેન્દ્ર રાજકોટ દ્વારા મેટોડા મેટોડા જીઆઇડીસી ડેકોરા ભવનમાં તા.20/11/24 ના રોજ મેટોડા જીઆઇડીસીમાં રહેતા ટી.બી.ની સારવાર હેઠળના દર્દીઓને જિલ્લા ક્ષય કેન્દ્રના જિલ્લા ક્ષય અધીકારી ડો. ઘનશ્યામ મહેતા, ડો. બાદલ વાછાણી, ડો.શુરેશ લક્કડની ટીમ દ્વારા આરોગ્ય લક્ષી તપાસ કરવામાં આવેલ તેમજ કાજલબેન રાયચુરાના માર્ગદર્શન અને સહકારથી વુમન ઓફ રાજકોટ ગ્રુપ દ્વારા 21 ટી.બી.ના દર્દીઓને નૃટ્રીશન કીટ આપવામાં આવી હતી.. આ કાર્યક્રમનુ આયોજન તેમજ સંચાલન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારી મોહીત પંડ્યા,ડો.કુમાર અઘેરા, જયભાઈ પરમાર, કેતનભાઈ વરૂ, હાર્દિકભાઇ ભટ્ટ, દ્વારા કરવામાં આવેલ.આ કાર્યક્રમ સફળ બનાવવામા આવેલ તેમજ મેટોડા જીઆઇડીસી એશોશિયેશનના સાથ અને સહકારથી ડેકોરા ભવનમા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
