મોરબીના કેડા ગ્રુપ પર DGGI અને ITનું સંયુક્ત ઓપરેશન

રાજકોટ આવકવેરા વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઈ : અનેક શંકાસ્પદ દસ્તાવેજો વિભાગને લાગ્યા હાથ

તપાસની શરૂઆતમાં જ 6 કરોડ રૂપિયાની મળી આવી રોકડ : રાજકોટ અને અમદાવાદમાં પણ ઈંઝની ટીમ ત્રાટકી

રાજકોટ, તા. 24

હાલ વડોદરામાં જે રીતે આ વખતે એના વિભાગ નું સર્ચ ઓપરેશન ચાર ગ્રુપ ઉપર ચાલી રહ્યું છે તેવી જ રીતે ગઈકાલે મોરબીની કેડા ચાઈનીઝ ગ્રુપની કંપની ઉપર DGGI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા મોરબીની કેડા ગ્રુપ ના સંચાલકો અને તેમના ભાગીદારો પર સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ડિરેક્ટરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને તપાસ દરમિયાન છ કરોડ રૂપિયા રોકડ મળી આવી હતી એટલું જ નહીં મળતી માહિતી મુજબ આ ગ્રુપની કંપનીઓ ના જે ભાગીદારો છે તેમની પણ સંડોવણી ખૂલતાં DGGI દ્વારા આવકવેરા વિભાગ ને પણ આ ઓપરેશનમાં જોડ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીની કેડા ગ્રુપ ભાગીદારો રાજકોટ અને અમદાવાદ રહેતા હોવાથી તેમને ત્યાં આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. હાલ તપાસના અંતે શું બહાર આવ્યું છે તેનો હજુ સુધી કોઈ અંદાજો આવ્યો નથી પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેળા ગ્રુપ ઓફ કંપની માત્ર સીરામીક ની ટાઇલ્સ જ નહીં પરંતુ તેની સાથે મશીન ડ્રોઈંગ તથા ઇન્ક સાથે જોડાયેલી છે.

અવારનવાર જીએસટી અને આવકવેરા વિભાગ દ્વારા મોરબી ખાતે દરોડા પાડવામાં આવતા હોય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં જીએસટી ચોરી અને બેનામી વ્યવહારો પકડાય છે ત્યારે આજના આ કિસ્સામાં પણ જીએસટીના અન્વેશન વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા તેમાં તપાસના પ્રથમ દિવસે અને જુજ મિનિટોમાં જ 6 કરોડ રૂપિયા રોકડ મળી આવતા ચકચાર મચી ગયો છે. હાલ આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ સંયુક્ત ઓપરેશનમાં કંપનીના જે ભાગીદારો છે તેમના નિવાસ્થાન ઉપર અને તેમની ઓફિસ ઉપર આવકવેરા વિભાગ ની ટીમ ત્રાટકી છે અને તમામ જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

આ ઓપરેશન હજુ પણ એક થી બે દિવસ ચાલે તો નવાઈ નહીં. જે મુજબ આવકવેરા વિભાગના સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે દિવાળી બાદ રાજકોટ ઓપરેશન હાથ ધરવામાં આવશે પરંતુ હાલ જે લીડ અને ઇનપુટ આવકવેરા વિભાગને મળ્યા તે મુજબ હવે દિવાળી બાદ અનેક મોટા માથાઓને સરચ ઓપરેશનમાં આવરી લેવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે. હાલ આ તમામ બાબતો ઉપર આવકવેરા વિભાગ દ્વારા ગંભીરતાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને વિભાગના ટોચના અધિકારીઓ પણ ઓપરેશનમાં જોડાયા છે.

કામી કલરસેરા પ્રાઇવેટ લિમિટેડના ચિરાગ સગપરિયાને ત્યાં આઇટી ત્રાટક્યું

કેડા ગ્રુપની એસોસીએટ કંપની કામી કલરસેરા પ્રાઇવેટ લિમિટેડને ત્યાં પણ આવકવેરા વિભાગ એ દરોડા પાડ્યા છે જેના સંચાલક ચિરાગ સગપરિયાને ત્યાં આઈટી ની ટીમ ત્રાટકી હતી અને જરૂરી તમામ દસ્તાવેજો ની ચકાસણી કરવામાં આવી હતી ત્યારે મળતી માહિતી મુજબ આ તપાસ દરમિયાન અનેક લોકોની સંડવણી ખુલી હોવાનું પણ હાલ સંબંધિત વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે આ સંયુક્ત ઓપરેશનમાં ખૂબ મોટા પ્રમાણમાં બંને વિભાગોને સફળતા મળશે તેવા સ્પષ્ટ સંકેતો હાલ ઉજાગર થઈ રહ્યા છે.

રાજકોટમાં ચાલી રહેલ તપાસ અનેક રોચક વિગતો લાવશે બહાર

આવકવેરા વિભાગના સૂત્રોને જણાવ્યા અનુસાર હાલ મોરબી કનેક્શનમાં જે રાજકોટમાં દરોડા પડ્યા છે તેમાં અનેક રોચક વિગતો બહાર આવશે તેવું વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે કારણકે રાજકોટ ઓપરેશન મોરબી માટે અત્યંત મહત્વનું માનવામાં આવતું હતું અને અનેકવિધ નાણાકીય વ્યવહાર અને તેઓ રાજકોટ અને મોરબી દ્વારા કરવામાં આવી હતી ત્યારે આ કિસ્સામાં આવકવેરા વિભાગને તથા જીએસટી વિભાગને ધારી સફળતા મળે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

વડોદરાના રત્નમ બિલ્ડર્સ પર કપાસ કરાઈ તેજ

દિવાળીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા ખાતે આવકવેરા વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો જેમાં 4 જેટલા બિલ્ડર ગ્રુપ પર દરોડા પડયા હતા આ દરોડા ગઈકાલે પણ ચાલુ રહ્યા હતા, મેગા ઓપરેશન અંતર્ગત બીજા દિવસે પણ રત્નમ ગ્રુપ, સિદ્ધેશ્ર્વર,ન્યાલકરણ અને શ્રીમયી બિલ્ડર ગ્રુપમાં અને આર્કિટેક્ટને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે,ત્યારે આ મેગા ઓપરેશનમાં બિલ્ડર ગ્રુપના બેંક એકાઉન્ટ, લોકર,રોકડ અને જવેરાત સીઝ કરવામાં આવી છે,તેમજ દરોડામાં કરોડોનું બિનહિસાબી કાળુ નાણું બહાર આવે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:15 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech