બિલ વગરનો માલ વહેંચતો હોવાનું માલુમ પડતા વિભાગે હાથ ધરી કાર્યવાહી
કુલ છ સ્થળ પર હાથ ધરાયું સર્ચ ઓપરેશન : દુકાન કરી સીલ, અન્ય વેપારીઓ પર બરોડા પાડવામાં આવે તો નવાઈ નહીં
રાજકોટ, તા. 18
છેલ્લા ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં જીએસટીના દરોડા જોવા મળી રહ્યા છે તેની પાછળનું સૌથી મોટું કારણ જો કોઈ હોય તો એ છે કે ગુજરાતમાં જીએસટી ચોરીનું પ્રમાણ પણ સતત વધ્યું છે ત્યારે ભવિષ્યમાં આ તમામ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત થાય અને જીએસટી ચોરી અટકે તે હેતુસર હાલ તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ જીએસટીમાં હાલ વેપારીઓ બિલ વગર નો માલ વેચી દે છે અને એ મુજબ ખૂબ મોટી જીએસટી ચોરી પણ આચરે છે આ અંગેની ફરિયાદો જીએસટી વિભાગને મળતા તંત્ર સફાળે જાગ્યું છે એટલું જ નહીં હાલ આ તમામ ફરિયાદોનો ઝડપભેર નિવારણ લાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પરિણામ સ્વરૂપે ગઈકાલે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલી રમકડાની દુકાન પર સ્ટેટ જીએસટીએ દરોડા પાડ્યા હતા અને દુકાનને સીલ કરવામાં આવી હતી.
રાજ્યમાં બિલ વગર માલ સમાન વેચાણ કરીને અને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડતા અલગ અલગ એકમો સામે સ્ટેટ જીએસટી કાર્યવાહી કરી રહ્યું છે. માત્ર રમકડા જ નહીં પરંતુ વિવિધ ક્ષેત્રના વેપારીઓ દ્વારા હાલ આ પગલું લેવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આ ઝુંબેશ ચલાવવામાં આવી છે બીજી સૌથી મોટી વાત એ છે કે જે વેપારીઓ દ્વારા યોગ્ય જીએસટી ભરવામાં આવતો ન હોય અને જીએસટી ચોરી કરવામાં આવતી હોય તેનાથી રાજ્યની અને દેશની આવકને ફટકો પણ પડે છે ભવિષ્યમાં આ પ્રકારની વિકટ પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે હાલ તમામ જરૂરી પગલાઓ વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં યાજ્ઞિક રોડ આવેલ સીમંધર ટોયઝમાં રમકડાની પેઢી પર GST વિભાગે દરોડા પાડ્યા છે. GST વિભાગે શોરૂમ, ગોડાઉન મળી કુલ 6 સ્થળોએ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં GST વિભાગે રમકડાની પેઢી કાર્યવાહી હાથ ધરી છે. યાજ્ઞિક રોડ ઉપર આવેલા સીમંધર ટોય્સ ઉપર સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા દરોડા પાડ્યા છે. પેઢી અને ગોડાઉન સહિત અડધો ડઝન સ્થળોએ તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે. GST વિભાગ દ્વારા રમકડાની પેઢીઓમાં હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવી છે. GST વિભાગે યાજ્ઞિક રોડ ,સાધુવાસવાણી રોડ ભક્તિનગર સર્કલ, સહિતના સ્થળોએ શોરૂમ અને ગોડાઉનમાં મળી કુલ 6 સ્થળોએ તપાસ કરી છે. અને દુકાનને સીલ પણ કરવામાં આવી છે.
રમકડાના વેપારી દ્વારા મોટી કર ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે GST વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સ્ટેટ GST દ્વારા મોડી રાત્રિ સુધી કાર્યવાહી બાદ દુકાન એક દિવસ માટે સીલ કરવામાં આવી છે. ગઈકાલે પણ GST વિભાગ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અલગ-અલગ બ્રાન્ચ પર પણ તપાસ કરવામાં આવશે. જો કોઇ ગેરરીતિ જણાશે તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માત્ર રાજકોટ જ નહીં પરંતુ આ રમકડાના વેપારી સાથે અન્ય કયા વેપારીઓ જોડાયા છે તેની પણ હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને તેના ભાગરૂપે જ આગામી દિવસોમાં વધુ તીવ્ર પગલાં લેવામાં આવે તો નવાઈ નહીં.
સ્ટેજ જીએસટી વિભાગ અને સેન્ટ્રલ જીએસટી છેલ્લા એક સપ્તાહથી વધુ સમય દરમિયાન રાજકોટના વિવિધ વેપારીઓ પર તવાઈ બોલાવી હતી અને ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી પણ પકડી પાડી છે ત્યારે રમકડા ના વેપારીઓ દ્વારા આચરવામાં આવતી જીએસટી ચોરીનો પડદા પાસ થયો છે માત્ર એક જ વેપારી નહીં પરંતુ અન્ય વેપારી પર પણ નજર રાખવામાં આવી રહી છે અને તમામ જે આંકડાઓ છે અને જે ડેટા છે તે એકત્રિત કરવામાં આવી રહ્યો છે જે બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવે તો નવાઈ નહીં.
