ચાલુ નાણાકીય વર્ષમાં મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગે 4825 અરજીઓ કરી મંજૂર, જ્યારે 326 અરજી હાલ પેન્ડિંગ
રાજકોટ, તા. 20
જે સમયથી ટીઆરપી અગ્નિકાંડની દુર્ઘટના ઘટી ત્યારબાદ ટાઉન પ્લાનિંગ વિભાગ ઉપર જાણે દુ:ખના વાદળો છવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું સમયાંતરે ઉચ્ચકક્ષાના અધિકારીઓ દ્વારા ટાઉન પ્લાનિંગની કામગીરી શુંચારુ રૂૂપથી આગળ વધે તે માટેના અનેકવિધ પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ એનકેન પ્રકારે જે કામગીરીમાં ઝડપ અને વેગ જોવા મળવો જોઈએ તે મળ્યો ન હતો. હાલ મહત્વનું એ છે કે જ્યારે પ્લાન પાસ કરવા માટેની એટલે કે બાંધકામ પરવાનગી માટે જે કામગીરી હાથ ધરવામાં આવતી તેમાં પણ અનેકવિધ પ્રશ્નો ઊભા થતા હતા પહેલા ટાઉન પ્લાનિંગ વિભાગ અને તેની સાથે ફાયર વિભાગની તું તું મે મે વચ્ચે ઘણા ખરા કામો અને પ્લાનો અટકી પડ્યા હતા.
પરંતુ હાલ જે વિગતો સામે આવી છે તેમાં સૌથી મહત્વની વાત એ છે કે એક એપ્રિલ 2024 થી લઈને 10 માર્ચ 2025 સુધીમાં રહેણાંક અને વાણિજ્ય બાંધકામના કેટલા પ્લાન ને મંજૂર કરવામાં આવ્યા તે પણ સૌથી મોટી વાત છે.
આ અંગે જે વિગતો સામે આવી રહી છે તેને ધ્યાને જો લેવામાં આવે તો મહાનગરપાલિકાના ત્રણેય જૂન વિસ્તાર એટલે કે સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન માં કુલ 6657 રહેણા અને વાણિજ્ય બાંધકામ માટેની અરજીઓ આવી હતી જેમાંથી કુલ 4825 અરજીઓ મંજૂર કરવામાં આવી અને હાલ 326 અરજીઓ પેન્ડિંગ બોલી રહી છે.
હાલ કયા કારણોસર ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આરટીઓને પેન્ડિંગ રાખવામાં આવી તેનો કોઈ નક્કર જવાબ હજુ અધિકારી દ્વારા આપવામાં આવતો નથી પરંતુ મહત્વની વાત એ છે કે સૌથી વધુ 2944 અરજીઓ કે જે ઇસ્ટ ઝોન વિસ્તારની છે તે સર્વાધિક છે ત્યારબાદ વેસ્ટ ઝોનમાં 2418 અરજી અને સેન્ટ્રલ ઝોનમાં 1295 અરજીઓ કરવામાં આવી હતી.
હાલ રાજકોટ જે રીતે દિવસેને દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેને ધ્યાને લઈ હાલ ઇસ્ટ ઝોન અત્યારના સર્વાધિક વિકસિત થતો વિસ્તાર માનવામાં આવી રહ્યો છે કારણ કે આ ઇસ્ટ ઝોન માં જ એક એપ્રિલ 2024 થી 10 માર્ચ 2025 સુધીમાં કુલ 2944 અરજીઓ નો મારો રહેણાંક અને વાણિજ્ય બાંધકામની પરવાનગી માટે કરવામાં આવ્યો હતો અને જેમાંથી 2103 અરજીઓને ગ્રાહ્ય રાખવામાં આવી હતી.
બીજી તરફ ફુલ 225 અરજીઓ જે ઈસ્ટ ઝોનની છે તેને અત્યારે હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે.
વેસ્ટ ઝોન ની વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં એટલે કે એક એપ્રિલ 2024 થી 10 માર્ચ 2025 સુધીમાં કુલ 2418 અરજીઓ બાંધકામ કરવાની માટે આવી હતી જેમાંથી 1837 અરજીઓને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવી જ્યારે 52 અરજીઓ હાલ પેન્ડિંગ છે. એવી જ રીતે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પણ છેલ્લા એક વર્ષમાં આશરે 1295 અરજીઓ આવી હતી જેમાંથી 883 અરજીઓને મંજૂર કરવામાં આવી અને કુલ 49 અરજીઓ આજની તારીખે હજુ પણ પેન્ડિંગ બોલે છે એટલે કહી શકાય કે ત્રણેય ઝોન વિસ્તારમાં હાલ ટ્રેન્ડિંગ અરજીઓનો આંકડો 326 નો છે જ્યારે મંજુર થયેલ અરજીઓનો આંકડો 4825 નો છે તો બીજી તરફ કુલ ઇન્વર્ડ થયેલ અરજીઓનો આંકડો 6657 છે. હવે જોવાનું એ રહ્યું કે બાકી રહેતી પેન્ડિંગ અરજીઓનો નિકાલ ટાઉન પ્લાનિંગ વિભાગ આગામી કેટલા દિવસોની અંદર કરે છે.
બીજી મહત્વની વાત એ છે કે હાલ જે મંજૂર થયેલ અરજીઓ છે તેની સામે રદ થયેલ અરજીઓનો આંકડો પણ ખૂબ મોટો છે કારણ કે ત્રણેય ઝોન વિસ્તારની જો વાત કરવામાં આવે તો 1834 અરજીઓને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા રદ કરવામાં આવી હતી જેમાં વેસ્ટ ઝોનમાં 581 અરજીઓ સેન્ટ્રલ ઝોનમાં 412 અરજીઓ જ્યારે ઇસ્ટ ઝોનમાં 841 અરજીઓ ને રદ કરવામાં આવી છે એમ કુલ આંકડો 1834 પહોંચે છે. ત્યારે હવે સૌથી મોટો પ્રશ્ન જો ટાઉન પ્લાનિંગ વિભાગ સામે ઊભો થતો હોય તો તે એ છે કે જે પેન્ડિંગ પડેલી 326 અરજીઓ છે તેમાં મંજૂર કરવામાં આવશે કે ના મંજૂર કરાશે તેનો હજુ સુધી કોઈ તાગ મળ્યો નથી પરંતુ એ વાત સ્પષ્ટ છે કે ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરીથી રાજકોટના વિકાસને ઘણી ખરી અસર પણ પહોંચી છે હવે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીનો ચાર્જ ઇન્ચાર્જ સુમરાને સોંપવામાં આવ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે તેમના દ્વારા કઈ ઝડપથી કામગીરી કરવામાં આવે છે.
કારણકે દરેક વિસ્તારમાં હાલ વિકાસ પુરપાટ આગળ વધી રહ્યો છે ત્યારે બાંધકામ માટેની પરવાનગીની અરજીઓનો મારો પણ ટાઉન પ્લાનિંગ વિભાગમાં સતત જોવા મળી રહ્યો છે ત્યારે જો યોગ્ય રીતે તેની વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવ્યા અથવા તો યોગ્ય સુવિધા ઉભી નહીં કરાય તો આ આંકડો સતત વધતો રહેશે અને બેકલોગ પણ ખાસું એવું વધી જશે. જેના પર મહાનગરપાલિકાએ વિચાર કરવો ખૂબ જરૂૂરી છે.
ઇસ્ટ ઝોન માં સર્વાધિક 2944 અરજીઓ થઈ ઈનવર્ડ જેમાંથી 2103 અરજીઓને મળી મંજૂરી : સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોનમાં કુલ 1834 અરજીઓ રદ
