રાજકોટની રિક્ષાગેંગ ઝડપાઇ મહિલા-સાગ્રીતોએ આચર્યા હતાં 10 ગુના

શહેર ક્રાઇમ બ્રાંચે ચંડાળ ચોકડીને દબોચી બાવીસ ગુના ઉકેલ્યા હતાં: હવે રાજુલા પોલીસને સફળતા

અમરેલી-રાજુલા પંથકમાં જ નહિ બીજા શહેરોમાં પણ હાથફેરો કર્યો હોવાની કબુલાત

દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર તા.20
રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર, ગુજરાતમાં ઠેકઠેકાણે રિક્ષા લઇ પહોંચી જતી ચંડાળ ચોકડીએ બાવીસ જેટલા મુસાફરોને રિક્ષામાં બેસાડી ચોરીઓ કરી હોવાનું ડિટેક્શન તાજેતરમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે કર્યુ હતું. આ પ્રકારની ટોળકીઓ ઠેકઠેકાણે કસબ અજમાવતી હોય છે. હવે આવી ટોળકીએ રાજુલા પોલીસે રાજકોટથી ઝડપી લઇ દસ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
વિગતો પર નજર કરીએ તો રાજુલા તાલુકાના ચાંચબંદરમા રહેતા એક વૃધ્ધને રીક્ષામા બેસાડી મહિલા સહિત ત્રણ શખ્સોએ તેની નજર ચુકવી રૂપિયા દસ હજારની રોકડની ચેારી કરીને લઇ જતા આ બારામા રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસમાં પગેરૂ રાજકોટ તરફ લંબાયુ હતું અને રિક્ષાગેંગને ઝડપી લેવાઇ હતી. જે ક્રિમિનલ ગેંગને પોલીસે રાજકોટથી ઝડપી લીધી છે. તેની પુછપરછમાં દસ જેટલી ચોરી કરી હોવાની કબૂલાત આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી હોસ્પિટલ પાસે આવેલ મગનભાઈ ચૌહાણ નામના વ્યક્તિ પસાર થતા રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ખીસા માંથી રોકડ રકમ રૂ.10,000ની ચોરી કરી નાશી જતા રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા રાજુલા પોલીસની ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી.
પોલીસની ટીમોએ ટેકનીકલ સોર્સના આધારે તપાસ કરી ચોરીમાં ગયેલા મુદામાલ સાથે બે પુરૂષ અને એક મહિલાને ઓટો રીક્ષા ઝડપી લીધી છે. જેમાં આરોપી દિપક ઉર્ફે ઋત્વિક કરમશીભાઈ સોલંકી રાજકોટ, જેનિષ રાજેશભાઇ ચૌહાણ અને ચકુબેન પ્રવીણભાઈ વેકરીયા એમ ત્રણેય આરોપીની ધરપકડ કરી રોકડ રકમ 9100, સી.એન.જી.રીક્ષા, 4 મોબાઇલ સહિત રૂ.30,000નો મુદામાલ કબ્જે કરી રાજુલા પોલીસે ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.
ટોળકીની પૂછપરછ દરમ્યાન આરોપીઓ દ્વારા વધુ 10 નાના મોટી ચોરીની કબુલાત આપી છેય આરોપી દિપક ઉર્ફે ઋત્વિક કરમશીભાઈ સોલંકી,જેનિશ રાજેશભાઇ ચૌહાણ બંનેની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરતા અન્ય 10 જેટલી ચોરીની કબૂલાત આપવામા આવી છે. જેમાં 3 મહિના પહેલા વડોદરા બસ સ્ટેન્ડ માંથી એક વ્યક્તિને રિક્ષામાં બેસાડી તેના ખીચા માંથી રૂ.2700ની ચોરી કરી હતી. 3 માસ પહેલા પંચમહાલ જિલ્લામાં પાવાગઢ પાસે આવેલ અનગઢ મેલડી માતાજીના મંદિરથી રિક્ષામાં એક યુવતીને બેસાડી તેના ખીચા માંથી 1700ની ચોરી કરી હતી. 3 માસ પહેલા વડોદરા તરફથી આવી અમદાવાદ શહેરમાં પ્રવેશી કરતા ચોકડી પાસેથી હિન્દી ભાષા બોલતા વ્યક્તિને રિક્ષામાં બેસાડી તેના ખીચા માંથી રોકડ રકમ રૂ.4500ની ચોરી કરી હતી. 3 મહિના પહેલા અમદાવાદ શહેરના કાલુપુર પાસેથી એક વૃદ્ધ દાદાને રીક્ષા માંથી બેસાડી તેના ખીસ્સામાંથી રૂ.5600ની ચોરી કરી હતી.
આ ઉપરાંત ત્રણ માસ પહેલા અમદાવાદથી ડીસા જતા હતા ત્યારે રસ્તામાં એક વ્યક્તિને રિક્ષામાં બેસાડી તેના ખીસ્સામાંથી રૂ.4800ની ચોરી કરી હતી. બે માસ પહેલા અમદાવાદ ગીતા મંદિર પાસે એક વૃદ્ધ દાદાને રિક્ષામાં બેસાડી તેના ખીસ્સામાંથી રૂ.5000ની ચોરી કરી હતી. એક મહિના પહેલા પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુગરા પાસેથી એક વૃદ્ધ દાદાને રિક્ષામાં બેસાડી તેના ખીસ્સામાંથી રૂ.4500ની ચોરી કરી હતી. એક મહિના પહેલા પંચમહાલ જિલ્લાના મીનાવાડા પાસે એક વ્યક્તિને રિક્ષામાં બેસાડી રૂ.3500ની ચોરી કરી હતી. એક મહિના પહેલા રાજકોટ આવતા ત્યારે ચોટીલા પાસે વૃદ્ધ દાદાને રિક્ષામાં બેસાડી તેના ખીસ્સામાંથી રૂ. 2500ની ચોરી કરી હતી. દોઢ માસ પહેલા જામનગર બસ સ્ટોપ પાસેથી બે વ્યક્તિને રિક્ષામાં બેસાડી ખીચા માંથી રૂ.3750ની ચોરી કરી હતી.
ઝડપાયેલી આ ટોળકી સામે રાજકોટ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરીના ગુન્હાઓ નોંધાયેલા છે અને ચોરી કરવાની ટેવ ધરાવે છે આ આરોપીઓ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં પહોંચી બસ સ્ટેન્ડ વિસ્તાર ભીડ ભાડ વાળા વિસ્તારમાં રીક્ષામાં પેસેન્જરને બેસાડી અલગ અલગ રીતે ધક્કા મૂકી કરી પેસેન્જરના ખીસ્સામાં રહેલ રોકડ રૂપિયાની ચોરી કરી ગુન્હાઓ આચરવાની ટેવ ધરાવે છે. રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. કોલાદરાની ટીમના પીએસઆઇ એમ. એફ. ચૌહાણ, સર્વેલન્સ સ્કોડના માધુભાઈ પોપટ, હરપાલસિંહ ગોહિલ, હરેશભાઇ વાળા, હરેશભાઇ બાંભણીયા, ઘનશ્યામભાઈ મહેતા, રવિરાજભાઈ વરૂ, રાણાભાઈ વરૂ, પ્રકાશભાઈ બાબરીયા સહિત પોલીસ સ્ટાફે આ કામગીરી કરી હતી. ટોળકીની પુછતાછમાં વધુ વિગતો પણ ખુલવાની શક્યતા છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:58 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech