રાજ્યમાં રીન્યુએબલ ઉર્જા ઉત્પાદનની ક્ષમતા 33 હજાર મેગાવોટ

2070 સુધીમાં દેશનું કાર્બન ઉત્સર્જન ઝીરો કરવા રીન્યુબલ એનર્જી મારફતે 100 ગીગા વોટ વીજ ઉત્પાદનનું લક્ષ્ય રાખતું ગુજરાત

અમદાવાદ, તા. 25
રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ગ્રાહકોને અપાયેલી વીજરાહત અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વર્ષ-2024 દરમિયાન રાજ્યમાં બે વખત વીજદરોમાં ઘટાડો કરવામાં આવતાં વીજગ્રાહકોને કુલ સરેરાશ રૂૂ. 2004 કરોડની રાહત આપવામાં આવી છે. આ અંગેની વિગતો આપતાં ઊર્જા મંત્રીએ જણાવ્યું કે ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા દર ત્રણ મહિને રાજ્યમાં જે પ્રમાણમાં વીજ ઉત્પાદન થાય, તેની સામે થયેલા ખર્ચની ગણતરી કરીને તે મુજબ ફ્યૂઅલ ચાર્જ નિયત કરવામાં આવે છે.
મંત્રીએ જણાવ્યું કે ગુજરાત સમગ્ર દેશમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સોલાર અને વિન્ડ એનર્જીમાં અગ્રસ્થાને છે. છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યની કુલ રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદન ક્ષમતા 15,400 મેગાવોટથી વધીને 32,924 મેગાવોટ કરવામાં આવી છે. કનુભાઈ દેસાઈએ કહ્યું કે દેશમાં વર્ષ 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જન ઝીરો કરવા માટે રિન્યૂએબલ એનર્જી સ્રોતો મારફત 500 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું આયોજન છે. જેમાં ગુજરાતનું પણ 100 ગીગાવોટ રિન્યૂએબલ વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
મંત્રીએ ઉમેર્યું કે વર્ષ 2024-25 દરમિયાન બે વખત વીજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તા. 1 જાન્યુઆરી, 2024ની અસરથી યુનિટદીઠ 50 પૈસા, જ્યારે તા. 1 ઑક્ટોબર, 2024થી 40 પૈસા એમ બે વખત ઘટાડો કરવામાં આવતાં વર્ષ-2024માં વીજગ્રાહકોને કુલ રૂૂ. 2004 કરોડની સરેરાશ રાહત આપવામાં આવી છે. વીજ નિયમન પંચ દ્વારા આગામી સમીક્ષા ન થાય, ત્યાં સુધી રાજ્યના 1 કરોડ 50 લાખ વીજગ્રાહકો માટે આ ઘટાડો લાગુ રાખવામાં આવશે.
આ ઘટાડાથી વર્ષ 2024 દરમિયાન મોરબી જિલ્લાના 3,02,410 વીજગ્રાહકોને કુલ રૂૂ. 189.54 કરોડની રાહત આપવામાં આવી છે. જ્યારે પાટણ જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન 4,12,193 વીજગ્રાહકોને 21.65 કરોડની રાહત આપવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. રાજ્યના બીપીએલ કાર્ડ ધારકોને વીજબિલના દરોમાં અપાતી રાહત અંગે ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે અન્ય રહેણાક વિસ્તારોના વીજ ગ્રાહકોની સરખામણીએ બીપીએલ કાર્ડધારકો માટે વીજદરો ઓછા હોય છે.
જે મુજબ રહેણાક વિસ્તારના ગ્રાહકો માટે ફિક્સ્ડ ચાર્જ રૂૂ. 15 થી 70 છે, જ્યારે બીપીએલ કાર્ડધારકો માટે ફિક્સ્ડ ચાર્જ રૂૂ. 5 છે. આ જ પ્રકારે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ 50 યુનિટદીઠ ચાર્જ રૂૂ. 2.65, જ્યારે શહેરી વિસ્તારોમાં પ્રથમ 50 યુનિટના રૂૂ. 3.05ની સરખામણીએ બીપીએલ કાર્ડધારકો માટે પ્રથમ 50 યુનિટ દીઠ રૂૂ. 1.50 લેખે વીજ ચાર્જ આકારવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
10:44 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm