રાજ્યમાં 7 સ્થળો પર GSTના દરોડા

3.53 કરોડની પકડાઈ કરચોરી : અમદાવાદ ડાંગ નડિયાદમાં સર્ચ ઓપરેશન : બેટરી, તમાકુ અને સલુનના સંચાલક પર તવાઈ

રાજકોટ, તા. 22
છેલ્લા લાંબા સમયથી જીએસટી વિભાગ દરેક ક્ષેત્રના વેપારીઓ પર તવાઈ બોલાવી રહ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે હાલ જે પગલાંઓ લેવામાં આવી રહ્યા છે તેમાં અનેકવિધ વેપારીઓને ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી ઝડપાય છે છેલ્લા બે સપ્તાહથી રાજ્યના અનેક વિસ્તારો અને શહેરોમાં સ્ટેજ જીએસટી અને સેન્ટ્રલ જીએસટીના સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે બેટરી, તમાકુ અને સલૂનના સંચાલકો પર દરોડા પાડવામાં આવ્યા હતા. હાલ મહત્વનું એ છે કે જે દરોડા પાડવામાં આવી રહ્યા છે તે મને કરચોરીઓને સામે લાવે છે ત્યારે હવે જરૂરી એ છે કે સરકાર આના પર જરૂરી પગલા લીએ. આવનારા દિવસોમાં પણ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે જીએસટીમાં ચોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે તેને ડામવા માટે સરકાર દ્વારા સેન્ટ્રલ એજન્સીને વિશેષ જવાબદારી સોંપી છે જેને ધ્યાને લઈને હાલ સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીની સાથો સાથ ઇન્વેસ્ટિગેશન વિભાગ પણ દરોડા પાડી રહ્યું છે અને ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી ઝડપે છે.
GST વિભાગે 3.53 કરોડની ઇ2ઈ વેપારીઓ પાસેથી ઝડપાઇ કરચોરી ઝડપી છે. અમદાવાદ, ડાંગ, નડિયાદમાં 7 વેપારીઓના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઇન્વોઇસ વિના માલ વેચી કરચોરી કરતા હોવાનું ખુલ્યું છે. જેમાં અમદાવાદમાં 2 બેટરી ડીલર, ડાંગમાં 4 તમાકુ ડીલર અને નડિયાદમાં એક સલૂનમાં સર્ચ કરાયું હતું.
ગુજરાત રાજ્ય અને રાજય બહારની બોગસ પેઢીઓ પાસેથી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર વેરાની રકમ સામે વેરાશાખ મજરે મેળવી ખૂબ ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારની મોટી રકમનું નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવે છે. વિભાગ દ્વારા ઉંડાણપૂર્વક તપાસો હાથ ધરી ઘણી બધી પેઢીઓ શોધી કાઢી છે. આવી પેઢીઓ ઓપરેટ કરતાં ઓપરેટરોને શોધી તેઓની સામે ધરપકડ સહિતની કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે.
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ દ્વારા થતી કરચોરીના કેસોમાં કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત GST વિભાગે બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને સ્ટેટ GST વિભાગે ઇ2ઈ ( બિઝનેસ ટુ કસ્ટમર) સેક્ટરના વેપારીઓ પાસેથી 3.53 કરોડની કરચોરી ઝડપી પાડી છે. ઇન્વોઇસ વિના માલ વેચતા વેપારીઓ પર હાથ ધરાયેલા સર્ચમાં કરચોરી ઝડપાઈ છે. જેમાં ખાસ કરીને અમદાવાદ, ડાંગ, નડિયાદમાં કુલ 7 વેપારીઓના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અમદાવાદમાં 2 બેટરી ડીલર, ડાંગમાં 4 તમાકુ ડીલર અને નડિયાદમાં એક સલૂનમાં GST વિભાગે દરોડા પાડ્યા હતા. વેપારીઓ બિલ વિના વેચાણ કરી તેમજ મૂળ વેચાણના આંકડા છુપાવીને કરચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
10:16 pm, Jul 22, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm