રાજ્ય માટે ગૃહ વિભાગનું SHIELD કાર્યરત : હર્ષ સંઘવી

ડ્રગ્સ અંગે ફરિયાદ કરવા એક ખાસ હેલ્પલાઇન નંબર કરાશે જાહેર

અમદાવાદ, તા. 19
ગૃહ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચાનો વિધાનસભામાં જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહ મંત્રીના માર્ગદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં એક શાંત અને પ્રગતિશીલ રાજ્ય તરીકેનું બહુમાન મેળવતું રહ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાતના ગલી-રસ્તાઓને અસામાજિક તત્વો બાનમાં લે ત્યારે લુખ્ખા તત્વોને પોલીસનો ડર નથી તેવા આક્ષેપો કરવા લાગતા વિપક્ષના સભ્યો, જ્યારે ગુજરાત પોલીસ દ્વારા આવા તત્વોને પકડીને વરઘોડા નિકાળવામાં આવે કે આવા તત્વોએ સરકારની રિઝર્વ જગ્યાઓ પર ઉભા કરી દીધેલા મકાન-ચાલીઓ પર બુલડોઝર ફેરવવામાં આવે ત્યારે વિપક્ષનો સુર બદલાઇ જાય છે.
સમગ્ર દેશમાં સૌથી વધારે ડ્રગ્સ પકડનાર રાજ્ય ગુજરાત છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ડ્રગ્સ સામે રીતસરની જંગ છેડી છે ત્યારે કહ્યુ કે, આગામી ટુંક સમયમાં એક હેલ્પલાઇન નંબર જાહેર કરવા નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યના કોઇ પણ ખૂણેથી કોઇ પણ નાગરિક ડ્રગ્સની નાનામાં નાની માહિતી ગુપ્ત રીતે આપી શક્શે. આ તમામ માહિતી અંગે થયેલી કાર્યવાહિનું મોનિટરીંગ છેક મુખ્યમંત્રી કક્ષાએથી થશે. ત્રણ વર્ષના સમયગાળામાં 1,812 ગુનાઓમાં રૂૂ.8,547/-કરોડના મુદ્દામાલ સાથે 2,564 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. આ 2,564 આરોપીઓ પૈકી 105 વિદેશી છે.
ગત નાણાકીય વર્ષની સરખામણીમાં આ વર્ષે બજેટમાં *ગૃહ વિભાગની જોગવાઈઓમાં રૂૂ.2,281/- કરોડનો વધારો એટલે કે 22 ટકા કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગના બજેટમાં દર વર્ષે ઉત્તરોત્તર વધારો કરવા માટે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કરતા મંત્રીએ ઉમેર્યુ કે, આ વખતના બજેટમાં સાયબર સિક્યોરિટી અને ટેકનોલોજી પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. આ બજેટ મુખ્ય પાંચ સ્તંભો જઇંઈંઊકઉ (જ-જિયિંક્ષલવિંયક્ષશક્ષલ વિંય ઇફભસબજ્ઞક્ષય, ઇં-ઇંશલવ-ઝયભવ ઙજ્ઞહશભશક્ષલ, ઈં-ઈંક્ષયિંલફિયિંમ ઈજ્ઞળળફક્ષમ ઈજ્ઞક્ષિજ્ઞિંહ, ઊ-ઊળયલિયક્ષભુ છયતાજ્ઞક્ષતય 112 અને કઉ-કફૂરીહ ઈુબયિ ઉયરયક્ષભય-ઈયક્ષિયિં જ્ઞર ઊડ્ઢભયહહયક્ષભય રજ્ઞિ ઈુબયતિયભીશિિું) આધારીત છે. આ પાંચ સ્તંભો ગુજરાતની શાંતી, સલામતી અને સુરક્ષાની પરીસ્થિતિને વેગ આપશે.
પોલીસને મજબુત બનાવવા તેની ક્ષમતા વધારવા ભાર મુકીએ છીએ. પોલીસ ફોર્સની માત્ર સંખ્યા ન વધે, પરંતુ તેની જશુય સાથે જસશહહ (કદ સાથે કુશળતા) વધારી પોલીસકર્મીઓની ઈફાફભશિું ઇીશહમશક્ષલ પર ભાર મૂકવામાં આવે તેવું આયોજન અમારી સરકારે કર્યુ છે. એટલુ જ નહિ, વિકસીત ગુજરાત-2047 મિશન અંતર્ગત ગુજરાત પોલીસ તાલીમ અકાદમી, કરાઈ, ગાંધીનગર ખાતે રૂૂ.100 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું અતિ આધુનિક ઓલમ્પિક ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવનાર છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
2:01 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm