રાષ્ટ્રગીતના અપમાન બદલ નીતીશકુમાર વિરુદ્ધ ફરિયાદ

28 માર્ચના રોજ હાથ ધરાશે સુનાવણી : વિડીયો ઝડપથી થઈ રહ્યો છે વાયરલ

નવીદિલ્હી, તા. 21
એડવોકેટ સૂરજ કુમારે બિહારના સીએમ નીતિશ કુમાર વિરુદ્ધ ઈૠખ, મુઝફ્ફરપુરની પશ્ચિમી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. ખરેખર, એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ નીતિશ કુમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીએમ નીતિશ કુમારનો કાર્યક્રમ દરમિયાનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ અંગેનો મામલો કોર્ટમાં આવ્યો હતો. વાસ્તવમાં, રાજધાની પટનામાં એક સ્પોર્ટ્સ ઈવેન્ટના ઉદ્ઘાટન સમયે દરેક વ્યક્તિ રાષ્ટ્રગીત માટે ઉભા હતા અને રાષ્ટ્રગીત દરમિયાન મુખ્યમંત્રીએ પત્રકારોનું અભિવાદન કરવાનું શરૂૂ કર્યું અને તેમની બાજુમાં ઉભેલા વરિષ્ઠ અધિકારીને પણ ઈશારો કર્યો, જેના માટે મુઝફ્ફરપુરના એડવોકેટ સૂરજ કુમારે રાષ્ટ્રગીતની કલમ 352 અને 298 હેઠળ કેસ દાખલ કર્યો છે. કોર્ટે સુનાવણીની તારીખ 28 માર્ચ નક્કી કરી છે. આ કેસમાં વકીલ કમ ફરિયાદી સૂરજ કુમારે જણાવ્યું હતું કે, પટનામાં ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમાર મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. દરમિયાન રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની શરૂૂઆત થઈ હતી. પરંતુ એવું જોવા મળ્યું કે સીએમ નીતિશ કુમાર વિચિત્ર વર્તન કરી રહ્યા હતા અને તે સમયે રાષ્ટ્રગીત ગાવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તેણે ઘણા લોકોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આવું કૃત્ય કરવું એ ભારતના બંધારણ અને રાષ્ટ્રગીતના નિયમોનું અપમાન છે, આનાથી દુ:ખી થઈને મેં ઈઉંખ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેને સ્વીકારીને કોર્ટે સુનાવણીની તારીખ 28 માર્ચ 2025 નક્કી કરી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:59 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm