વિજ ટ્રાન્સફોર્મર ભડકે બળ્યુ: મા-દિકરા સહિત 3 દાઝ્યા

નજરઅલીના ગોડાઉન પાસે મા-દિકરો સહિતના ચાલીને જતાં હતાં ત્યારે જ ધડાકા સાથે આગ ભભૂકતાં નાસભાગ

શાપરના પારડીમાં ઘટના: અગાઉ પણ આ સ્થળે જ આવી દૂર્ઘટના ઘટી હતી: મુળ બિહારના મહિલા અને ત્રણ વર્ષના પુત્રને રાજકોટ ખસેડાયા: એક વ્યક્તિ શાપર સારવાર હેઠળ

રાજકોટ: વિજળી સપ્લાય માટેના ટ્રાન્સફોર્મરમાં ઘણીવાર શોર્ટ સરકિટને કારણે ધડાકા સાથે આગ ભભૂકી ઉઠતી હોય છે અને દૂર્ઘટના પણ સર્જાતી હોય છે. દરમિયાન શાપરના પારડી ગામે વધુ એક વખત એક જ સ્થળે આવી દૂર્ઘટના બની છે. જેમાં વિજ ટ્રાન્સફોર્મમાં આગ લાગ્યા બાદ ધડાકા સાથે ટ્રાન્સફોર્મર ફાટતાં તે વખતે જ ત્યાંથી પગપાળા ચાલીને જઇ રહેલા મહિલા, તેનો ત્રણ વર્ષનો પુત્ર અને અન્ય એક વ્યક્તિ દાઝી જતાં દેકારો મચી ગયો હતો. માતા-પુત્રને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. લોકોના કહેવા મુજબ આ જ સ્થળે અગાઉ પણ આવી દૂર્ઘટના ઘટી હતી. જેમાં પિતા-પુત્ર દાઝી ગયા હતાં અને એકનો જીવ ગયો હતો. આ ઘટના પાછળ કોની બેદરકારી જવાબદાર છે? તેની તપાસ કરવા પારડીના રહેવાસીઓએ માંગણી કરી હતી.
જાણવા મળેલી માહિતી અનુસાર શાપર વેરાવળના પારડી ગામે જીઇબીના વિજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સરકિટને કારણે કે અન્ય કારણોસર ધડાકા સાથે આગ ભભૂકતાં અને ટ્રાન્સફોર્મર ફાટતાં બાજુમાંથી પસાર થઇ રહેલા માતા-પુત્ર સહિત ત્રણ ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. શાપર પોલીસને જાણ થતાં બનાવ સ્થળે અને હોસ્પિટલે પહોંચી તપાસ હાથ ધરી હતી. વધુ માહિતી અનુસાર શાપરના પારડી ગામે શિતળા માતાજીના મંદિર નજીક નજરઅલીભાઇના ગોડાઉન પાસે બપોરે વિજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ ભભૂકતાં ત્યાંથી પગપાળા જઇ રહેલા રીબડા રહેતાં મુળ બિહારના વતની ત્રીસ વર્ષના બેબીબેન સરમણભાઇ ગીરી તથા તેનો ત્રણ વર્ષનો પુત્ર અયાશ સરવન ગીરી ગંભીર રીતે દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અન્ય એક વ્યક્તિ પણ દાઝી ગઇ હતી. તેને શાપર સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ ત્રણેય જ્યારે ટ્રાન્સફોર્મમાં ધડાકા સાથે આગ લાગી બરાબર તે વખતે જ ચાલીને ત્યાંથી પસાર થઇ રહ્યા હતાં અને લેપટમાં આવી ગયા હતાં.
વધુ વિગતો અનુસાર ગંભીર રીતે દાઝેલા બેબીબેન ગીરી મુળ બિહારના વતની છે તેના પતિ કારખાનામાં મજૂરી કરે છે. તેણી રીબડાથી પારડી ખાતે રહેતાં મામાજી સસરાને ઘરે આટો દેવા પુત્રને લઇને આવી હતી. ત્યારે પગપાળા જતી વખતે ટ્રાન્સફોર્મરમાં આગ ભભૂકતા આ બનાવ બન્યો હતો. બેબીબેનને સંતાનમાં એક પુત્ર તેમજ એક પુત્રી પણ છે. આઠેક મહિના પહેલા પણ આ સ્થળે આવો જ બનાવ બન્યો હતો.
જેમાં પિતા-પુત્ર દાઝી ગયા હતાં અને એકનો ભોગ લેવાયો હતો. તેવું બેબીબેનને સારવાર માટે લઇ આવેલા પારડીના લોકો કહેતાં હતાં. ફરી વખત એ જ સ્થળે આ બનાવમાં ત્રણ લોકો દાઝી ગયાનું જાણવા મળ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા સહિતે શાપર પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આવી જીવલેણ નીવડી શકે તેવી દૂર્ઘટના પાછળ કોઇની બેદરકારી છે કે કેમ? તેની તપાસ કરવા પારડીના રહેવાસીઓએ જીઇબી તંત્ર સમક્ષ માંગણી કરી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:31 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm