વોર્ડ 2માં અશાંતધારા કાયદાનો સરેઆમ ભંગ

હિન્દુઓના નામે દસ્તાવેજ કરી મુસ્લિમ પરિવારો કરે છે વસવાટ: વિવિધ લતાવાસીઓએ કલેકટરને કરી લેખિત રજૂઆત : હિન્દુ લોકોએ કરવી પડે છે હિજરત

રાજકોટ, તા..10
રાજકોટ-69(પશ્ચિમ) મત વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ થતો હોવાની ફરિયાદ જિલ્લા કલેકટર પ્રભવ જોશીને કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવાના કારણે જે સરત હોય તેનો ભંગ થતો જોવા મળી રહ્યો છે એટલું જ નહીં કારણકે અહીં વસવાટ કરતા હિન્દુઓના નામે મિલકત લઈને મુસ્લિમો વસવાટ કરતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ વોર્ડના લતાવાસીઓએ પોલીસની નબળી કામગીરી હોવાનું પણ જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ અનેક વિસ્તારમાંથી હિન્દુઓની હિજરત પણ ચાલુ થઈ ગઈ હોવાનું કલેકટરને લેખિત ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે એટલું જ નહીં આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવું પણ હાલ માંગ જિલ્લા કલેકટરને કરવામાં આવી છે.
આ અંગે અગાઉ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં પણ અનેક વખત ચર્ચા કરવામાં આવી હતી તેમજ જે સમયથી અશાંત ધારા કાયદા હેઠળ શહેરના નવા વિસ્તારોને આવરી લેવામાં આવ્યા તેમાં પણ વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ હતી જેથી આ અંગે યોગ્ય અને ઝડપી નિરાકરણ આવે તે ખૂબ જરૂૂરી છે. પરંતુ હજુ આ મુદ્દે કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી એટલું જ નહીં. પશ્ચિમ રાજકોટના અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં હિન્દુઓના નામે દસ્તાવેજો કરી મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે તેમજ નેહરુનગર અને રજાનગર વિસ્તારમાં હિન્દુ સમાજના લોકોએ ન છૂટકે ત્યાંથી નીકળી જવું પડે છે આ કફોડી સ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્ર ગંભીરતાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરે તે ખૂબ જરૂૂરી છે આ માટે રજૂઆતો પણ થઈ રહી છે.
મળતી માહિતી મુજબ સુભાષનગર માં પણ હિન્દુઓ હિજરત કરી રહ્યા હોય તેવી વિગતો બહાર આવી છે એટલું જ નહીં ઉપર દર્શાવેલ સોસાયટીમાં મુસ્લિમને મકાન વહેંચવું હોય તો તે હિન્દુ સિવાય કોઈને વેચી ન શકે આ પ્રકારની કડક કાર્યવાહી થાય તો જ બંને સમાજ વચ્ચે સંતુલન જળવાઈ રહે જો આ શક્ય ન બને તો મુસ્લિમ સમાજના લોકોના મકાનોની સંખ્યામાં વધારો થઈ જશે તેવું હિન્દુ સમાજના લોકો જણાવી રહ્યા છે.રૈયા રોડ ઉપર દર વર્ષે જન્માષ્ટમી શોભાયાત્રા નીકળે છે ત્યારે આ વિસ્તારમાં પુરતા પોલીસ બંદોબસ્તની જરૂૂર રહે છે અને આ વિસ્તાર હિન્દુ-મુસ્લિમ માટે સંવેદનશીલ ગણાય છે. ત્યારે આ બાબતે તત્કાલ કાર્યવાહી કરવી અતિ આવશ્યક છે.
રાજકોટ પશ્ર્ચિમના સંવેદનશીલ વિસ્તારમાં મકાનોના તમામ સોદામાં થયેલ આર્થિક વ્યવહારની ઉંડાણપૂર્વક તપાસ કરવી જોઇએ. આ બધા સોદામાં બ્લેક મનીનો ભરપુર ઉપયોગ થયો હોવાની પણ લતાવાસીઓએ ફરિયાદ કરી વિશેષમાં ઉમેર્યુ હતું કે આ વિસ્તારમાં ત્રણ જેટલી ગેરકાયદે મસ્જિદો આવેલી છે. આ મસ્જિદોમાં મોટે મોટેથી માઇક વગાડવામાં આવી રહ્યું હોય તેને તાત્કાલીક બંધ કરી પગલા લેવા જરૂૂરી છે.અગાઉના નાયબ કલેકટર પ્રાંત-1ના ચૌધરી અને નાયબ મામલતદાર દ્વારા પણ આ મામલે કોઇ અસરકારક કામગીરી કરવામાં આવી ન હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
2:48 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech