રાજકોટ મારી માતૃ ભૂમિ, જન્મ ભૂમિ, કર્મ ભૂમિ
પ્રજાની સેવા કરવા સરકાર આપે છે પગાર માટે મારા દરવાજા પ્રજામાટે હર હંમેશ ખુલ્લા : ભૂતકાળને વાગોળવાના બદલે ભવિષ્યને સુંદર કેવી રીતે બનાવી શકાય તે દિશામાં હાથ ધરવામાં આવશે પગલાં
રાજકોટ, તા. 9
રાજકોટ મહાનગરપાલિકાની છબી સુધરે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે એટલું જ નહીં ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા દરેક રીતે લોકોની અને તંત્રની નજરે ચડી ગયું છે વાત ટીઆરપી અગ્નિકાંડ બાદ પૂર્ણ થતી નથી કારણ કે ફાયર વિભાગના અધિકારી દ્વારા જે લાંચ પ્રકરણ સામે આવ્યું તેનાથી મનપાની ઈમેજ ને ઘણી માઠી અસર પહોંચી છે. અત્યાર સુધી આ કચેરીમાં કોઈપણ અધિકારી અથવા તો કર્મચારી કામ કરવા માટે સહેજ પણ તૈયાર થતા ન હતા કારણ કે તેમને ક્યાંકને ક્યાંક ડર સતાવતો હતો કે તેમના દ્વારા જો કંઈ પણ ઉચ્ચ નિત થઈ જશે તો ઘણા ખરાબ દિવસો જોવાના આવશે પરિણામ સ્વરૂપે હાલ મહાનગરપાલિકાના કોઈપણ અધિકારી કામ કરવા માટે તૈયાર થતા ન હતા અને પરિણામ સ્વરૂપે અનેકવિધ કામો હજુ અધરતાલ પડેલા છે.
તેવામાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ પણ એક માસની રજા પર ઉતરી જતા કામગીરીને લઈ ઘણા ખરા પ્રશ્નો ઊભા થયા હતા તેવામાં સરકાર દ્વારા નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાને મહાનગરપાલિકાની જવાબદારી સોપી છે જે માટે ગઈકાલે તેઓએ મ્યુનિસિપલ કમિશનર તરીકે પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. ચાર્જ સંભાળ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે તેમની પ્રાથમિકતા તે જ હશે કે રાજકોટના લોકોને માળખાગત સુવિધાઓ મળી રહે એટલું જ નહીં તેમની નીચે કામ કરતા જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમનું પણ મોરલ ઓછુ આવે તે ખૂબ જરૂરી છે જે દિશામાં જ હાલ કામગીરી કરવામાં આવશે.
ભૂતકાળમાં બનેલી ઘટનાને વાગોળવા બદલે હવે નવું શું થઈ શકે તે હેતુસર ભવિષ્ય માટેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાયે જણાવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાના 34માં મ્યુનિ. કમિશનર તરીકે તુષાર સુમેરાએ પોતાનો પદભાર સંભાળી લીધો હતો. નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનરે તમામ શાખાધિકારીઓ સાથે પરિચય બેઠક પણ યોજી હતી.મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોઈ તેનો સીધો સંપર્ક નાગરિકો સાથે રહે છે. લોકોને મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ સારીરીતે પ્રાપ્ત થાય તે ખુબ જ જરૂરી છે. મ્યુનિ. કમિશનરએ વધુમાં પોતાના મંતવ્ય જણાવતા કહ્યું હતું કે, અર્બન ડેવલપમેન્ટ મારો મનગમતો વિષય છે. રાજકોટ એ Important City of India છે ત્યાં કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે. રાજકોટનું આ ઇમ્પોર્ટન્ટ જાળવી રાખીશું. વધુમાં તેઓએ પોતાના વિશે જણાવતા કહ્યું હતું કે, રાજકોટ આવેલો ત્યારે સર્કિટ હાઉસથી કોર્પોરેશન તરફ આવતા મને મારી શાળા વચ્ચે આવી. જોઈને આનંદ થયો. વધુમાં તેઓએ જણાવ્યું કે મારી જાતને નશીબદાર માનું છું કે, જ્યાં ભણ્યો ત્યાં જ કમિશનર તરીકે કામગીરી કરવાનો મોકો મળ્યો.
રાજકોટ શહેરમાં જે કોઈ પણ ઇસ્યુ ચાલી રહ્યા છે તેના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું અને તેના નિરાકરણ કરવાની સૌ સાથે મળીને કોશિશ કરીશું. મ્યુનિસિપલ કમિશનરે શાખાઅધિકારીઓ સાથેની મીટિંગ કહ્યું હતું કે, હું ખુબ એનર્જી અને ક્લીયર વિઝન સાથે રાજકોટમાં આવ્યો છું. આપણે બધા સાથે મળીને શહેર માટે કામગીરી કરીશું. રાજકોટ એ ઐતિહાસિક સિટી છે તેને આપણું સમજીને કામગીરી કરીશું. રાજકોટ મારી માતૃ ભૂમિ, જન્મ ભૂમિ, કર્મ ભૂમિ છે અહી કામ કરવું મારી જાતને નશીબદાર સમજુ છું.
