દિલ્હીમાં પ્રદૂષણ બેકાબુ
નવીદિલ્હી, તા. 14
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં નાના બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે ધોરણ 5 સુધીની શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આગામી આદેશ સુધી શાળાઓ બંધ રહેશે. બાળકો માટે ઓનલાઈન વર્ગો લેવામાં આવશે. તે જ સમયે, વધતા પ્રદૂષણને કારણે, શાળાઓ તમામ બાળકો માટે ઑનલાઇન વર્ગો શરૂ કરવાનું વિચારી રહી છે, જેથી બાળકોના શિક્ષણને નુકસાન ન થાય અને અભ્યાસક્રમ પૂર્ણ થઈ શકે. ગત વર્ષે પણ પ્રદૂષણ ખતરનાક શ્રેણીમાં પહોંચી જતાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. શાળાઓએ પહેલાથી જ તમામ પ્રકારની આઉટડોર પ્રવૃત્તિઓ બંધ કરી દીધી હતી. વર્ગખંડોમાં પ્રાર્થના થઈ રહી છે અને રમતગમતની પ્રવૃત્તિઓ પણ બંધ છે. દિવાળી પહેલા જ શાળાઓએ બાળકો અને વાલીઓને માસ્ક પહેરીને આવવાની સલાહ આપી છે.
દિલ્હી અને એનસીઆર આ દિવસોમાં વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. હવામાં વધતા પ્રદૂષકો શ્વાસ દ્વારા શરીરમાં પહોંચીને અનેક રોગોનું જોખમ વધારી શકે છે. વાયુ પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓનો ખતરો તો વધે જ છે પરંતુ તેનાથી હૃદયરોગ, ફેફસાના ચેપ સહિત અન્ય ઘણી સમસ્યાઓ પણ વધી શકે છે. પ્રદૂષણને કારણે, સૌથી સામાન્ય સમસ્યાઓ છે પ્રારંભિક તબક્કામાં આંખોમાં બળતરા, લાલાશ અને ખંજવાળ.
નિષ્ણાતો કહે છે કે ઘરની બહાર નીકળતી વખતે તમારે પ્રદૂષણનું સ્તર તપાસવું જોઈએ. વાયુ પ્રદૂષણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. આના કારણે, શ્વસન, કાર્ડિયોવેસ્ક્યુલર અને સેરેબ્રોવેસ્ક્યુલર સિસ્ટમ્સ સંબંધિત ઘણી સમસ્યાઓનું જોખમ રહેલું છે. એટલું જ નહીં, વાયુ પ્રદૂષણના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ક્રોનિક રોગો અને મૃત્યુ પણ થઈ શકે છે. તેની પ્રતિકૂળ અસરો ખાસ કરીને બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો જેવા સંવેદનશીલ વય જૂથોમાં જોવા મળે છે. આવા લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
દિલ્હીમાં વધતું પ્રદૂષણ ખૂબ જ ચિંતાનો વિષય છે
દિલ્હી ગઈછમાં પ્રદૂષણ ખતરનાક સ્તરને પાર કરી ગયું છે. ઘણી જગ્યાએ અચઈં 400 થી વધુ છે. દેશની રાજધાની દિલ્હીની આસપાસના વિસ્તારો પણ પ્રદૂષણથી પ્રભાવિત થયા છે. આવી સ્થિતિમાં લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે, તેથી જ દિલ્હી સરકારે પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન ક્લાસ ચલાવવાનો નિર્ણય લીધો છે.
