રંંગીલા રાજકોટમાં તહેવાર વધુ એકવખત રક્તરંજીત થયો: નિર્દોષને રહેંસી નખાતાં પરિવારમાં કાળો કલ્પાંત
બજરંગવાડીનો 26 વર્ષનો કાર્તિક સરવૈયા, નાના ભાઇ પ્રકાશ, માસીયાઇ ભાઇ કેતન સાથે સર્વેશ્ર્વર ચોકમાં મિત્ર મીત ભટ્ટની દૂકાને ગયા બાદ ફટાકડા ફોડતા હતાં: આ વખતે બલી’સ કીચનવાળા અમરદિપ ઉર્ફ બલીએ સળગતા ફટાકડા માથે ફેંક્યા બાદ માથાકુટ કરી કટારના ઘા ઝીક્યા: કાર્તિકનો ભોગ લેવાયો: તેના ભાઇ, માસીયાઇ ભાઇને ઇજા
(દર્શનસિંહ જાડેજા દ્વારા)
રાજકોટ મિરર તા. 1
રાજકોટ: રંગીલા રાજકોટ શહેરમાં મોટા તહેવારો વખતે પોલીસ ગમે તેટલો બંદોબસ્ત જાળવે છતાં કોઇને કોઇ સ્થળે લોહીયાળ ઘટનાઓ બની જ જતી હોય છે. કોટેચા ચોકમાં એક કારચાલકે બેકાબૂ બની વાહનોને, લોકોને ઉલાળી દઇ ઇજા પહોંચાડી હતી. એ પછી મોડી રાતે ડો. યાજ્ઞિક રોડ સર્વેશ્ર્વર ચોકમાં ફડાકડા ફોડવા મામલે બજરંગવાડીના નિર્દોષ પ્રજાપતિ યુવાનની લોથ ઢાળી દેવામાં આવી હતી, તેમજ તેના નાના ભાઇ અને માસીયાઇ ભાઇને પણ કટારના ઘા ઝીંકી દેવાયા હતાં. બલીસ કીચનવાળો બલીપાજી ફટાકડા ફોડીને સળગતા ફટાકડા પ્રજાપતિ યુવાન પર ફેંકતો હોઇ બોલાચાલી બાદ વાત વણસી ગઇ હતી અને હત્યા સુધી પહોંચી ગઇ હતી.
હત્યાની આ ઘટનાની વિગતો પર નજર કરીએ તો લગભગ દરેક મોટા તહેવાર પર શાંત ગણાતા રાજકોટ શહેરમાં અશાંતિનો માહોલ ખડો થાય તેવી ઘટનાઓ બનતી જ રહે છે. મારામારી અને ક્યારેક એક બીજાને મારી નાખવાની ઘટનાઓ બની જતી હોય છે. ફરી આ વખતે સોૈથી મોટા એવા દિવાળીનો તહેવાર રક્તરંજીત થયો હતો.
શહેરમાં દિવાળીની રાત લોહીયાળ બનીગઇ હતી. ડો. યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોકમાં ફટાકડાની બબાલમાં યુવાનની ક્રુર હત્યા ચોકમાં હત્યાની ઘટના બની હતી. જેમાં બજરંગવાડી સર્કલ પાસે શેરી નં. 13માં કુળદેવી કૃપા ખાતે રહેતાં અને સિગારેટની કંપનીનું માર્કેટીંગ કરતાં છવ્વીસ વર્ષન ા કાર્તિક જેન્તીભાઇ સરવૈયા નામના યુવાનની ક્રુર હત્યા થઇ હતી. જ્યારે તેના નાના ભાઇ બાવીસ વર્ષના પ્રકાશ જેન્તીભાઇ સરવૈયા અને માસીયાઇ ભાઇ ધરમનગરમાં રહેતાં બત્રીસ વર્ષના કેતન હરીભાઇ વોરાને પણ કટાર-કિરપાણના ઘા ઝીંકાતાં બંનેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.સર્વેશ્વર ચોકમાં ફટાકડાની બબાલમાં યુવાનની ક્રુર હત્યા ચોકમાં બલી’સ કીચન નામે ધંધો કરતાં અમરદીપ ઉર્ફ બલીપાજીએ હત્યા નીપજાવ્યાનું અને બાદમાં તે ફરાર થઇ ગયાનું ખુલતાં એ-ડિવીઝન પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમોએ તેને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.
ઘટનાની વધુમાં પ્રાપ્ત માહિતી પર નજર કરીએ તો બજરંગવાડી-13માં રહેતો કાર્તિક સરવૈયા, તેનો નાનો ભાઇ પ્રકાશ સરવૈયા અને માસીયાઇ ભાઇ કેતન વોરા દિવાળીની રાતે સર્વેશ્વર ચોકમાં ફટાકડાની બબાલમાં યુવાનની ક્રુર હત્યા ચોકમાં દૂકાન ધરાવતાં મિત્ર મીત ભટ્ટને ત્યા ફટાકડા ફોડવા ગયા હતાં. ચારેય જણા દૂકાન નજીક ફટાકડા ફોડતા હતાં ત્યારે સર્વેશ્ર્વચર ચોકમાં જ બલી’સ કીચન નામે રેસ્ટોરન્ટ ચલાવતો અમરદીપ ઉર્ફ બલી પણ ત્યાં ફટાકડા ફોડતો હતો. ઘાયલ પૈસકીના પ્રકાશ સરવૈયાના કહેવા મુજબ બલીપાજી ફટાકડા સગળાવીને મારા ભાઇ કાર્તિક ઉપર ફેંકતો હતો, બે વાર તેણે આવુ કરતાં તેને ના પાડવા છતાં તેણે આખી લૂમ સળગાવીને મારા ભાઇ તરફ ફેંકી હતી. આ કારણે અમારી વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ વાત શાંત પડી જતાં મિત્ર મીત ભટ્ટ અમને ચોકમાંથી યાજ્ઞિક રોડ તરફ લઇ જતો હતો ત્યાં બલીપાજી પાછો કાર લઇને આવ્યો હતો અને અમારા પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રકાશે આગળ કહ્યું હતું કે ત્યારપછી તે કારમાંથી કટાર જેવુ કીરપાણ લઇને ઉતર્યો હતો અને મારા ભાઇ કાર્તિકને ઘા મારી દીધા હતાં. હું અને માસીયાઇ ભાઇ કેતન વચ્ચે પડતાં અમને બંનેને પણ ઘા મારી દીધા હતાં. આ બનાવ રાતે ત્રણેક વાગ્યે બન્યો હતો. અમે લોહીલુહાણ થઇ જતાં દેકારો મચી જતાં બીજા લોકો ભેગા થઇ ગયા હતાં. મીત ભટ્ટ સહિતે અમને હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. તેમ વધુમાં પ્રકાશે કહ્યું હતું. બીજી તરફ સારવાર દરમિયાન વહેલી સવારે પાંચ વાગ્યે કાર્તિક સરવૈયાએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલ્ટાઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી. બારોટ, એએસઆઇ એમ. વી. લુવા અને ડી. સ્ટાફ ટીમ તેમજ ડીસીબી, એલસીબીની ટીમોએ આરોપીને શોધી કાઢવા દોડધામ શરૂ કરી હતી.
કરૂણતા એ છે કે હત્યાનો ભોગ બનનાર કાર્તિક બે ભાઇ અને એક બહેનમાં મોટો તથા પરિવારનો આધાર હતો. તેના લગ્ન થયા હતાં. તે નાના ભાઇ પ્રકાશ સાથે સિગારેટની કંપનીનું માર્કેટીંગ કરતો હતો. તેના પિતા જેન્તીભાઇ દેવશીભાઇ સરવૈયા રેસકોર્ષ લવ ગાર્ડન નજીક ચબુતરા પાસે ભેળપુરીની લારી રાખી ગુજરાન ચલાવે છે.
દિવાળીના સપરમા દિવસે યુવાન અને આધારસ્તંભ દિકરાની હત્યા થઇ જતાં સરવૈયા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. એક ચર્ચા એવી પણ છે કે દિવાળીને દિવસે જ હુમલાખોર અમરદીપ ઉર્ફ બલીપાજીનો બર્થડે હતો, તે બીજા લોકો સાથે મળી ફટાકડા ફોડતો હતો. સળગતા ફટાકડા તેણે હત્યાનો ભોગ બનનાર કાર્તિક ઉપર ફેંક્યા હતાં. બાદમાં આખી લૂમ સળગાવીને ફેંકી હતી.
એ પછી બોલાચાલી બાદ સમાધાન થઇ ગયા પછી ફરીથી બલીપાજીએ કાર લઇ માથે ચડાવવા પ્રયાસ કર્યા બાદ કટાર-કીરપાણથી હુમલો કર્યો હતો. જે જીવલેણ નીવડ્યો હતો. દિવાળીની રાતે એક પરિવારે નિર્દોષ આધારસ્તંભ ગુમાવી દેતાં ગમગીની વ્યાપી ગઇ હતી.