સર્વેશ્વર ચોક વોકળાનુ કામ ચોમાસા પૂર્વે પૂર્ણ કરવા આદેશ

એજન્સીને ઝડપભેર કામ પૂર્ણ કરવા કરાઈ તાકીદ : 4.91 કરોડના ખર્ચે થશે સ્લેબ

રાજકોટ, તા. 25
રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા સર્વેશ્વર ચોક ખાતેના વોકળા ઉપર 4.91 કરોડના ખર્ચે સ્લેબ બનાવવાનું કામ નું ખાતમુહૂર્ત આશરે ત્રણ મહિના પહેલા કરવામાં આવ્યો હતો જે સમય અત્યારે હાલ પૂર્ણ થઈ ચૂક્યો છે. મળતી માહિતી મુજબ હાલ આ ચોકમાં કામગીરી શરૂ છે અને બેરીકેડિંગ કરી સમગ્ર ચોકને બંધ કરવામાં આવ્યો છે એટલું જ નહીં જ્યાં સુધી કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ ચોક કાર્યરત નહીં રહે તેવું મહાનગરપાલિકાના સંપર્ક સૂત્રોએ જણાવ્યું હતું. હાલ છે કામો થઈ રહ્યા છે તેની રીવ્યુ બેઠકમાં આ કામ ચોમાસા પૂર્વે પૂર્ણ કરી દેવા માટે હાલ આદેશો પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ જે ગતિથી કામ ચાલી રહ્યું છે તે ગતિમાં વધારો કરવા માટે પણ હાલ ચર્ચાએ જોર પકડ્યું છે.
સેન્ટ્રલ ઝોનના સિટી એન્જિનિયરે માહિતી આપતા જણાવ્યું કે હાલ સર્વેશ્વર ચોકથી યાજ્ઞિક રોડ સુધીનું ખોદકામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે 40 વર્ષ જૂના આ વોકડાનો સ્લેબ મજબૂત હોવાથી તેને કટરથી તોડવામાં આવ્યો અને પરિણામ સ્વરૂપે જ માતબર સમય વીતી ગયો છે. એટલું જ નહીં એજન્સીને આ કામ પૂર્ણ કરવા માટે બાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે પરંતુ ચોમાસા પૂર્વે જ આ કામ પૂર્ણ કરી દેવામાં આવે તેવું હાલ સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ સર્વેશ્વર ચોક ખાતે આવેલા આ મોકળા પર 990 ચોરસ મીટર ક્ષેત્રફળના સ્લેબ ની લંબાઈ 110 મીટર અને પહોળાઈ 9 મીટર તેમજ ઊંચાઈ 3 મીટર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ માટે એક વર્ષનો સમય પણ આપવામાં આવ્યો છે પરંતુ વહેલી તકે આ કાર્ય પૂર્ણ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે કારણ કે હાલ એ રસ્તો બંધ હોવાથી ટ્રાફિકનો પ્રશ્ન લોકો ને મૂંઝવી રહ્યો છે જો ઝડપભેર આ જગ્યાનું કામ પૂર્ણ થશે તો ટ્રાફિક પ્રશ્ન હું ત્વરિત નિવારણ આવશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:42 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech