એજન્સી સાથે યોજાયેલી બેઠક સાર્થક ન નીવડતા ડ્રાઇવરોએ જવાબદારી છોડવા સહમતિ સાધી, તંત્રની વધી મૂંઝવણ
રાજકોટ, તા. 22
રાજકોટ ખાતે બસ દુર્ઘટનામાં 4 લોકોના કરૂૂણ મોત નીપજ્યા હતા. જેને ધ્યાને લઈ સમગ્ર રાજકોટમાં ઘણો ઉહાપો મચી ગયો છે. ત્યારે હવે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના નો થાય તે માટે મહાનગરપાલિકા સફાળે જાગી છે. શહેરના ઇન્દિરા સર્કલ નજીક સર્જાયેલ બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિઓનો ભોગ લેવાતા હરકતમાં આવેલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધડાધડ પગલા લેવાનું શરૂૂ કરી દેવાયું છે. જેમાં સીટી બસમાં લગાડાયેલા કેમેરાના અપગ્રેડેશન માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીટી બસ સર્વિસોમાં હાલ જે કેમેરા લગાવાયેલા છે તેમાં બસ ડ્રાઇવરોની મુવમેન્ટ યોગ્ય રીતે કેમેરામાં કંડારાતી ન હોય, કેમેરાની સિસ્ટમને અપગ્રેડેશન કરવાનું મ્યુનિ. કોર્પો.એ નિર્ણય લઇ આ અંગેની કાર્યવાહી આરંભી દીધી છે.
હાલના સીટી બસોના કેમેરામાં માત્ર સીમીત વિઝન જ દર્શાય રહ્યું હોય તમામ સીટી બસોમાં આ કેમેરાની સિસ્ટમને અપગ્રેડેશન કરવામાં આવશે તેમ મહાનગરપાલિકાના સુત્રોએ જણાવ્યું હતું. ઈન્દિરા સર્કલ નજીક સર્જાયેલ બસ દુર્ઘટના બાદ સીટી બસ સર્વિસોની ચકાસણી માટે મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓની ટીમોને કામે લગાડી દેવામાં આવી છે. આ ઉપરાંત આ બસ દુર્ઘટનામાં કસુરવાર ડ્રાઇવર સામે પોલીસ દ્વારા આકરી કલમો લગાડાયાના પગલે સીટી બસ સર્વિસ ચલાવતા રપ જેટલા ડ્રાઇવરોએ રાજીનામા ધરી દીધા છે.
ઈન્દિરા સર્કલ સીટીબસ અકસ્માતમાં લોકોએ ડ્રાઈવરને બેફામ માર મારતા અન્ય બસના ડ્રાઈવરોએ આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ અને હુમલાનો ભોગ બને ત્યારે જવાબદારી કોની? તેવા અનેક પ્રશ્ર્નોસાથે હડતાલ ઉપર ઉતર્યા હતા અને એજન્સી સાથે મીટીંગ યોજવાની હઠ પકડતા ગઈકાલે એજન્સીએ તંત્ર સાથે અને ડ્રાઈવરો સાથે મીટીંગ યોજેલ પરંતુ અકસ્માત દરમિયાન ડ્રાઈવરો પર થતા હુમલા સહિતના મુદ્દે મગનું નામ મરી ન પાડતા માર નથી ખાવો તેવુ કહી આજે અંદાજે 25થી વધુ ડ્રાઈવરોએ રાજીનામા આપી દેતા તંત્ર અને એજન્સી મુંજવણમાં મુકાઈ ગઈ છે.
મનપાના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સીટીબસ અકસ્માતની દુર્ઘટનામાં બસના ડ્રાઈવરનેઢોર માર મારવામાં આવેલ અને તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. અકસ્માતના બીજા દિવસે માર મારવાનીઘટનાનો વિરોધ કરી સીટી બસના 75થી વધુ રૂૂટ બંધ કરી ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા હતા અને આ પ્રકારના અનેક મુદ્દે એજન્સી જવાબદારી ઉઠાવે તો નોકરી કરવી છે. તેમ જણાવેલ જેના લીધે ગઈકાલે એજન્સીના અધિકારીઓએ તંત્ર સાથે મીટીંગ યોજી એનક મુદ્દે ચર્ચાી હાથ ધરી હતી.
પરંતુ ડ્રાયવરોના પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતા ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાસર્જાય તો જવાબદાર એજન્સી હાથ ઉંચા કરી દે ત્યારે ડ્રાઈવરોને ભોગવવાનું આવે તેમ જણાવી આજે 25થી વધુ સીટીબસ સ્ટેન્ડમાં મુકી ડ્રાઈવરોએ એજન્સીને રાજીનામા આપી દેતા મહાનગરપાલિકાના અધિકાીરઓ અને એજન્સીના માણસોમાં દોડધામ મચી ગઈ હતી. આ લખાય છે ત્યારે બપોરે એજન્સી અને અધિકારીઓ દ્વારા ડ્રાઈવરોને સમજાવવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે. છતાં આજની ઘટનાના પગલે આગામી દિવસોમાં વધુ ડ્રાઈવરો રાજીનામા આપેલ તેવુંલાગી રહ્યું છે.
