સ્ટાફના અભાવે RMCમાં લોકોના પ્રશ્ર્નો અટવાયા

મનપામાં 4,388ના મહેકમ સામે 2108 જગ્યાઓ ખાલી

એડિશનલ સીટી એન્જિનિયર મિકેનિકલ, એડિશનલ સીટી એન્જિનિયર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, સીટી સ્પેશિયલ એન્જિનિયર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ટાઉન પ્લાનર જેવી મહત્તમ વર્ગ એકની જગ્યાઓ ખાલી

રાજકોટ, તા. 22
રાજકોટ મહાનગરપાલિકા પર સમગ્ર રાજકોટ ના વિકાસની જવાબદારી છે એટલું જ નહીં રાજકોટ મહાનગરપાલિકાના દરેક પગલાં અને દરેક કામગીરી શહેરના વિકાસ માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે જે ગતિથી કામગીરી થવી જોઈએ તે ગતિ અત્યારે જાણે મંદ હોય તેવું સામે આવ્યું છે. કારણકે જ્યાં સુધી પૂરતું મહેકમ ન હોય ત્યાં સુધી કામગીરીનું ભારણ અન્ય કર્મચારી તથા અધિકારીઓ પર રહેતું હોય છે. હાલ જે આંકડો મહાનગરપાલિકા પાસેથી સામે આવ્યો છે તે મુજબ કુલ વર્ગ 1 થી 4 માં 4, 388 જગ્યાઓ મંજૂર થયેલી છે જેમાંથી 2280 જગ્યાઓ હાલ ભરેલી છે જ્યારે બાકી રહેતી 2108 જગ્યાઓ હજુ પણ ખાલી પડેલી છે જેનો મતલબ એ સ્પષ્ટ છે કે અત્યારે મહાનગરપાલિકા અડધા મહેકમ સાથે કાર્ય કરી રહ્યું છે. ત્યાં સુધી મહેકમ્મા વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી હજુ ઘણા ખરા અન્ય પ્રશ્નો પણ ઊભા થશે અને જે કામગીરીમાં ઝડપ આવી જોઈએ તે પણ નહીં આવે આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા નક્કર પગલા લેવામાં આવતા હોય તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે પરંતુ 2000 થી વધુ ખાલી જગ્યા હોવાની જાણ થતા આ જગ્યાઓ કેવી રીતે ભરવામાં આવશે તે પ્રશ્ન મનપા તંત્ર સામે ઉભો થયો છે. ક્લાસ વન માટે કુલ 37 જગ્યાઓ મંજૂર થયેલી છે જેમાંથી માત્ર આઠ જગ્યા જ ભરેલી છે અને 29 જગ્યાઓ હજુ પણ ખાલી છે જેમાં એડિશનલ સીટી એન્જિનિયર ,સિટી એન્જિનિયર સ્પેશિયલ, ડિરેક્ટર પાર્ક એન્ડ ગાર્ડન, ડિરેક્ટર આઈટી, એન્વાયરમેન્ટ એન્જિનિયર, એક્ઝિક્યુટિવ ઇજનેર, અર્બન પીએચસી અને અર્બન સીએચસી માટે ગાયનેકોલોજિસ્ટની બંને જગ્યાઓ હજુ ખાલી છે તેવી જ રીતે પીડિયાટ્રિશિયન અર્બન પીએચસી અને અર્બન સી.એચ.સી માં પણ બે જગ્યાઓ ખાલી છે. એવી જ રીતે ટાઉન ટાઉન પ્લાનર ની પણ ત્રણ જગ્યાઓ સંપૂર્ણપણે ખાલી છે ત્યારે આ અંગે મહાનગરપાલિકા જણાવ્યું હતું કે આ જગ્યા માટે જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવી છે અને આવનારા સમયમાં લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે. મહત્વનું એ છે કે ક્લાસ 2 માટે કુલ 149 જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે જેમાંથી 28 જગ્યાઓ હજુ ખાલી છે. મહત્વની વાત તો એ છે કે વર્ગ ત્રણ માટે કુલ 2798 જગ્યાઓ માન્ય રાખવામાં આવી છે જેમાંથી 1226 જગ્યાઓ હજુ પણ ખાલી છે. એવી જ રીતે વર્ગ ચાર ની જો વાત કરવામાં આવે તો કુલ 1,404 જગ્યાઓ મંજૂર કરાયેલી છે અને તેમાંથી 825 જગ્યાઓ હજુ સુધી મહાનગરપાલિકા ભરી શક્યું નથી. ત્યારે મહત્વનો અને સૌથી મોટો વિકટ પ્રશ્ન મનપા સામે એ જ છે કે જ્યાં સુધી આ ખાલી પડેલી જગ્યાઓને ભરવામાં નહીં આવે ત્યાં સુધી જે કામગીરી છે તે યોગ્ય રીતે થઈ શકશે નહીં કારણ કે ક્લાસ વન વિભાગની જો વાત કરવામાં આવે તો ટાઉન પ્લાનર જેવી મુખ્ય જગ્યા જે છે તેમાં પણ કોઈ અધિકારી ફરજ પર નથી ત્યારે તેનો સૌથી મોટો ફટકો મહાનગરપાલિકાને હાલ પડી રહ્યો છે.
આ માટે એક વખત નહીં અનેક વખત રાજ્ય સરકારને રજૂઆતો પણ કરવામાં આવી છે તેમાં એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે હજુ સુધી જે નકર પગલાં લેવામાં આવવા જોઈએ તે લેવામાં આવ્યા નથી તો બીજી તરફ જે કામગીરી જે ઝડપથી થવી જોઈએ તેમાં પણ ઘણા ખરા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે યોગ્ય મેકમ હોય તો સંબંધિત વિભાગના અધિકારીએ તેમના નિર્ધારિત વિભાગમાં જ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહે જેથી જે તે વિભાગની કામગીરી ઝડપભેર પૂર્ણ થઇ શકે પરંતુ આજ દિન સુધી આ કાર્ય હજી સુધી શક્ય બન્યું નથી અને પરિણામ સ્વરૂૂપે એક અધિકારી પાસે બે થી ત્રણ વિભાગોના વધારાના ચાર્જ આપવામાં આવ્યા છે જે તેના કામગીરી ઉપર પણ અસર પહોંચાડે છે. હવે જરૂૂરી એ છે કે આ અંગે ઝડપ પર રાજ્ય સરકાર નિર્ણય લઈએ તે ખૂબ જરૂૂરી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:32 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech