હું રાજીનામું આપું છું! (બોધકથા)

માધૂરી બેન ની દ્વિધા શું હતી! અને એને શું કામ રાજીનામું આપવું હતું!

ભારતીય સમાજ માત્ર આર્થિક અસમાનતાની રીતે જ વિભાજીત નથી! ઉંમરની રીતે જૂની પેઢી અને નવી પેઢી એવો દોર પણ અત્યારે ચાલી રહ્યો છે, અને વચ્ચેની પેઢીનો નજરિયો કોઈ સમજવા તૈયાર નથી! આ તમામ વિભાજીત વર્ગની માનસિકતાની રીતે પણ એમાં પાછું વિભાજન જોવા મળે છે. જનરેશન ગેપ એ સદીઓથી સમાજનો સળગતો પ્રશ્ન રહ્યો છે! પણ આપણે આજે વચ્ચેની પેઢી કે જે નથી જૂની પેઢીમાં આવતી અથવા તો પોતે મોર્ડન છે એવું દેખાડવા આધુનિક પહેરવેશ તો પહેરે છે પણ સંસ્કારનેં કારણે આધુનિક થઈ શકતી નથી કે સંસ્કાર નેં નેવે મુકી શકતી નથી! એવા એક 55 વર્ષના માધૂરી બેનની વાત બુધવારની બોધકથામાં લઈને આવી છું.

બંગ્લો નું નામ તો શાંતિ નિકેતન હતું, પણ ડાઇનિંગ રૂમમાં આજે સૌની શાંતિ હણાઇ ગઇ હતી! અને બધા જ એકબીજાની સામે જોઈને નજરથી આશ્ચર્ય વ્યક્ત કરતા હતા! નાસ્તાના ટેબલ પર બધાને નાસ્તો સર્વ કરીને માધૂરી બેન એ પોતાની ડિશમાં નાસ્તો રાખ્યો અને હજી એ બેસવા જાય છે, ત્યાં જ સંતોક બા એ કહ્યું કેમ માધૂરી આજે ભૂલી ગઈ ! આજે અગિયારસ છે અને મારે સાબુદાણા વડાનો નાસ્તો હોય! માધૂરી કંઈ જવાબ આપે એ પહેલાં જ એમના પતિ મૌલિકની મૌલિકતા ખોવાઈ ગઈ અને દર વખતે જાણે બહુ મોટો અપરાધ થયો હોય એમ ગેંગેફેંફે થતી માધૂરી આજે એકદમ સ્વસ્થ હતી તેનાં મોંઢાની એકપણ રેખા બદલી ન્હોતી. ત્યાં જ નાની નણંદ સુહાના આવી અને પૂરી જોઈ કહ્યું ઓહ નો આ ઓઈલી નાસ્તો! એને કંઈ જવાબ આપે એ પહેલાં જ ઉપરથી જ હિલ પહેરીને ઉતરતી પુત્રવધૂ નાવ્યા બોલી મોમ કાલે કહ્યું તો હતું કે મારે પ્રેઝન્ટેશન છે અને નાસ્તો કરવાનો ટાઈમ નહીં રહે તો વેજીટેબલ સેન્ડવીચ નું લંચ બોક્સ.. ભૂખી રહીશ એમ કરી પગ પછાડતી ચાલી ગઈ! અને દિકરો બોલ્યો તું પહોંચ હું તારી માટે ઝોમેટો કરું છું! પછી મમ્મી એટલે કે માધૂરી તરફ ફરીને બોલ્યો! મોમ શું થયું છે? કેમ આજે આમ રુઢલી બીહેવ કરે છે! અને માધૂરી એ કહ્યું હું રુઢ? અને એ જોરથી હસી તેની આંખના ખૂણા ભીના થઇ ગયા પણ એ તરફ કોઈનું ધ્યાન ગયું જ નહીં! મૌલિક એ કહ્યું લંચ બનવાનું છે કે નહીં પહેલેથી કહી દેજે! આજે ટિફિન માં વેજીટેબલ કોફતા લાવીશ એમ એક બે ને કહી દીધું છે? આમ કરીને એ પણ ઉભાં થઇ ને ચાલ્યા ગયા! માધુરીને જે કહેવું હતું તે કહી શકી ને કારણ કે ડાઇનિંગ ટેબલ ખાલી થઈ ગયું હતું, પણ એ પોતાના નિર્ણયમાં મક્કમ હતી. એ કિચન તરફ ના જતા પોતાના રૂમ તરફ ગઈ અને તૈયાર થવા લાગી, એટલે મૌલિક એ પુછ્યુ બહાર જવું છે! એણે ટૂંકમાં પતાવ્યું હાં! લંચ માટે મેનુ મહારાજને આપી દીધું છે. મૌલિક એના મોઢાનાં ભાવ ભાવ પરથી જ મૌન રહેવાનું મુનાસીબ માન્યું અને એ પણ તૈયાર થઈ ટિફિન લઈ રવાના થયો.

વળી રાત્રે બધા ડ્રોઈંગ રૂમમાં કોન બનેગા કરોડપતિ જોતા હતાં, અને એમાં જોગાનું જોગ એક હાઉસ વાઈફ આવી! સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચને હાઉસવાઈફ ની જોબ ને સર્વશ્રેષ્ઠ જોબ કહી એ સન્નારીનું સન્માન કર્યું. માધુરીએ સૌની તરફ એક વેધક નજર ફેંકી! શો પૂરો થયો અને થોડીવાર ટીવીમાં અન્ય ચેનલ જોઈ સવ પોત પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા ત્યારે આ ચુપકીને તોડતા માધુરીએ સૌને સંબોધીને કહ્યું મારે આપ સૌને કંઈક કહેવું છે! સૌએ એની સામે આચાર્યથી જોયું ત્યારે એને કહ્યું કે હું મારી ગૃહિણીની જોબમાંથી રાજીનામું આપો છું! એક બે મિનિટ માટે સન્નાટો છવાઈ ગયો અને મૌલિક એ કહ્યું શું તું પણ એ જોબમાંથી કંઈ રાજીનામું આપી શકાય થોડું! નીરજ એટલે કે એના પુત્ર એ કહ્યું મોમ પપ્પા સાચુ કહે છે! સુહાના અને નાવ્યા બંને એક આઉટ ફીટની ચર્ચા કરી રહ્યા હતા એમણે પણ આશ્ચર્યથી માધુરી સામે જોયું! સંતોકબા એ એમનાં જૂનવાણી લહેજા થી કહ્યું! કે તો તું શું કરીશ ? માધુરી મૌન રહી, એ પોતાની આમન્યા તોડવા માંગતી નહોતી! પણ એણે બધાને સંબોધીને કહ્યું કે તમે બધા જ સર્વિસ કરો છો દર મહિને તમને એનો સેલેરી મળે છે અને જ્યારે એક જોબ છોડી બીજે જાવ ત્યારે જવાબદારી બધી હોવાથી વધુ સેલેરી મળે છે પણ મને…? મૌલિકે કહ્યું એટલે તને શું હવે આ જોબનો સેલેરી જોઈએ છે? માધુરી એ સ્વસ્થતાથી કહ્યું ના પણ મારે હવે આ સર્વિસ જ નથી કરવી..! આમ તો આ સર્વિસનો કોઈ સેલેરી નક્કી કરી શકાય જ નહીં પરંતુ છ મહિના પહેલા મારો પગ સ્લીપ થયો અને મને ફેક્ચર થયું ત્યારે નાવ્યાના મમ્મી તથા કુંદન ફૈબા વારાફરતી બે મહિના અહીં રહ્યા હતાં, એને માત્ર મુન્નાને સંભાળવા માટે ગાડી ગીફ્ટ કરી, અને ફૈબાને રીયલ ડાયમંડનો સેટ તમે આપ્યો હતો! એટલે એ પરથી તમે લોકો ગણતરી કરી શકો છો કે મને અત્યાર સુધીમાં કેટલું મળવું જોઈએ! જ્યારે મને તો સેલેરી તો ઠીક પણ માન સન્માન પણ.. આમ કહીને તે પોતાના રુમમાં ચાલી ગઈ.

પોતાના રૂમમાં આવી તેણે ચેન્જ કર્યું અને ફરીવાર પોતાના વિચાર પર વિચારવા લાગી. 36 વર્ષનાં લગ્ન જીવનમાં એણે કેટ કેટલું સમર્પણ કર્યું! નો ડાઉટ શરૂ શરૂમાં એને પતિ તરફથી ગિફ્ટ પણ મળી હશે, અને સંતાનો કમાતા થયાં પછી એમણે પણ કંઈક આપ્યું હશે.પણ ભૂલ એ લોકો કરતાં મારી વધુ છે! મેં કોઈ દિવસ કોઈને ના કહી જ નહીં, અને એને કારણે સૌ અધિકાર સમજવા લાગ્યા! પગના દુખાવા થઈ ગયાં, ની રિપ્લેસની નોબત આવી. સતત સમયે નહીં પહોંચાય એના સ્ટ્રેસને કારણે મોતિયા પણ ઉતરી ગયાં! અને અનિંદ્રા જેવો અન્ય કોઈ રોગ વધે એ પહેલાં જ, કાયમ લાગણી વહેંચવા વાળી અને નામ પ્રમાણે જ જે મધૂર હતી એ માધૂરી એ પોતાના અધિકાર માંગ્યો,પણ આ જરુરી છે,એમ મનોમન પાક્કો નિર્ણય કરી એ પડખું ફરી સૂઈ ગઈ.

મિત્રો સમાજમાં આજે પણ જે સંયુક્ત પરિવાર રહે છે, અને જેમાં ત્રણ પેઢી એકસાથે હોય ત્યાં આ પરિસ્થિતિ દેખાય છે! કારણકે જૂની પેઢી પોતાના રિત રિવાજ, અને માન્યતાઓ મુકી શકતા નથી! વચ્ચેની પેઢી આપણે આવી ભૂલ નથી કરવી, એમ અથવા આધુનિક સમયની માંગ છે, એમ સ્વીકારી નવી પેઢીનું બધું સ્વીકારી લે છે! અથવા કચકચ કરીશું તો જુદા થશે! કે પછી આવક સામે જોઈ પણ ચૂપ રહે છે. પણ પછી એ સતત બંને બાજુથી પીસાય છે, અને એને ખ્યાલ આવે છે કે આપણું તો હવે અસ્તિત્વ જ નથી રહ્યું, અને આમ આધુનિક નજરિયો અપનાવતી ગૃહિણીને જીવનના એક તબક્કે એમ લાગે છે કે પોતાની હાલત ધોબીના કૂતરાં જેવી છે, ન ઘરનો ન ઘાટનો! સમાજને અપિલ છે કે આ પેઢીના લોકોને પણ સમજો.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:30 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech