મામલતદાર કચેરીના કર્મચારી સાથે 21 લાખની ઠગાઈ
રાજકોટ મિરર તા. 2
રાજકોટના મામલતદાર કચેરીના યુવાનને 10 કરોડની લોન અપાવી દેવાના નામે 21 લાખની છેતરપીંડી કરનાર 6 શખ્શો સામે રાજકોટ તાલુકા પોલીસમાં ગુન્હો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ 150 ફૂટ રીંગ રોડ પર, ગોવર્ધન ચોક નજીક સુખસાગર સોસાયટીમાં રહેતા અને કોન્ટ્રાક્ટ હેઠળ ગોંડલ મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વિભાગના કર્મચારી ચિરાગપરી સુરેશપરી પરિનામી સાથે 6 શખ્સોએ રૂૂા.21 લાખની છેતરપીંડી કર્યોની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ ચીરાગપરીએ જણાવ્યું હતું ત્રણ વર્ષ પહેલા રાજકોટ રેલનગર બાજુમાં આવેલ દસનામ સાધુ સમાજની વાડીએ સાધુ સમાજ સંમેલન મળેલ હતું. ત્યારે હિરેનપરી ઉર્ફે સનીભાઈ સુરેશપરી ગોસ્વામી સાથે મુલાકાત થઈ હતી. આજથી આઠેક મહિના પહેલા ગોંડલ તાલુકાના કમઢીયા ગામની પાંચ વીઘા જેટલી જમીન તેમને વહેચી હતી. જેના રૂૂપિયા ના આવ્યા હોવાનું હિરેનપરી સાથે વાત કરી હતી. ત્યારે કાલાવડ રોડ રેસ્ટોરન્ટ અને કાફે બનાવવાનું નક્કી કર્યું હતું. જેથી વધુ પૈસાની જરૂૂર હોવાથી લોન લેવી પડે તેમ હતું. આ દરમિયાન હિરેનપરી તેના મિત્ર સાથે સુરેશભાઈનો કોન્ટેક્ટ કરાવ્યો અને જણાવ્યું હતું કે સુરેશ પટેલ તેમનો મિત્ર છે અને એજન્ટ છે. લોનનું કામ કરે છે. જે મૂળ અમદાવાદનો છે, હાલ મુંબઈ રહે છે. સુરેશ પટેલનો પરિચય કરાવી આ ઉપરાંત ઘરે હાજર હતા ત્યારે લોન બાબતે વાતચીત કરતા કહ્યું હતું કે આ ઞક્ષશદયતિફહ ાશભયિિંં લજ્ઞિીા ફાઈનાન્સ બેંક છે. જેમાંથી હું તમને ગમે તેવડી લોન કરાવી આપીશ. તેવું જણાવેલ હતું. જેના થોડા દિવસ બાદ હીરેનપરી મુંબઈ ગયા ત્યારે પરત આવી આજીડેમ ચોકડીએ મુલાકાત કરતા સુરેશ પટેલ સાથે દરમિયાન લોન કરાવી આપી હતી પરંતુ રૂૂપિયા પાંચ લાખ આપશું પછી જ આપણું કામ હાથમાં. આપણે મુંબઈ જવું નહીં પડે અને રાજકોટ બોલાવીશું તેને રાજકોટ બોલાવવાનું કહેતા હિરેનપરીએ સુરેશભાઈને રાજકોટ ખાતે બોલાવ્યા હતા.
રૈયા ચોક ખાતે ભગવતી નાસ્તા હાઉસ પાસે વાતચીત દરમ્યાન સુરેશભાઈએ 5 લાખ ખર્ચાના આપવાનું કહેતા હિરેનપરીને ફોનમાં વાત કરેલ જેથી હિરેનપરી તમામ રૂૂપિયાની જવાબદારી લીધેલ હતી અને કારમાં સુરેશભાઈને રૂૂપિયા પાંચ લાખ રોકડા આપેલા હતા.
સુરેશભાઈએ કહ્યું હતું કે તમારું એકાઉન્ટ ખોલવાનું થાય ત્યારે 2 લાખની જરૂૂર પડશે આવી વાત ચર્ચા કરી છુટા પડ્યા હતા. સુરેશભાઈ હિરેનપરીને બેંક જોવા માટે કલકત્તા જવાનું હોવાથી મુંબઈ બોલાવેલ અને કહ્યું કે કલકત્તા બેંક જોવા માટે જઈશું ત્યારબાદ તારીખ 30 ના રોજ હિરેનપરી એર ટિકિટ કરાવી હિરાસર એરપોર્ટથી મુંબઈ ગયેલ ત્યારે બે દિવસ રોકાયેલા સુરેશભાઈ મુંબઈ આવેલ નહીં.
ઓનલાઈન ટિકિટ બુક કરાવી કલકત્તા ગયેલ અને સુરેશભાઈને રૂૂબરૂૂ મળ્યા જેના બીજા દિવસે સવારે 11:00 વાગ્યે બેન્કની મિટિંગ કરાવેલ હતી. બેંકમાં પાસુંદા અગ્રવાલ તથા સુબોધ શર્મા તથા સંજના અગ્રવાલ શંકર ચક્રવતી સહિત કર્મચારી હોવાનું જણાવ્યું હતું. એ વાતચિત કરતા હિરેનપરી અને સુરજ પટેલ કલકત્તાથી મુંબઈ ગયેલ જ્યાંથી હિરેનપરી મુંબઈથી રાજકોટ આવવા નીકળ્યા હતા તેમાં આશરે અઢી લાખ જેટલો ખર્ચ થયો હોવાનું જણાવ્યું હતું.સુરેશ પટેલ એ વાત કરતા 10 કરોડની લોનનું ઓછામાં ઓછો વ્યાજ મંજૂર થઈ જશે તેવું જણાવ્યું હતું. લોન ના એગ્રીમેન્ટ માટે પાંચ લાખ આપવા પડશે અને ત્યારબાદ રૈયા ચોક પાસે આવેલ આર.કે આંગણીયા મારફતે 5,77,000 નું આંગણિયુ અમદાવાદ સાયન્સ સીટી અને બીજા દિવસે ₹50,000 નું આંગણીયુ કરાવેલ એમ કુલ 6,20,000નું કુરિયર કર્યું હતું. બે-ત્રણ દિવસ બાદ સુરેશભાઈએ કલકત્તા રૂૂબરૂૂ બોલાવ્યો હતા. સુરેશભાઈએ કહ્યું હતું કે બેંકના સાહેબોને મળવા ઈન હોલીડે હોટલ એ જવાનું છે તેના બીજા દિવસે સુરેશભાઈના મિત્ર વાસુદા અગ્રવાલ સાથે સુબોધ શર્મા અને સાજીદ અગ્રવાલ ને મિટિંગમાં બોલાવ્યા હતા.
જેમાં સુબોધ શર્માએ જણાવ્યું હતું કે લોન લેવી હોય તો પહેલા બે લાખનું એકાઉન્ટ ખોલવું પડશે અને 3 લાખનો ચાર્જ થશે એમ કુલ પાંચ લાખ તો થશે જ એકાઉન્ટ ખોલવા માટે આપે ત્યારે કેવાયસીને લગતી પ્રોસેસ બાદ એસ.બી.આઇ બેન્કની સહીવાળા બ્લેન્ક ચેક આપયા હતા. અને આ સાથે મોબાઇલમાં એક લીંક મારફત યુનિવર્સલ પીક ટેટ ગ્રુપ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી જેમાં એકાઉન્ટ ખોલેલ હતું. જેમાં બે લાખ જમા થયેલ હતા વાસુદા અગ્રવાલે વાતચીત દરમિયાન તમારા ખાતામાં 10 કરોડ જમા થશે કેવું જણાવ્યું હતું અને આ પ્રોસેસ પૂરી કરવા માટે પાંચ દિવસ જેટલો સમય લાગશે પાંચ ટકા કમિશન આપવું પડશે.
તેવી વાત દરમિયાન છુટા પડ્યા અને બીજે દિવસે વસંત અગ્રવાલ એ વાતચીત દરમિયાન જણાવી હતું કે રૂૂપિયા ત્રણ લાખની લોન મંજુર કરવાના ખર્ચ પેટે આપેલા હતા. થોડા દિવસો બાદ સુરેશભાઈ જણાવ્યું હતું કે 6,20,000 સાહેબોને આપવા પડશે. આ સાંભળીને રાજકોટ ખાતે આવી ગયા હતા ત્યારે બેલેન્સ ચેક કરતા મોબાઇલ એપ્લિકેશનમાં 10 કરોડ રૂૂપિયાનું બેલેન્સ બતાવ્યું હતું જે પૈસા ભરવાની પ્રોસેસ દરમિયાન સુરજભાઈને ફોન કર્યા બાદ જણાવ્યું કે 10 કરોડ જમા થઈ ગયેલ છે. પરંતુ ઉપાડવા માટે લોન મંજૂર કરવા માટે 6,20,000 આપવાના થશે. તેથી રાજકોટ આર કે આંગડિયા ખાતે 6,20,000નું સુરેશભાઈ પટેલને સાયન્સ સિટી અમદાવાદ ખાતે સુરેશભાઈનું કુરિયર કરાવેલ હતું અને કહ્યું કે તમે પૈસા ઉપાડી શકશો તેમ કહી મોબાઇલ પણ સ્વીચ ઓફ કરી દીધેલ. આમ કટકે કટકે ચીરાગપરી સાથે 6 શખ્શોએ રૂૂ. 21 લાખ પડાવી ઠગાઈ કરી હોવાની રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં આરોપીઓ તરીકે જેમાં હિરેનપરી ઉર્ફે સની સુરેશભાઈ ગોસ્વામી (રહે. ભાવનગર), સુરજ પટેલ (રહે. અમદાવાદ) કોલકત્તાનો સુબોધ શર્મા, સજિંદા અગ્રવાલ (રહે. કોલકત્તા) શંકર ચક્રવતી (રહે.કલકત્તા)નો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ શખ્શોની શોધખોળ આદરી છે.