નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં ગુજરાતમાંથી ૧૨ લાખ કરોડની નિકાસ થઇ

0
293

ગુજરાતીઓ કોઇપણ પરિસ્થિતિમાં વેપાર કરી લે છે. લોકડાઉનના સમયમાં જ્યારે આખી દુનિયામાં વેપાર- ઉદ્યોગ બંધ હતા અને પોતાનો સમય ક્યાં અને કેવી રીતે પસાર કરવો તેની મથામણમાં હતા. ત્યારે એક માત્ર ગુજરાતીઓ એવા હતા કે જેને નવરાશની પળમાં વેપાર વધારવા માટે સમયમાં રોકાણ કર્યું. જેમાં પીપીઈ કીટ બનાવી, માસ્ક બનાવવાનું મશીન બનાવી ઘરઆંગણે માસ્ક બનાવ્યા, મશીનરી માટે અગાઉ ચાઈના પર આધારિત હતા તેનું અહીં જ ઉત્પાદન શરૂ કર્યુ.
આ મહેનતના ફળ બે વર્ષ બાદ મળ્યા છે. ડીજીએફટીના આંકડા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં ગુજરાતમાંથી ૧૨ લાખ કરોડની નિકાસ થઇ છે. જે ૨૦૨૧-૨૦૨૨માં રૂ. ૯.૪૫ લાખ કરોડ હતી. ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાના જણાવ્યાનુસાર ગુજરાતમાંથી જે નિકાસ થઈ છે તેમાંથી ૨૫ ટકા હિસ્સો સૌરાષ્ટ્રનો ગણી શકાય.
૨૦૨૧ થી ૨૦૨૩ની વાત કરીએ તો લોકડાઉન, રો- મટિરિયલ્સના ભાવ વધારો,મજૂરોની અછત સહિતના પડકારો વચ્ચે પણ સિધ્ધિ પ્રાપ્ત કરી છે. આગામી વર્ષમાં ૫ ગણો વધારો થવાની સંભાવના છે. બ્રિજેશ દૂધાગરા, પૂર્વ ઉપપ્રમુખ, રાજકોટ એન્જિનિયરિંગ એસો.