ટેકસ રીકવરી સેલ દ્વારા બાકીદારોની 12 દુકાનો હરાજીમાં મૂકાઇ 

0
322

ટેકસ રીકવરી સેલ દ્વારા બાકીદારોની 12 દુકાનો હરાજીમાં મૂકાઇ 

રાજકોટ મહાપાલિકાને ચાલુ નાણાકીય વર્ષમાં એડવાન્સ વેરાની વિક્રમી આવક થઇ ગઇ છે ત્યારે ટેકસ રીકવરી સેલ દ્વારા વર્ષો જુના બાકીદારોની મિલ્કતો હરાજીમાં મૂકવાનું લીસ્ટ તૈયાર કરી લેવાયું છે. 12 પ્રોપર્ટી સાથેની યાદી કમિશ્નરના ટેબલ પર મૂકવામાં આવી છે. ટેકસ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષના 340 કરોડના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં આ સમયગાળાની વિક્રમી 185 કરોડની આવક થઇ ગઇ છે.

તો હવે નાણાકીય વર્ષના બાકીના 8 માસ કડક ઉઘરાણી માટે બચ્યા છે. તેનો પુરેપુરો ઉપયોગ કરવામાં આવશે. અત્યારથી જ કડક પગલા માટે તૈયારી છે. ઓકટોબરમાં બધા બાકીદારોને બીલ મોકલવા સાથે 18 ટકા જેવું તોતીંગ વ્યાજ પણ રાબેતા મુજબ શરૂ થઇ જશે. હાલ વોર્ડ નં.7માં આવેલી 12 મિલ્કત હરાજીમાં મુકવા કમિશનર પાસે મંજૂરી મંગાઇ છે. જોકે એક લાખથી 4 લાખ સુધીના બાકીદારોની પ્રોપર્ટીની હરાજી અગાઉના અનુભવ ધ્યાને લેતા સરળ નથી છતાં આ કાર્યવાહીથી નાણા છુટા થવા આશા છે.

ગોંડલ રોડ પર અજંતા કોમ્પ્લેક્ષમાં અજંતા ડેવલપર, રાજેશ્રી ટોકીઝ બાજુમાં વિનાયકા કોમ્પ્લેક્ષમાં જલ્પાબેન રૈયાણી અને પૂર્વીબેન પિયુષભાઇની માલીકીની ત્રણ ઓફિસ, જવાહર રોડ પર ઓપેરા ટાવરમાં દિક અશોકકુમાર પટેલ, હરીઓમ ડેવલોપર્સ, શાસ્ત્રી મેદાન સામે આલાપ-બીમાં છાયાબેન માણેકની ઓફિસ સામેલ છે. મહિલા કોલેજ ચોકમાં કોસ્મો કોમ્પ્લેક્ષમાં ચૈતન્ય ઇન્ફ્રા. અજયભાઇ બગડાઇના નામની ઓફિસ, પ્રમુખસ્વામી આર્કેડમાં અનસુયાબેન વોરા, અક્ષર રીયાલીટીસની ચાર ઓફિસ પણ આ લીસ્ટમાં સામેલ છે જેને કમિશનર મંજૂરી આપે એટલે હરાજીમાં મૂકવામાં આવશે.