30 માસમાં કામગીરી પૂર્ણ કરવા તાકીદ : તમામ 67 દરખાસ્તો પર મંજુરી મ્હોર : આગામી 10 વર્ષની ટ્રાફીક સમસ્યાને ધ્યાને લઈ લેવાયો નિર્ણય
રાજકોટ, તા. 7
રાજકોટ મહાનગરપાલિકા ખાતે ગઈકાલે સ્ટેન્ડિંગ બેઠક મળી હતી જેમાં કુલ 67 દરખાસ્તોને સર્વનું મતે બહાલી આપવામાં આવી હતી અને 216 કરોડના વિકાસ કામોને લીલી ઝંડી આપવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો હતો. મહત્વનું એ છે કે વોર્ડ 11 માં આવેલા કટારીયા ચોકડી પાસે 167 કરોડના ખર્ચે અંડર બ્રિજ તથા કેબલ ફ્લાવર બ્રિજ બનાવવા સહિતના અન્ય વિકાસ કામોને મહાનગરપાલિકાએ મંજૂરી આપી છે. મહાનગરપાલિકાના સંપર્ક સૂત્રોના જણાવ્યા અનુસાર આવતા દસ વર્ષની ટ્રાફિકની સમસ્યા ને ધ્યાને લઈ ખાસ આ બ્રિજ પ્રોજેક્ટને મંજૂર કરવામાં આવ્યો હોવાનું પણ જાણવામાં આવ્યું છે.
ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 67 દરખાસ્તો હતી જેમાં કટારીયા ચોક બ્રિજના કામને 30 માસમાં પૂર્ણ કરવા ચર્ચા થઈ સાથો સાથ આ બ્રિજ બનવાથી બે લાખ જેટલા વાહન ચાલકોને સીધો જ લાભ થશે બીજી તરફ ઓવરબ્રિજ અને અંડર બ્રિજના 124 કરોડના ટેન્ડર સામે 14% ઓન એટલે કે 141 કરોડના ભાવની ઓફર સાથેની દરખાસ્ત કમિશનરે મોકલી હતી મળતી માહિતી મુજબ 18% જીએસટી સાથે 25 કરોડનો ટેક્સ ગણિત કુલ 100 67 કરોડનું ખર્ચ થાય છે જ્યારે મૂળ અંદાજ કરતા 17.73 કરોડનો ખર્ચ ફોનમાં મંજૂર થયો છે. મહાનગરપાલિકાના સંપર્ક સૂત્રોએ જણાવ્યું હતું કે આ કાર્ય માટે કુલ ચાર એજન્સી ના ભાવ આવ્યા હતા તેમાં ગાવર ક્ધસ્ટ્રક્શન લિમિટેડ અને બેકબોન ક્ધસ્ટ્રક્શનના જોઈન્ટરના ભાવ સૌથી નીચે હતા એટલું જ નહીં ટેન્ડરની શરત મુજબ જીએસટી અલગથી ચૂકવવાનો હોય છે જેની મંજૂરી મળતાની સાથે જ આ દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી.
વોર્ડ નંબર 8 માં કાલાવડ રોડ પર કે કેવી ચોક ના મલ્ટી લેવલ બ્રિજ નીચે પરિમલ સ્કૂલ સામે વિવિધ સ્પોર્ટ સુવિધા ઉભી કરવા માટેનું ખાસ આયોજન કરવામાં આવેલું છે ત્યારે બ્રિજના નીચેના ભાગમાં ઇન્ડોર ગેમ્સ, બોક્સ ક્રિકેટ, પીકલ બોલ, તથા સ્કેટિંગ જેવી સુવિધા ઉભી કરવા દરખાસ્ત મુકવામાં આવી હતી જેને ધ્યાને લઈ મહાનગરપાલિકાએ આ યોજનાને પણ મંજૂરી આપી છે. લાઇબ્રેરી માટે મેગેઝીન અને પેપર રમકડા સહિતની વસ્તુ ખરીદવા માટે કુલ 58 લાખનો અંદાજિત ખર્ચ પણ મંજૂર કર્યો છે. જે વિગતો સામે આવી રહી છે તેને ધ્યાને લઈ ગઈકાલની બેઠકમાં આશરે 23 કરોડના રસ્તા ના કામ, પાંચ કરોડના પેવિંગ બ્લોકના કામ, 4.35 કરોડના ડ્રેનેજના કામ, નવ કરોડના મશ પાઇપલાઇન ના કામ 1.19 કરોડના સીસી કામ. પરિમલ સ્કૂલ સામે બનનાર સ્પોર્ટ એક્ટિવિટી માટે 1.88 કરોડના વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા છે.
જાગનાથ અને ભગવતી પરામાં બદલાશે પાણીની લાઈન
ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ બેઠકમાં મશ પાઇપ લાઇન, પેવિંગ બ્લોક, રસ્તાના કામ, સીસી કામ સહિત 43.18 કરોડના તમામ કામોને મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં પાણીની નવી મશ પાઇપલાઇનને પાથરવા તથા ભગવતી પરામાં સીસી રોડ બનાવવા માટે દરખાસ્તો આવી હતી એટલું જ નહીં શહેરના અલગ અલગ વોર્ડમાં પણ નવા રોડના કામો ને મંજૂર કરવામાં આવ્યા છે અને આશરે આ અંગે કુલ 17 દરખાસ્તમાં તમામ કામોને મંજૂર કરી પાંચ કરોડ જેટલો માર્ગ ખર્ચને પણ લીલી ઝંડી આપવામાં આવી છે.