ભુપેન્દ્ર પટેલ સરકારનું 2.O બજેટ

0
431

બજેટના કાદમાં 10 થી ૨૦ ટકાનો વધારો,સૌથી વધુ શિક્ષણ વિભાગ માટે કુલ ૪૩,૬૫૧ કરોડ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૧૫,૧૮૨ કરોડની જોગવાઈ, cng અને png ના વેટમાં 10 ટકાનો ઘટાડો થયો

ગઈકાલે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે . ભુપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજી વખત નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કર્યું છે. ત્યારે કોરોના સમયે પણ રાજ્ય સરકારે બે વખત પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. આરોગ્ય ક્ષેત્રે અનેકગણો ખર્ચ થયો હોવા છતાં સરકારે પ્રજા પર કરવેરાનો બોજ લાદ્યો ન હતો . તે સમયે ભૂપેન્દ્ર પટેલની સરકારના બેજટ પર સૌ કોઈની નજર હતી. ત્યારે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર છે. અમૃતકાળનું બજેટ ગુજરાતના ગ્રોથનું એન્જિન 5 પિલર્સ પર આધારિત છે. તેમાં પણ માત્ર 3 સેક્ટરમાં અધધધ.. 85 હજાર કરોડની ફાળવણી કરાઈ છે.

વધુમાં જાણીએ કે ક્યાં વિભાગમાં કેટલા કરોડની ફાળવણી કરવામાં આવી છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹ ૫૫૮૦ કરોડની જોગવાઇ

રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃધ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજીત ૧૧ લાખ લાભાર્થીઓને માસિક પેન્‍શન આપવા ₹૧૩૪૦ કરોડની જોગવાઇ.

રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્‍શન યોજના, સંત સૂરદાસ દિવ્યાંગ પેન્‍શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્‍શન આપવા માટે ₹૫૮ કરોડની જોગવાઇ.

બૌધ્ધિક અસર્મથતા ધરાવતા (મનો દિવ્યાંગ) વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના હેઠળ અંદાજે ૫૦ હજાર લાભાર્થીઓ માટે ₹૬૦ કરોડની જોગવાઇ.

દિવ્યાંગજનોને સાધન સહાય તથા એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ આપવા ₹૫૨ કરોડની જોગવાઈ.

પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકો માટે માસિક સહાય આપવા માટે ₹૭૩ કરોડની જોગવાઇ

પાલક માતા-પિતા અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેતી દીકરીઓના લગ્ન સમયે ₹૨ લાખની સહાય આપવા માટે ₹૨૦ કરોડની જોગવાઇ.

સંકટમોચન યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળનાં કુટુંબનાં મુખ્ય કમાનાર વ્યકિતના દુ:ખદ અવસાનથી આવી પડેલ મુશ્કેલભરી પરિસ્થિતિમાં કુટુંબને સહાય માટે ₹૨૦ કરોડની જોગવાઇ.

અનુસૂચિત જાતિ માટે ડૉ.સવિતા આંબેડકર આંતર જ્ઞાતિય લગ્‍ન સહાય યોજનામાં ₹૨.૫ લાખ સહાય આપવા માટે ₹૨૦ કરોડની જોગવાઇ.

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ સહાય માટે ₹૫૪ કરોડની જોગવાઇ.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ ₹૭ કરોડની જોગવાઇ.

સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના હેઠળ ₹૧૦ કરોડની જોગવાઇ.

પી.એમ. યશસ્વી પ્રિ.મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત અંદાજે ૧૦ લાખ વિકસતી જાતિના વિધાર્થીઓને ₹૪ હજાર થી ₹૨૦ હજાર સુધીની શિષ્યવૃત્તિ આપવા માટે ₹૫૬૨ કરોડની જોગવાઇ.

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા અંદાજે ૪૦ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે ₹૩૭૬ કરોડની જોગવાઇ.

અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે ૩૭ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹૩૩૪ કરોડની જોગવાઇ.

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્‍ટ-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે ૧ લાખ ૧૦ હજાર વિધાર્થીઓને નિભાવ ભથ્થાં પેટે ₹૩૨૪ કરોડની જોગવાઈ.

અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના અંદાજે ૬૦૦ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવા માટે ₹૮૪ કરોડની જોગવાઇ.

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં વિધાર્થીઓને ભોજન બિલ પેટે સહાય માટે ₹૨૧ કરોડની જોગવાઇ.

ધોરણ ૯ માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે
૨ લાખ વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સાઇકલ આપવા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ₹૭૫ કરોડની જોગવાઇ.

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના મેડિકલ અને એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને સાધન ખરીદવા સહાય આપવા ₹૨ કરોડની જોગવાઇ.

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિક્ષણના દરેક સ્તરે શિષ્યવૃત્તિ આપવા માટે
₹૧ કરોડની જોગવાઇ.

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના પી.એચ.ડી. જેવા ઉચ્ચ અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સહાય આપવા ₹૧ કરોડની જોગવાઇ.
આર્થિક ઉત્કર્ષ

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે અને યુવાનોને સ્વરોજગારી માટે અમલમાં મૂકાયેલ વિવિધ યોજનાઓ માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ.

અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને દિવ્યાંગોના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ માટે સરકારે ૯ જેટલા ખાસ નિગમોની રચના કરી છે. જેના મારફત લાભાર્થીઓને લોન આપવા માટે ₹૧૬૬ કરોડની જોગવાઇ.

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે સાધનો પૂરા પાડવા ₹૫૬ કરોડની જોગવાઈ.
અન્ય

આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ આવાસ યોજના માટે
₹૨૨૨ કરોડની જોગવાઇ.

છોટાઉદેપુર, મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં ડૉ.આંબેડકર ભવન બાંધવા માટે ₹૫ કરોડની જોગવાઈ.

વિવિધ જિલ્લાઓમાં ચિલ્ડ્રન હોમ બનાવવા માટે ₹૮ કરોડની જોગવાઇ.

આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૩૪૧૦ કરોડની જોગવાઇ

આદિમજુથો અને હળપતિઓ માટેની મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અંતર્ગત આવાસ, રસ્તાઓ, વીજળી, આર્થિક ઉપાર્જન, આરોગ્ય વગેરે સગવડો માટે `૧૩૪ કરોડની જોગવાઈ.

અનુસૂચિત જનજાતિના લોકોને આપવામાં આવતી વ્યક્તિગત આવાસ સહાય યોજના માટે `૬૪ કરોડની જોગવાઇ.

ટી.બી., કેન્સર, રકતપિત્ત અને સિકલસેલ એનિમીયા જેવા રોગોથી ગ્રસ્ત વ્યકિતઓ માટે આર્થિક સહાય યોજના હેઠળ `૧૧ કરોડની જોગવાઈ.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹ ૨૫૩૮ કરોડની જોગવાઇ

શિક્ષણ વિભાગ માટે કુલ ₹૪૩,૬૫૧ કરોડની જોગવાઇ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ `૧૫,૧૮૨ કરોડની જોગવાઈ

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૬૦૬૪ કરોડની જોગવાઇ

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ₹૨૧૬૫ કરોડની જોગવાઇ

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ ₹૫૬૮ કરોડની જોગવાઇ

રમતગમત ક્ષેત્રે `૩૨૦ કરોડની જોગવાઇ

પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે `૫૫ કરોડની જોગવાઇ

ગ્રંથાલય અને અભિલેખાગારો માટે `૯૬ કરોડની જોગવાઇ

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹૧૦,૭૪૩ કરોડની જોગવાઇ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹૧૯,૬૮૫ કરોડની જોગવાઇ

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹૮૭૩૮ કરોડની જોગવાઇ

માર્ગ અને મકાન વિભાગ માટે કુલ `૨૦,૬૪૨ કરોડની જોગવાઈ

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹૩૫૧૪ કરોડની જોગવાઇ

જળસંપત્તિ પ્રભાગ માટે ₹૯૭૦૫ કરોડની જોગવાઇ

પાણી પુરવઠા પ્રભાગ માટે ₹૬૦૦૦ કરોડની જોગવાઇ

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹૨૧૯૩ કરોડની જોગવાઇ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹૨૧,૬૦૫ કરોડની જોગવાઇ

ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹૮૫૮૯ કરોડની જોગવાઇ

પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે `૨૦૭૭ કરોડની જોગવાઇ

વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹૨૦૬૩ કરોડની જોગવાઇ

સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹૧૯૮૦ કરોડની જોગવાઇ

મહેસૂલ વિભાગ માટે કુલ ₹૫૧૪૦ કરોડની જોગવાઇ

ગૃહ વિભાગ માટે કુલ ₹૮૫૭૪ કરોડની જોગવાઇ

ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ `૯૩૭ કરોડની જોગવાઇ

માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹૨૫૭ કરોડની જોગવાઇ