રાજકોટ જિલ્લાનાં 21 ગામો પાણીના ટેન્કરોના સહારે

0
196

રાજકોટ જિલ્લાનાં 21 ગામો પાણીના ટેન્કરોના સહારે

ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજકોટ જિલ્લામાં કુવા-ડંકીઓનાં ડારોમાં પાણીના તળો ડૂકી જતાં વધુ આઠ જેટલાં ગામોમાં પાણીનો બોકાસો બોલી જવા પામેલ છે. જેની સાથે જિલ્લાના 21 ગામો પાણીના ટેન્કરોના સહારે આવી ગયા છે. આ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વધતી જતી હાડમારીના પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર ટેન્કરોના 113 ફેરા મારફતે રોજીંદુ લાખો લીટર પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જેમાં 5000 લીટર ટેન્કરોનાં 66 ફેરા, 10, 000 લીટર ટેન્કરોનાં 42 ફેરા અને 20, 000 લીટર પાણીના 5 ફેરા દ્વારા જિલ્લાનાં 21 ગામોમાં રોજીંદુ લાખો લીટર પાણી વહીવટી તંત્ર પહોંચાડી રહ્યું છે. જેમાં રાજકોટ તાલુકામાં 15, વિંછીયા, જસદણ તાલુકામાં 1-1, લોધીકા તાલુકામાં 4 ગામોને ટેન્કરો મારફત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.