ટ્રાફિક બ્રાંચે પંદર દિવસ દરમિયાન પાંચસો જેટલા આવા બૂલેટ ડિટેઇન કર્યા હતાં: કોર્ટની મંજુરી બાદ કાર્યવાહી
રાજકોટ: શહેરમાં અનેક એવા ટુવ્હીલર ચાલકો ખાસ કરીને બૂલેટ ચાલકો છે જે પોતાના બૂલેટમાં ઓરીજીનલ સાયલેન્સર કાઢી મોટો અવાજ કરતું મોડીફાઇ કરેલુ સાયલેન્સર ફીટ કરી અવાજનું પ્રદુષણ ફેલાવતાં હોય છે.
આવા બૂલેટ ચાલકોને શોધી કાઢવાની ઝુંબેશ ટ્રાફિક બ્રાંચે આરદી હતી અને પંદર દિવસમાં આવા આશરે પાંચસો બૂલેટ ડીટેઇન કર્યા હતાં. આ બૂલેટમાંથી 397 બૂલેટના મોડીફાઇ સાયલેન્સર કાઢીને તેના પર બૂલડોઝર ફેરવી બૂકડો બોલાવી દેવાયા હતાં.
વિગતો જોઇએ તો શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા પંદર દિવસ દરમિયાન સતત ડ્રાઇવ યોજીને બૂલેટમાં મોડીફાઇડ સાયલેન્સર લગાવાયા હોઇ તેવા ચારસો સત્તાણુ બૂલેટ ડીટેઇન કર્યા હતાં. આ પૈકી સાડા ત્રણસો બૂલેટમાંથી સાયલેન્સરો કઢાવીને તેના પર રોડરોલર ફેરવી દેવામાં આવ્યા હતાં.
છેલ્લા પખવાડીયાથી ટ્રાફિક બ્રાંચે મોડર્ડીફાઈડ ડિટેઈન કર્યા છે. જેના તમામ મોડીફાઈડ કરેલા સાયલેન્સરો સાયલેન્સર ધરાવતાં બુલેટ સામે ઝુંબેશ આદરી બુલેટ ડિટેઈન કર્યા હતાં. જેના તમામ મોડીફાઈડ કરેલા સાયલેન્સરો ઉપર બૂલડોઝર ફેરવી દેવાયુ હતું. કોઈપણ વાહનચાલક કે માલિક પોતાના વાહનમાં મોડીફાઈડ કરેલા સાયલેન્સરો ફિટ કરાવી શકાતા નથી, આમ છતાં ખાસ કરીને બૂલેટમાં મોડીફાઈડ સાયલેન્સરો ફિટ કરાવાય છે. આવા સાયલેન્સર ધરાવતાં વાહનો શોધી કાઢવા પંદર દિવસથી ટ્રાફિક બ્રાંચે ઝુંબેશ શરૂ કરી હતી.
જે અંતર્ગત 497 બુલેટ ડિટેઈન કર્યા હતાં. જેમાંથી 350 જેટલા બુલેટ ચાલકોએ ટ્રાફિક બ્રાંચનો સંપર્ક કરતાં તમામને ઓરીજીનલ સાયલેન્સર નખાવવા સૂચના આપી હતી. એટલું જ નહીં કોર્ટનો હુકમ લઈ આ તમામના મોડીફાઈડ સાયલેન્સર કબ્જે કર્યા હતાં. અવાજનું પ્રદુષણ ફેલાવતાં આવા સાયલેન્સરો ઉપર જેમ જપ્ત થયેલા ગેરકાયદે દારૂના જથ્થા ઉપર રોડરોલર ફેરવવામાં આવે છે એવી જ રીતે આજે ટ્રાફિક બ્રાંચના શિતલ પાર્ક ટોઇંગ સ્ટેશન ખાતે રોડરોલર ફેરવવામાં આવ્યા હતાં.
બાકીના બૂલેટ ચાલકોએ હજુ ટ્રાફિક પોલીસનો સંપર્ક કર્યો નથી.
રોડરોલર ફેરવવાની કામગીરીના દ્રશ્યો અને તે વખતે હાજર રહેલા ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઇ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.