38મી સબ જુનીયર નેશનલ એકવેટીક ચેમ્પિયનશીપ-2022નું સમાપન:10 ગોલ્ડ મેડલ સાથે મહારાષ્ટ્ર પ્રથમ રહ્યું

0
2297

38મી સબ જુનીયર નેશનલ એકવેટીક ચેમ્પિયનશીપ-2022નું સમાપન:10 ગોલ્ડ મેડલ સાથે મહારાષ્ટ્ર પ્રથમ રહ્યું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ ખાતે રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસો. અને ગુજરાત સ્ટેટ એકવેટીક એસો.નાં સંયુકત ઉપક્રમે મનપા સંચાલિત સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર ખાતે 38મી સબ જુનીયર નેશનલ એકવેટીક ચેમ્પિયનશીપ-2022નો સમાપન સમારોહ સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ તથા ઉદ્યોગપતિઓ, આમંત્રિતોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.

ત્રિદિવસીય 38મી સબ જુનીયર એકવેટીક ચેમ્પિયનશીપમાં 28 રાજયોનાં 324 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં 10 ગોલ્ડ મેડલ સાથે મહારાષ્ટ્ર પ્રથમ રહ્યું હતું અલગ અલગ રાજયોની કેટેગરી 26 યુનિટમાં 250 સ્વીમર્સ અને 90 ડાઇવરોએ ભાગ લીધો હતો. જેમાં બોયઝમાં ઇશાન ઘોષ અને મણીપુરમાં લલીતોન્જામ લાન્ચેતબા સૌથી વધુ 4 ગોલ્ડ મેડલ 1 સિલ્વર મેડલ મેળવી બેસ્ટ સ્વીમર જાહેર થયા હતા. કર્ણાટકના શ્રીધર શરણે 400 મીટર ફ્રી સ્ટાઇલમાં નવો રેકર્ડ પ્રસ્થાપિત કર્યો હતો. કર્ણાટક-મહારાષ્ટ્રની ટીમ ચેમ્પિયન બની હતી.

સમાપન સમારોહમાં સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ડે.મેયર દર્શિતાબેન શાહ, ઉદ્યોગપતિઓના હસ્તે સ્પર્ધકોને મેડલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાપર વેરાવળ ઇન્ડ. એસો. ચેરમેન રમેશભાઇ ટીલાળા, ફાલ્કન ગ્રુપના ડાયરેકટર કમલનયનભાઇ સોજીત્રા, રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વીમીંગ એસો.ના પ્રમુ અને પૂર્વ મંત્રી ઉમેશભાઇ રાજયગુરૂ, ગુજરાત સ્ટેટ એકવેટીક એસો.ના સેક્રેટરી વિરેન્દ્રભાઇ નાણાવટી, સ્વીમીંગ ફેડરેશન ઓફ ઇન્ડીયાના સેક્રેટરી મોનલભાઇ ચોકસી, કમલેશભાઇ નાણાવટી, એસો.ના સેક્રેટરી બંકિમ જોષી, ઉપપ્રમુખ પ્રકાશભાઇ કલોલા, ખજાની દિનેશ હપાણી, કોચ સાગર કકકડ, નીલેશભાઇ રાજયગુરૂ, મૌલિક કોટીચા વિ. ઉપસ્થિત રહ્યા હતા.