ભુજના નાના વરનોરાના મદરેસામાંથી બે બાળકો ભેદી સંજોગોમાં ગૂમ

પોલીસે અપહરણની અજાણ્યા શખ્શો સામે નોંધ્યો ગુન્હો

રાજકોટ મિરર, તા.13
ભુજના નાના વરનોરાના મદરેસામાંથી ભેદી સંજોગોમાં ગૂમ થયેલા બે બાળકોની ઘટના બાદ પોલીસે અજાણ્યા શખ્શો સામે અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના નાના વરનોરાના મદરેસામાં અભ્યાસ કરતા ભુજના બે કિશોર ગુમ થતાં વાલીએ અપહરણની ફરિયાદ નોંધાવી છે. આ અંગે માધાપર પોલીસ મથકે ભુજમાં રહેતા સલીમ દાઉદભાઇ કુંભારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો 15 વર્ષનો દીકરો હરસાન નાના વરનોરાના જામિયા મોહંમદમિયા સલ્ફીયા મદ્રેસામાં અભ્યાસ કરે છે.
ગત તા. 9/11ના બપોરથી તે તથા તેની સાથે અભ્યાસ કરતો ભુજનો 14 વર્ષીય કિશોર ઇરફાન ગુમ થતાં બે દિવસ પૂર્વે ગુમનોંધ નોંધાવી હતી, જેનો કોઇ અતોપત્તો ન મળતાં પોલીસે કોર્ટની માર્ગદર્શિકા મુજબ કોઇ અજાણ્યા ઇસમે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ આદરી છે. આ બંને કિશોરની કોઇને જાણ થાય તો માધાપર પોલીસ મથક અથવા વાલીના મો.નં. 99256 25277, 97265 22738નો સંપર્ક કરવા વાલીએ અનુરોધ કર્યો છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:15 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech