લાખોની ચોરીઓની ઘટનાઓ વચ્ચે પોલીસે એવુ ડિટેક્શન કર્યુ કે વાહવાહી થઇ

યુવાને લાખોની ચોરી કરી મુદ્દામાલ છુપાવી માથે ચણતર કર્યુ!

બનેવીએ એક્ટીવા ખરીદવા પૈસા ન દેતાં સાળાએ તેના મકાનમાં ત્રાટકી સોળ લાખની માલમત્તા ચોરી લીધી હતી: દાગીના દિવાલના ખાંચામાં છુપાવી માથે વ્હાઇટ સિમેન્ટ ચોપડી દીધી હતી: રીઢા ચોર જ સામેલ છે એવુ દેખાડવા પાછળના દરવાજાનું તાળુ પણ તોડ્યું હતું

દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર તા.14
રાજકોટ: સાળા-બનેવી વચ્ચે આમ તો મિત્રતાના સંબંધ હોય છે, પરંતુ ઘણીવાર આ બંને વચ્ચે કોઇ વાતે ડખ્ખો થઇ જાય તો વાત વણસી જતી હોય છે. એક કિસ્સામાં મંદિરના પૂજારીના ઘરમાં લાખોની ચોરી થઇ હતી. પોલીસે મહેનત કરી આ ગુનાનો ભેદ ઉકેલતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કારણ કે આ ચોરી પૂજારીના સાળાએ જ કરી હતી. સાળાએ બનેવી પાસે એક્ટીવા લેવા માટે નાણા માંગ્યા હતાં. પરંતુ બનેવીએ ના પાડતાં તે ગીન્નાયો હતો અને સોળ લાખની રોકડ-દાગીનાની માલમત્તા ચોરી લીધી હતી. આ મુદ્દામાલ દિવાલ નીચે ખાંચામાં છુપાવી માથે વ્હાઇટ સિમેન્ટથી ચણતર કરી લીધુ હતું! જો કે પોલીસે આ કારીગીરી ઉઘાડી પાડી દીધી હતી અને તેને પકડી લઇ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વિગતો પર નજર કરીએ તો ઉમરા વિસ્તારમાં થયેલી પૂજારીના ઘરે વિઝિટેશન ચોરીની ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાંચે ફરિયાદીના જ સગા સાળાની ધરપકડ કરી છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિઝિટેશન ઘરફોડ ચોરીના ગુનામાં ગણતરીના કલાકોમાં ફરિયાદીના સગા સાળાને ઝડપી પાડી કુલ વજન 249,78 ગ્રામ, કુલ કિંમત રૂપિયા 16,22,960 મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સાળાએ બેડરૂમની અભરાઇની નીચેની દિવાલે આવેલા ખાંચામાં દાગીના મુકી ઉપર વ્હાઈટ સિમેન્ટ લગાડી ચણતર કરી લીધેલ. આ બનારામાં પોલીસે એકસઠ વર્ષના અમૃતભાઈ ડાહ્યાભાઈ ભંડારીની ફરિયાદ લીધી હતી. તેઓ પૂજારી છે.
એક દિવસ તેઓ તથા પરીવારના સભ્યો સાથે પાલીતાણા અને વિરપુર મુકામે દર્શનાર્થે ગયેલ હતા. ફરિયાદીના ઘરના પાછળના વાડાના ભાગે આવેલ લોખંડના દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં મુકેલ રોકડા રૂપિયા 51,000 તથા સોનાના આશરે 137.5 ગ્રામના દાગીના જેની અંદાજીત કિંમત રૂપિયા 4,81,250 તેમજ સીસીટીવી કેમેરાના રેકોડિંગ માટે લગાવેલ ડીવીઆર સહિતની ચોરી થઇ ગયાની જાણ થઇ હતી. એફઆઇઆર દાખલ થઇ તપાસ શરૂ કરવામાં આવી હતી. એ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, આ ઘરફોડ ચોરીનો ગુનો ફરિયાદી અમૃતભાઈ ભંડારીના સગા સાળા જયકુમાર ભંડારીએ જ કરી છે. જે હકીક્ત આધારે પૂજારીના સાડત્રીસ વર્ષીય સાળા જયકુમાર સુરેશભાઇ ભંડારીને ક્રાઇમ બ્રાંચની ટીમે ઉઠાવી લીધો હતો.
તેની આકરી પાડી પૂછપરછ કરતા આરોપીએ ઘરફોડ ચોરીનો ગુનો પોતે આચરેલ હોવાની કબુલાત કરી હતી. આરોપી તેની સગી બહેન બનેવીના ઘરમાં જ ચોરીની ઘટનાને અંજામ શા માટે આપ્યો તે અંગે જ્યારે પોલીસે પૂછ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે, પોતાના બહેન બનેવી આર્થિક રીતે સધ્ધર છે અને બનેવી અમ્રુતભાઇ ભંડારીના વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા સાંઇબાબાના મંદિરમા પુજારી અને ટ્રસ્ટી તરીકે સેવા આપે છે જેને લઇને પોતાને મંદીરમાં સેવા કરવા માટે નોકરી ઉપર રાખેલ જેમાં માસીક રૂપિયા 5000 પગાર અને જમવા માટેનું માસિક રાશન પુરૂ પાડે છે.
આજથી ત્રણેક મહિના પહેલાં પોતે એક એક્ટિવા ખરીદ કરવું હતું જેના માટે રૂપિયા 20,000 ઓછા પડતા હતા, જે નાણા બહેન-બનેવી પાસે માંગણી કરતા તેઓએ આ રૂપિયા આપવાની ના પાડતા પોતાને મનોમન ખુબ જ દુ:ખ થયેલ હતું.
પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદીએ જણાવ્યું હતું કે આરોપીના બહેન-બનેવી પરીવારના સભ્યો સાથે પાલીતાણા અને વિરપુર દર્શનાર્થે ગયેલ હતા અને તેઓના ઘરમાં અને અગાશી ઉપર આવેલ ફુલ છોડમાં પાણી પાવા માટે મુખ્ય દરવાજાની ચાવી આરોપીને આપી ગયા અને ઘરના બીજા રૂમો બંધ હતા. તે દરમ્યાન પોતે ઘરમાં મુકેલ રોકડ અને દાગીનાઓ ચોરી કરવા માટેનું નક્કી કરી ઘરમાં કોઇ અજાણ્યો શખસ ચોરી કરી ગયો છે તેઓ આભાસ ઉભો થાય તે માટે ઘરના પાછળના વાડાના ભાગે આવેલ લોખંડના દરવાજાનુ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.
તેમજ ઘરના કબાટમાં મુકેલ રોકડ તેમજ દાગીના ચોરી કરી લીધેલ હતા અને આ ચોરી કરેલ સોનાના દાગીના પોતાના સુમન લીપી આવાસ ખાતે આવેલ મકાનમાં છુપાવેલ હોવાની કરેલ કબુલાત આધારે ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા આરોપીના ઘરે બેડરૂમની અભરાઇની નીચેની દિવાલે આવેલ ખાંચામાં દાગીના મુકી ઉપર વ્હાઈટ સીમેન્ટ લગાડી ચણતર કરી લીધેલ જે દિવાલ તોડી જુદા જુદા કુલ વજન 249.78 ગ્રામ, કુલ કિંમત 16,22,960 ની મત્તાના સોનાના ઘગીના રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે તેણે સીસીટીવીનું ડીવીઆર નદીમાં ફેંકી દીધુ હતું. પોલીસે સાળાની કારીગીરી ઉઘાડી પાડી તેને સાણસામાં લઇ મુદ્દામાલ પણ કબ્જે કરી લીધો હતો.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:30 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech