બળાત્કારનો પ્રયાસ કરનારા ડોસાના ગુપ્તાંગ પર છરી ઝીંકાઇ
વીસ વર્ષની યુવતિને તારુ કામ છે, મદદ કર ને કહી સાંઇઠ વર્ષના ભીખાડોસાએ ઘરમાં બોલાવી હડી કાઢી દરવાજો બંધ કરી દીધુ: નગ્ન થઇ ચાળા કરતાં યુવતિએ કર્યો સામનો: લોહીલુહાણ થઇ જતાં સારવારમાં ખસેડાયો: યુવતિની આબરૂ બચી ગઇ
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર તા.15
હલકટ દિમાગ ધરાવતાં લેભાગુ વિકૃત હવસખોરો ગમે ત્યારે પોત પ્રકાશી પોતાનો અસલી રંગ દેખાડતા હોય છે. સમાજની વચ્ચે જ રહેતાં આવા હવસખોરોને ઓળખવા પણ મુશ્કેલ હોય છે. અવાર-નવાર ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી રહે છે. તાજેતરમાં રાજકોટમાં એક વિકૃત ડોસાએ ભાડાની રૂમ બતાવવાના બહાને જે મહિલાને રૂમ ભાડે રાખવી હતી તેણીને બથ ભરી લઇ તું એગ્રી થઇ જા તો રૂમ તારા નામે કરી દઉ કહી ચાળા કર્યા હતા અને તેની માસુમ દિકરી સાથે પણ બિભત્સ હરકતો કરી હતી. ત્યાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સાંઇઠ વર્ષના બાપાએ વીસ વર્ષની યુવતિને મદદના બહાને પોતાના ઘરમાં બોલાવી દરવાજો બંધ કરી દઇ નગ્ન થઇ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. પણ યુવતિએ સમયસુચકતા વાપરી આ ડોસાના ગુપ્તાંગ પર છરી મારી દીધી હતી અને પોતાની આબરૂ બચાવી લીધી હતી.
આ ચોંકાવનારી ઘટનાની વિગતો જોઇએ તો ઘટના વડોદરાના પાદરા તાલુકાના એક ગામમાં બની છે. પરંતુ આ ઘટના હાલના સમયમાં હવસખોરો કેટલી હદ સુધી જઇ શકે છે અને કેવા કેવા સ્વરૂપે સામે આવતાં હોય છે તેની પ્રતિતી કરાવે છે. ગામમાં રહેતી વીસ વર્ષની યુવતીને મદદના બહાને પોતાના ઘેર બોલાવી સાંઇઠ વર્ષના વૃધ્ધ બળાત્કારનો પ્રયાસ કરતાં યુવતીએ પોતાની આબરૂ બચાવવા ધારદાર ચપ્પુ આ હવસખોર ડોસાના ગુપ્તાંગ પર મારી દઇ લોહીલુહાણ કરી નાંખ્યો હતો અને પોતે ભાગી છુટી હતી. આવી હાલતમાં ડોસો હોસ્પિટલમાં પહોંચતા તેના કરતુતોનો પર્દાફાશ થયો હતો.
પોલીસે જાહેર કરેલી વધુ માહિતી અનુસાર વીસ વર્ષની યુવતીએ ધોરણ બાર સુધી ભણેલી છે. સવારે ઘેરથી ભેંસોનું વાંસીદુ ભરીને ખેતરમાં નાંખવા માટે ગયા બાદ ત્યાંથી ત્રણ-ચાર ખેતર નજીક આવેલ તલાવડીની પાળે માટી લેવા માટે ગઇ હતી. દરમિયાન તલાવડીની પાળે સાંઇઠ વર્ષનો ભીખા મણીભાઈ ચૌહાણ ઘરની નજીક ઉભો હતો તેણે યુવતીને બોલાવી કહેલ કે તારુ કામ છે તુ મારા ઘરની અંદર આવ. યુવતી આ ડોસાને કંઇક મદદની જરૂર હશે તેમ સમજી સારા વિચાર સાથે તેની સાથે તેના ઘરની અંદર ગઇ હતી.
બીજા બનાવમાં સત્તર વર્ષની સગીરાને પ્રેમમાં ફસાવી લાલચ દઇ ઢગાનું દૂષ્કર્મ
પરંતુ ઘરમાં જતાં જ આ ડોસાએ વિકૃતની હદ વટાવી હતી અને તરતજ દોડીને દરવાજો બંધ કરી દીધો હતો. તેમજ યુવતિ કંઇ સમજે એ પહેલા પોતાના તમામ કપડા કાઢીને નગ્ન થઇ ગયો હતો. આવુ જોઇને યુવતિ ડઘાઇ ગઇ હતી. પણ તે કંઇ સમજે એ પહેલા આ ભીખાએ તેણીને પકડવા બળજબરી કરી હતી અને બળાત્કાર ગુજારવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ચપળ યુવતી ડોસાના હાથમાં આવી ન હતી અને તે ગભરાઇને છટકવા જતી હતી ત્યારે ઘરની અંદર પડેલું ધારદાર ચપ્પુ યુવતીના હાથમાં ગયું હતું. આ વખતે પણ ડોસાએ ઝપાઝપી ચાલુ રાખતાં યુવતિએ તેના ગુપ્તાંગ પર ચપ્પુ મારી દીધુ હતું.
ડોસો સંપુર્ણ નગ્ન હાલતમાં જ હોઇ તેના ગુપ્તાંગ ઉપરથી લોહી નીકળવા લાગ્યું હતું. ઝપાઝપીમાં ભીખાડોસાનો મોબાઇલ નીચે પડી જતા તે મોબાઇલ લઇને યુવતી ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળી બૂમાબૂમ કરી હતી. પરંતુ ઘટનાસ્થળે કોઈ હાજર ન હોય યુવતી રોડ પર પહોંચીને પોલીસને ફોન કરી પોતે હરસિધ્ધિ માતા મંદિરે જતી રહી હતી. ઉપરોક્ત વિગતો અંગેની ફરિયાદ વડુ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દૂષ્કર્મના બીજા એક બનાવમાં સગીરાને તેની પડોશમાં રહેતા યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ ફેરવી હતી. ત્યાર બાદ એક મહિના અગાઉ યુવકનો જન્મદિવસ હોવાથી યુવક સગીરાને રિવરફ્રન્ટ લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. ત્રણ દિવસ અગાઉ પણ યુવકે સગીરાને રાત્રે મળવા બોલાવી હતી અને પોતાના ઘરે લઈ જઈ ઘરમાં દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાની માતાએ યુવક વિરુદ્ધમાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ શરૂ કરી છે. માધુપુરામાં રહેતી સત્તર વર્ષની સગીરા તેના માસીના ઘરે ફરવા ગઈ હતી. ત્યાર બાદ રાત્રે તે સોડા લેવાનું કહીને અચાનક ગાયબ થઈ ગઈ હતી. બીજા દિવસે સવારે સગીરા ઘરે પરત કરી હતી, ત્યારે ઘરવાળાઓએ સગીરાની પૂછપરછ કરી ત્યારે પરિવારને ચોકવનારી વિગત જાણવા મળી હતી. વધુ માહિતી મુજબ સગીરાની નજીકમાં રહેતા ફૈઝલ કચ્છી નામના યુવક ખાતે છેલ્લા બે વર્ષથી વાતચીત થાય છે. ફૈઝલે અવારનવાર લગ્નની લાલચ આપીને સગીરાને અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જતો હતો. એક મહિના પહેલા જન્મદિવસ હોવાથી રિવરફ્રન્ટ પર આવેલા અટલબ્રિજ ઉપર સગીરાને ફરવા લઈ ગયો હતો અને સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા. ત્યાર બાદ એક દિવસે રાતના સમયે સગીરાને બહાર બોલાવી ફૈઝલ તેના ઘરે લઈ ગયો હતો અને સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. સગીરાએ આ અંગે પરિવારને જાણ કરતા પરિવારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફૈઝલ વિરૂદ્ધમાં પોસ્કોની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.
