વાહન અકસ્માતની ઘાત ત્રંબાના યુવાનને નડી: રાજકોટ આવતી વખતે કાળ ભેટી જતાં કલ્પાંત
મહિલાએ માધાપર ફાટકે ટ્રેન નીચે કપાઇ જિંદગી ટુંકાવી : કમળાની બિમારીથી 33 વર્ષના યુવાનને ભરખી જતાં પરિવારમાં શોક : બેભાન હાલતમાં આધેડનું જીવન સમાપ્ત
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર તા.16
વાહન અકસ્માત, આપઘાત અને બિમારી તથા બેભાન અવસ્થામાં વધુ ચાર લોકોના મૃત્યુ થયા હતાં. જેમા ત્રંબાથી ઇમિટેશનનો માલસામાન લેવા રાજકોટ આવી રહેલા આધેડનું બાઇક સ્લીપ થઇ જતાં મૃત્યુ થયું હતું. બીજા બનાવમાં મનહરપુરના મહિલા ઘરના સભ્યોને પુરીને માધાપર ફાટક પાસે જઇ ટ્રેન નીચે સુઇ જઇ કપાઇ ગયા હતાં. અન્ય બે બનાવમાં કમળાની બિમારીથી અને બેભાન થઇ જતાં યુવાન અને આધેડના મૃતયુ થયા હતાં.
ઘટનાની વિગતો પર નજર કરીએ તો ત્રંબા નજીક વિઠ્ઠલવાવ પાસે ચાર દિવસ પહેલા બાઇક સ્લીપ થઇ જતાં ત્રંબાના ઇમિટેશનના કારીગર યુવાનને ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન આજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. વિગતો પર નજર કરીએ તો ત્રંબા રહેતાં કિશોરભાઇ ધીરૂભાઇ મોરવાડીયા નામના યુવાન ગત બારમી તારીખે પોતાનું મોટરસાઇકલ હંકારી રાજકોટ તરફ આવી રહ્યા હતાં ત્યારે વિઠ્ઠલવાવ ગોૈશાળા નજીક ઠાકરધણી હોટેલ પાસે તેનું વાહન સ્લીપ થઇ ગયું હતું.
આ બનાવમાં તેમને જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં, અહિથી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ંઅકસ્માતમાં ભોગ બનેલા કિશોરભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. પોતે ઇમિટેશનનું કામ કરતાં હોઇ તેનો માલસામાન લેવા માટે રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
બીજા બનાવમાં જામનગર રોડ પર માધાપર નજીક મનહરપુર-1માં રહેતાં પિસ્તાલીસ વર્ષિય રામકેસરીબેન મુન્નાભાઇ પ્રજાપતિએ સવારે માધાપર ફાટકે ટ્રેન હેઠળ પડતું મુકી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની ગાંધીગ્રામ પોલીસમાંથી મળેલી વિગતો અનુસાર રામકેસરીબેન સવારે ઘરના સભ્યો સુતા હતાં ત્યારે બહારથી દરવાજો બંધ કરી નીકળી ગયા હતાં. પરિવાજનો જાગ્યા ત્યારે તેણી ઘરમાં ન દેખાતા અને દરવાજો પણ બંધ હોઇ પડોશીઓને જાણ કરતાં દરવાજો ખોલાયા હતો. પતિ, પુત્ર સહિતના લોકો રામકેસરીબેનને શોધવા નીકળ્યા હતાં.
એ દરમિયાન માધાપર ફાટક પાસે ટ્રાફિક ખુબ જામ થયો હોઇ અને એક બહેન ટ્રેનમાં કપાઇ ગયા છે તેવી વાતો થતી હોઇ પરિવારજનોએ ત્યાં જઇને જોતાં કપાઇ ગયેલા મહિલા રામકેસરીબેન હોવાનુ ખુલતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. આત્મહત્યા કરી લેનારા મહિલા અને તેનો પરિવાર મુળ ગ્વાલીયરના વતની છે. પણ વર્ષોથી રાજકોટ સ્થાયી થયા છે. તેણીના પતિ પાણીપુરીનો ધંધો કરે છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. માનસિક બિમારીથી કંટાળીને આ પગલુ ભરી લીધાનું ખુલ્યું હતું.
ત્રીજા બનાવમાં વાવડી એંસી ફુટ રોડ મટુકી રેસ્ટોરન્ટ નજીક વૃંદાવન પેલેસમાં રહેતો તેત્રીસ વર્ષનો મોૈલિકભાઇ બચુભાઇ મેંદપરા નામનો યુવાન સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મોૈલિકભાઇ બે ભાઇમાં નાના હતાં અને પાનની દૂકાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્રી છે. તેમને દિવાળી વખતે કમળો થઇ જતાં ખાનગી હોીસ્પટલમાં દાખલ થયા હતાં. બાદમાં રજા અપાતાં ઘરે હતાં. ફરી તબિયત બગડતાં હોસ્પિટલમાં ખસેડાયેલ પરંતુ અહિ મૃત્યુ થયુ હતું.
ચોથા બનાવમાં ચુનારાવાડ પાસે શિવાજીનગર-12માં રહેતાં સુડતાલીસ વર્ષના નિલેષભાઇ ઠાકરશીભાઇ સકોરીયા સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પણ અહિ મૃત્યુ થયું હતું. તેને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને બંગડીનું
