પાટણના હારીજ ખાતે જયા કિશોરીજીની શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન

શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના બીજા દિવસે મોટી શંખ્યામાં ભાવિ ભક્તો, રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા શ્રવણ,ચિંતન,બોલો કમ ત્રણ શબ્દો જીવનમાં ઉતારવા સનાતન ધર્મ જિજ્ઞાસા બતાતા હૈ: જયા કિશોરીજી

પાટણ, તા. 17
ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વખત પાટણ જિલ્લાના હારીજ ખાતે ખાતે જયા કિશોરીજી ના મુખે કથા નું રસપાન થઈ રહ્યું છે. ત્યારે આજે બીજા દિવસે ખુબ મોટી શંખ્યામાં ભાવિ ભક્તો સહીત રાજકીય આગેવાનો અને આજુબાજુ ની ધર્મ પ્રેમી જનતા મોટી શંખ્યામાં જોવા મળી હતી.હારીજ ખાતે જલિયાણ સ્કૂલ પરિસર ખાતે ઠક્કર ફરશુરામ ડાયાલાલ ,મિતેશભાઈ ઠકકર,શૈલેષભાઇ ઠકકર,નિલેશભાઈ ઠકકર,યુવરાજ ઠકકરતથા જલિયાણ ગ્રૂપ પરિવાર દ્વારા ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે જલિયાણ સોસાયટી પરિવારના નિવાસ્થાનેથી પ્રથમ દિવસે વાજતે ગાજતે પોથી યાત્રા નીકળી કથા મંડપમાં પહોંચી હતી. અને આજે બીજા દિવસે જયા કિશોરીજી ના મુખેથી કથાનું રસપાન સાંભળવા સાધુ સંતો સહીત રાજકીય અગ્રણીઓ અને વિસ્તારના લોકો મોટી શંખ્યામાં જોવા મળ્યા હતાં.
પ્રથમ દિવસ એ વિવિધત મંત્રોચ્ચાર સાથે પરિવારના હસ્તે વ્યાસપીઠ પર પોથીયાત્રા કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે પણ બીજા દિવસે વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક કથાવાચક જયા કિશોરીજીનું જલિયાણ પરિવાર દ્વારા વાજતે ગાજતે ભવ્ય સામૈયુ કરી કથા મંડપ ખાતે પોહચી બિરાજમાન થયા હતા. કથા વાચક જયા કિશોરીજીના મુખેથી કથા મંડપમાં પધારેલ ભક્તજનોને સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરાવશે.સાત દિવસીય કથાના ભાગરૂૂપે જલિયાણ ગ્રૂપ દ્વારા પધારેલ મહેમાનો માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા,ભોજન પ્રસાદ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આજરોજ બીજા દિવસે રવિવાર નો દિવસ હોય કથા મંડપ માં કથા રસપાન કરવા મોટી શંખ્યામાં લોકો જોવા મળ્યા હતાં. કથા રસપાન દરમિયાન બીજા દિવસે જયા કિશોરીજીએ જીવન માં શ્રવણ,ચિંતન,બોલો કમ ત્રણ શબ્દો જીવનમાં ઉતારવા સનાતન ધર્મ જિજ્ઞાસા બતાતા હૈ તેવું જયા કિશોરીજી ભાવિ ભક્તોને જણાવતા જીવન માં શબ્દો ઉતારવા કહ્યું હતું. હારીજ ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથા માં ખુબ મોટી શંખ્યામાં ભક્તજનો જોડાઈ રહ્યા છે અને ગુજરાતભર માંથી કથા સાંભળવા ભાવિ ભક્તો પહોચી રહ્યા છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:13 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm