સાત કરોડની હેરાફેરી થઇ છે તેમાંથી તમને અડસઠ લાખ મળ્યા છે…તમેય સામેલ છો કહી ટ્રાયના અધિકારીના નામે ફોન કર્યો

ડોક્ટરને ડિજીટલ એરેસ્ટ કરી 14 લાખની ઠગાઇનું ઇન્જેક્શન

સીબીઆઇના નામે પણ ફોન કર્યા: પોલીસ અધિકારીનો ડ્રેસ પહેરીને ગઠીયાએ વિડીયો કોલથી ખુભ ડરાવ્યા: તપાસ પુરી થયે તમારા નાણા પાછા મળશે કહી લાખો ઉસેડી લીધા

દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર તા.22
ઓનલાઇન ફ્રોડની દુનિયામાં ડિજીટલ એરેસ્ટ કરી લોકો પાસેથી લાખો કરોડો પડાવી લેવામાં આવે છે. રોજબરોજ આવા કિસ્સાઓ સામે જાગૃત થયા સાયબર ક્રાઇમ પોલીસ અને સરકાર લોકોને ચેતવે છે. આમ છતાં લોકો ફસાઇ જાય છે અને મસમોટી રકમ ગુમાવી બેસે છે. વધુ એક ડિજીટલ એરેસ્ટનો બનાવ સામે આવ્યો છે જેમાં ગઠીયાઓએ એક ડોક્ટરને ફસાવી ચોૈદ લાખ પડાવી લીધા છે.
ચોંકાવનારી અને ચેતવણીરૂપ એવી આ ઘટનામાં આ વખતે એક ડોક્ટર શિકાર બન્યા છે. વિગતો પર નજર કરીએ તો ભરૂચ જિલ્લામાં ડિજિટલ અરેસ્ટનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઇખર ગામમાં પ્રેેક્ટિસ કરતા તબીબને મોબાઇલ પર વીડિયો કોલ કરી ડિજિટલ અરેસ્ટ ટેલિફોન રેગ્યુલેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા-ટ્રાઇ, સીબીઆઇ તેમજ આરબીઆઇના અધિકારીઓ તરીકે ઓળખ આપી હતી. તેના ચોૈદ લાખ રૂપિયા ચોવીસ કલાકના વાયદે બીજા એકાઉન્ટમાં નખાવડાવી ઠગાઇ કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સાયબર ક્રાઈમે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ માહિતી અનુસાર હાલમાં સમગ્ર ભારતમાં હાલમાં ડિજિટલ અરેસ્ટ કરીને સામેવાળા વ્યક્તિને ફોનથી જ ટોર્ચર અને વાતોમાં ભોળવી લાખો રૂપિયાની ભેજા બાજો ઠગાઈ કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ ભરૂચ જિલ્લામાં ડિજિટલ અરેસ્ટનો કિસ્સો -કાશમાં આવ્યો છે. જેમાં ભરૂચના ટંકારિયા ગામમાં રહેતા અને ઇખર ગામે ખાનગી ડોકટર બશીરઅહેમદ ઇબ્રાહિમ મનમનના મોબાઇલ પર એક વ્યક્તિનો કોલ આવ્યો હતો. જેમાં તેણે પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું તેમજ તે પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી.
આ પછી એ ગઠીયાએ તબીબના આધારકાર્ડ પર જે મોબાઈલ નંબર ચાલુ તેની તમામ સેવાઓ બંધ થઈ જશે અને તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સીમકાર્ડનો નંબર કેનેરા બેન્કના એકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે. જેનાથી 6.80 કરોડ રૂપિયાની હેરાફેરી થઇ છે અને તેના બદલામાં તેમને 68 લાખ રૂપિયા મળ્યાં છે. આ સાંભળતા જ તબીબ ગભરાઈ ગયા હતા. જેથી તેમને કોલ કરનાર વ્યક્તિને તમામ વિગતો આપી દીધી હતી. ત્યારબાદ તેણે હવે તમારી પર અંધેરી પૂર્વના સીબીઆઇ હેડ ક્વાટર્સ અધીકારી પ્રદિપ સાવંતનો કોલ આવશે તેમ કહી કોલ કાપી નાખ્યો હતો.
આ રીતે ફોન કોલ આવ્યા બાદ બીજા દિવસે ફરીથી તબીબ પર વીડિયો કોલ આવ્યો હતો. જેમાં તેમની સાથે પોલીસ અધિકારીનો ડ્રેસ પહેરેલાં વ્યક્તિએ તેમને પોતે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનનો અધિકારી હોવાનું જણાવી તેમની ધરપકડની ધમકી આપી તેમને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. આ ઉપરાંત તેમનો ફોન જ્યારે પણ આવે ત્યારે ઉપાડી લેવાનો નહીં તો ધરપકડ કરશે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ તેના ખાતામાં કેટલાં રૂપિયા છે પુછતાં તેમણે 15 લાખ હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે પુનૅં ફોન કરી કેસની તપાસ ચાલું હોય 24 કલાક માટે તેમના ખાતામાંના રૂપિયા તેમણે આપેલાં ખાતા નંબરમાં જમા કરવા જણાવ્યું હતું. તેમજ તપાસ પૂરી થયેથી 24 કલાકમાં તેમના રૂપિયા પરત મળી જશે તે જણાવતાં તબીબે ડરના માર્યે કશુંય વિચાર્યા વગર તેમના ખાતાના 14 લાખ રૂપિયા સામેથી આપેલા ખાતાના નાખી આપ્યા હતા.
પરંતુ ઘણો સમય વીતી જતાં પોતાના રૂપિયા ખાતામાં પરત નહીં આવતા ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતાં તેમણે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સામેથી ફોન કરનાર વ્યક્તિ પોલીસ અધિકારી જેવો ડ્રેસ પહેરી પોતે અધિકારી હોવાનો દાવો કરી સામેવાળાને ડરાવી ધમકાવી કહે છે કે, તમારું આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટ મની લોન્ડરિંગ અથવા ડ્રગ સ્મગલિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે. આમ કરીને સામેવાળા વ્યક્તિને ફસાવી તેમની પાસેથી તેમના એકાઉન્ટ સહિતની તમામ વિગતો મેળવી લેતા હોય છે. જોકે વિક્ટિમ કાનૂની કાર્યવાહી અને સમાજમાં શરમ વિશે વિચારીને પરેશાન થઈ જાય છે અને કંઈપણ કરી શકતો નથી. આ તકનો લાભ ઉઠાવી ઠગાઈબાજો તેમની પાસેથી કેસ પતાવવા અથવા તો તપાસ દરમિયાન લિંક ખોલાવી તેમના એકાઉન્ટ ખાલી કરી દેતા હોય છે. ત્યારે આવા ફ્રોડથી બચવા હમેશા સતર્ક રહેવું જોઈએ અને કઈ પણ લાગે સાયબર ક્રાઈમ પોલીસમાં જાણ કરવી જોઈએ. જેથી આ પ્રકારના ફ્રોડથી બચી શકાય.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:03 pm, Jul 22, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm