સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે યોજાયું અભૂતપૂર્વ સંત સંમેલન

અક્ષરધામ મંદિરની દ્વિદશાબ્દીની ઉજવણી નિમિત્તે

કેન્દ્રીય રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રા અને સાંસદ મનોજ તિવારી હાજર રહ્યા : 400 સંતો, મહંતો, મહાત્માઓ અને મહામંડલેશ્વરોએ સાચા સંતત્વ, રાષ્ટ્રીય એકતા, પરસ્પર પ્રેમ, આધ્યાત્મિકતા અને ધાર્મિક પરંપરા પર ચર્ચા કરી

નવી દિલ્હી, 25
દિલ્હી સંત મહામંડળ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની સેવાના 25 વર્ષ પૂર્ણ થવા પર ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના કેન્દ્ર એવા સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં ઐતિહાસિક રજત જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 400 સંતો, મહાત્માઓ અને મહામંડલેશ્વરોએ ભાગ લીધો હતો અને સાચા સંતત્વ, રાષ્ટ્રીય એકતા, પરસ્પર પ્રેમ, આધ્યાત્મિકતા અને ધાર્મિક પરંપરા વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમમાં મુખ્યત્વે મહંત નારાયણ ગિરીજી (આંતરરાષ્ટ્રીય પ્રવક્તા, શ્રી પંચ દશનામ જૂન અખાડા (વારાણસી), પ્રમુખ દિલ્હી સંત મહામંડળ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ), મહામંડલેશ્વર નવલ કિશોર દાસ જી, જૈનાચાર્ય લોકેશ મુનિજી, મહામંડલેશ્વર ચિદાનંદ સરસ્વતીજી, શ્રી પ્રમોદ કૃષ્ણ જી, રામકિશન મહાત્યાગી જી, દેવકીનંદન ઠાકુરજી, સુધાંશુજી મહારાજ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સંત સંમેલનમાં ખાસ કરીને કેન્દ્રીય રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રા અને સાંસદ મનોજ તિવારી હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના દ્વિદશાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, આ વર્ષના વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે દિલ્હી સંત મહામંડળ નેશનલ કેપિટલ રિજન ઓર્ગેનાઈઝેશન સાથે આ ભવ્ય સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇઅઙજ સંસ્થાના વર્તમાન પ્રમુખ અને વિશ્વ આદરણીય ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા હતા.
સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર, ભગવાનનું દિવ્ય ધામ, ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ છે. આ મંદિર હિન્દુ સનાતન ધર્મના પ્રાચીન સિદ્ધાંતોની સાર્વત્રિકતાનો અનુભવ કરવાની તક પૂરી પાડે છે. આ વિશાળ મંદિરના સર્જક પ્રમુખસ્વામી મહારાજની પ્રાર્થના કે આ સ્વામિનારાયણ અક્ષરધામમાં દરેકને જીવન નિર્માણ કરવાની પ્રેરણા મળે અને દરેકનું જીવન દિવ્ય બને આ મંદિરના દરેક પાસાઓમાં પ્રતિબિંબિત થાય છે. સભામાં આ પ્રેરણાને જીવંત કરવા માટે, શ્રી મહંત મહામંડલેશ્વર નારાયણ ગિરીજીએ પ્રમુખસ્વામી મહારાજનાં સૂત્રોને સ્મરણ કર્યાં.
અક્ષરધામ સંકુલમાં સવારે દસ વાગ્યે સંતોનું આગમન થયું હતું. આગમન સમયે તમામ સંતો, મહાત્માઓ અને મહામંડલેશ્વરોનું પરંપરાગત વૈદિક રીતે સ્વાગત અને પૂજા કરવામાં આવી હતી. પ્રમુખસ્વામી સભાભવનમાં દીપ પ્રાગટ્ય અને વૈદિક મંત્રોના જાપ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આ સમૂહ સ્વસ્તિવાચને સભાને પવિત્રતા અને આધ્યાત્મિક ઊર્જાથી ભરી દીધી. સ્વામિનારાયણ અક્ષરધામના સંતો પૂજ્ય ધર્મવત્સલદાસ સ્વામી, પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી, પૂજ્ય મુનિવત્સલદાસ સ્વામી સહિત મંચ પર ઉપસ્થિત મહેમાન સંતોએ પરસ્પર પ્રેમ અને સદ્ભાવના વિચારો રજૂ કર્યા હતા. સભામાં આધ્યાત્મિકતા, સાધુતા, પ્રેમ, ભારતીય સંસ્કૃતિ, દેશભક્તિ અને સદગુણોનું મહત્વ વિશે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
સભામાં ઉપસ્થિત સંતો-મહાત્માઓએ સનાતન ધર્મના તમામ સંપ્રદાયોમાં એકતા, સૌહાર્દ અને સહિષ્ણુતા એ ભારતની સંસ્કૃતિ અને ધર્મનો આધાર છે તેવો સંદેશ આપ્યો હતો. બધાએ પ્રાર્થના કરી કે દેશમાં શાંતિ અને એકતાનું વાતાવરણ જળવાઈ રહે. આ સંત સંમેલનના સમાપન બાદ અક્ષરધામ સંકુલમાં ઉપસ્થિત સંતોએ ધ્વજા લહેરાવી સેવા માટે નવી એમ્બ્યુલન્સ (દર્દી વાહન)નું લોકાર્પણ કર્યું હતું. આ એમ્બ્યુલન્સ 13 જાન્યુઆરી 2025 થી પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ માટે સેવામાં મોકલવામાં આવશે. આ પછી મહાપ્રસાદ સાથે સંમેલનનું સમાપન થયું હતું.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
2:58 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm