જાગતા રહેજો, જાગતા રહેજો, મહેમાન આવે છે મહેમાન આવે છે તેવી શહેરમાં મચી બુમરાણ
બિલ્ડરો ,જ્વેલર્સ, જમીન મકાન ધંધાર્થીઓમાં ચર્ચાએ જોર પકડ્યું, કે આયકર વિભાગ ખાબકવાનુ છે
રાજકોટ, તા. 28
રાજકોટમાં છેલ્લા બે દિવસમાં જીએસટીની DGGI વિંગ દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી તેમાં વ્યાપક પ્રમાણમાં કરચોરી પકડાઈ હોવાનું હાલ સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે
આજે શહેરમાં અથવા તો કહી શકાય કે સૌરાષ્ટ્રમાં આવકવેરા વિભાગ ત્રાટકે તેવા વાવડ સામે આવી રહ્યા છે એટલું જ નહીં શહેરમાં બિલ્ડર લોબી, જ્વેલર્સ, જમીન મકાનના ધંધાર્થીઓ માં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે, જાગતા રહેજો જાગતા રહેજો મહેમાન આવે છે મહેમાન આવે છે.
હાલ મહત્વનું એ છે કે જે રીતે જીએસટીની ઇન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા જે કામગીરી કરવામાં આવી એવી જ રીતે એ જ ટાંકણે આવકવેરા વિભાગ પણ મેદાનમાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ છે એટલું જ નહીં એવું પણ બની શકે કે ચાર તંત્ર એક સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડે જેમાં આવકવેરા વિભાગ, જીએસટી ઇન્ટેલિજન્સ, આઈબી અને ઈડી પણ હોય. ત્યારે આગામી દિવસોમાં ખૂબ મોટી એટલે કે જબરી કચોરી પકડી પાડવામાં આવે તેવું મનાઈ રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી કહી શકાય કે કેન્દ્ર સરકાર દ્વારા તમામ સેન્ટ્રલ એજન્સીઓને તાકીદ કરી દેવામાં આવી છે કે જે પણ કરચોરો હોય તેના પર આકરા પગલા લેવામાં આવે જે માટે હાલ તમામ તૈયારીઓને પણ આખરીઓ આવકવેરા વિભાગ અને જીએસટી દ્વારા કરી આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં મહત્વનું એ છે કે હવે જે પણ કરચોરો હોય કે કોઈએ નાણાકીય છેતરપિંડી કરી હોય તે તમામ પર પગલા લેવામાં આવશે તે માટેનો તખતો તૈયાર કરી લેવામાં આવ્યો છે. જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર હાલ જે રીતે ઈડી ની કામગીરી થતી હોવાની જે માહિતી વાયુવેગે થઈ છે તેને જોતા એ વાત સ્પષ્ટ છે કે આ કેસમાં ખૂબ મોટા પ્રમાણમાં સેન્ટ્રલ એજન્સીને કરચોરીનો આંકડો મળશે ત્યારે એનફોર્સમેન્ટ ડિરેકટરેટ દ્વારા આવનારા દિવસોમાં પણ તીવ્ર વેગથી તપાસ આગળ વધારવામાં આવે તેવું હાલ સુત્રો જણાવી રહ્યા છે. ગઈકાલે જે વાત સામે આવી કે આવકવેરા વિભાગે પણ હવે તપાસમાં ઝંપ લાવ્યું છે અને તે માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે તેને ધ્યાને લેતા એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે હવે કોના પર ટાર્ગેટ કરવામાં આવશે.
મહત્વનું એ છે કે જીએસટી વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી તેમાં અન્ય કઈ પેઢીઓની સંડોવણી છે અને કઈ પેઢીઓ સાથે નાણાકીય વ્યવહારો કર્યા છે તેમના ઉપર પણ તપાસ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે અને એ તમામ જગ્યાઓ પર આવકવેરા વિભાગ પણ તપાસ કરે તો નવાઈ નહીં. હાલની સ્થિતિને ધ્યાને લેતા શહેરના ટોચના અગ્રણીઓ ઉદ્યોગકારોમાં એક ફકરાટ મચી ગયો છે કે મહેમાન આવે છે મહેમાન આવે છે ત્યારે હકીકત શું છે તે તો આજે ખ્યાલ આવશે પરંતુ એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે હવે સરકાર કોઈપણ કરચોરને બક્ષવા દેવા માંગતી નથી જેના પગલે ચેલા એક સપ્તાહ કે પછી વાત કરવામાં આવે છેલ્લા એક મહિનામાં અનેક મોટા ઓપરેશનો પાર પાડવામાં આવ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી પણ પકડી પાડી છે.
