ગીરગંગા ટ્રસ્ટના આગેવાનોની વિંછીયામાં બેઠક

મામલતદાર દ્વારા જળસંચયની વિસ્તૃત ચર્ચા કરાઈ

રાજકોટ મિરર, તા.29
વિંછીયા મામલતદાર અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા “જળ એ જ જીવન”નુ સૂત્ર સાર્થક થાઈ તેના માટે વધુમાં વધુ કારખાનામાં બોર રીચાર્જ થાય અને જમીનના જળ સ્ત્રાવ ઊંચા આવે એ બાબતે તમામને માહિતગાર કર્યા ને જિલ્લા કક્ષાએથી આપવામાં આવેલ લક્ષ્યાંક અનુસાર આયોજન કરવામાં આવ્યું હતું.
મામલતદાર આર.કે.પાંચાલ એ જણાવેલ કે, પ્રધાનમંત્રીની જે યોજના છે ખેડૂતોને ઉત્પાદન ડબલ કરવું તેની વિચારધારા મુજબ સંપૂર્ણ પ્રકૃતિની રક્ષા સાથે જીવ-જંતુ અને માનવ જાતનો હિત જળવાય તેના માટે અમૃત સમાન વરસાદી શુદ્ધ પાણી નું જતન કરવા માટે દરેક સંસ્થાએ અને આગેવાનો તેમજ ગ્રામજનોએ જોડાય અને આ કાર્યને વધુ વેગ મળે તેના માટે પ્રાંત દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટને માત્ર એક ફોન કરેલ અને સરસ મજાની મીટીંગ નું આયોજન કરી અને વરસાદી પાણીનું યોગ્ય જતન કેવી રીતે થાય તેની માહિતી આપી તેમાં બધાએ જોડાઈ જવું જોઈએ
આ કાર્યને વધુ વેગ મળે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના આગેવાન રમેશભાઈ જેતાણી, વિઠલભાઈ બાલધા, મામલતદાર આર.કે.પંચાલ, પ્રેમ બાપુ સતરંગ મહંત.તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ સાંકળીયા, જગદીશભાઈ ગઢવી પીપરડી ગૌશાળા, સોમભાઈ ગોહિલ, સલીમભાઈ રૂૂપાણી, ખોડાણી સંગ્રામભાઈ, પાંચાભાઈ ચૌહાણ, સંજયભાઈ જમોડ, સલીમભાઈ રુપારી, અભેસંગભાઈ ગોહિલ, કુલદીપભાઈ, ભુપતભાઈ, જયદીપભાઈ, વિછીયા મહાજન પાંજરાપોળ, અમરાપુર સંસ્થા, વગેરે ભાઈઓ હાજર રહયા હતા.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:00 pm, Jul 22, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm