રાજકોટ મિરર, તા. 29
મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશભાઈ શાહ સાથે ટ્રસ્ટી મંડળના દેવેન્દ્ર જૈન, નુતનબેન દેસાઈ સદભાવના વૃધ્ધાશ્રમનાં લાભાર્થે યોજાયેલ મોરારિબાપુની વૈશ્વિક “માનસ સદભાવના” રામકથામાં ખાસ મુંબઈથી આવ્યા હતા. વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય ડો. ગીરીશ શાહ સાથે ટ્રસ્ટી મંડળના દેવેન્દ્ર જૈન, નુતનબેન દેસાઈ સદભાવના વૃધ્ધાશ્રમનાં લાભાર્થે યોજાયેલ મોરારિબાપુની વૈશ્વિક “માનસ સદભાવના” રામકથામાં ખાસ મુંબઈથી આવીને શ્રોતાઓ બન્યા હતા.
અત્રે ઉલેખનીય છે કે, સમસ્ત મહાજન વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, પ્રાણીઓની સુખાકારી માટે પ્રયત્નશીલ રહે છે. 21 વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. ગિરીશભાઇ શાહ હીરા બજાર સાથે સંકળાયેલ આંતરરાષ્ટ્રીય વ્યાપારી છે. જેમની ભારત, અમેરિકા, યુરોપ સહિતના વિવિધ દેશોમાં પોતાની ઓફીસ છે. વર્તમાન સમયમાં તે જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે.
