બિલ્ડરો આક્રમક : 9મીએ રેલી-આવેદન
જંત્રીદર વધતા ભાવમાં થશે જબરો વધારો બોજો અંતે બિલ્ડરોના ખંભે, બુક કરેલા સોદાઓ પણ થશે કેન્સલ : કોરોના બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્ર પકડી હતી ઝડપ પરંતુ હવે જેસે થે વેસે જેવી સ્થિતિ
રાજકોટ, તા. 5
ટીઆરપી અગ્નિકાંડ બાદ બિલ્ડરો ને ઘણી માઠી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં જે પ્લાન મંજૂર થવા જોઈએ તે થયા નથી અને તેનો આંકડો 200 થી વધુનો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રોપર્ટીના જંત્રી દરબાર જે સૂચિત વધારા કર્યા છે તેની સામે સમગ્ર બિલ્ડર એસોસિએશન જાણે મેદાને આવ્યું હોય તેવું ચિત્ર ઊભું થયું છે. રાજકોટ બિલ્ડર એસોસિએશન 9 ડિસેમ્બરના રોજ કલેકટરને આવેદન આપવા જશે માત્ર રાજકોટ બિલ્ડર એસોસિએશન જ નહીં પરંતુ તેના સલગ્ન વિવિધ એસોસિએશન પણ આ ઝુંબેશમાં જોડાશે. મળતી માહિતી મુજબ રાજકોટ બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે જંત્રીદારના સૂચિત વધારાની જે સ્થિતિ છે તે ઘણી ખરી વિકટ છે અને તેનો સ્વીકાર કરવો ખૂબ અશક્ય છે. ખરા અર્થમાં સરકારે 90 દિવસ જેટલો માર્ગ સમય આપવો જોઈએ તો જ આ પરિસ્થિતિનો તાગ મેળવી શકાય.
બીજી તરફ રાજકોટ એસોસિયેશનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર શહેરના વિવિધ વિસ્તારોમાં 220% થી લઈ 2000% સુધીનો જંત્રી દરમાં વધારો નોંધવામાં આવ્યો છે અને આ અંગેની હાલત ગુજરાતમાં પણ એક સમાન જ જોવા મળી રહી છે જે અયોગ્ય છે. હાલ જે વિગતો સામે આવી રહી છે તેને ધ્યાને લઈ જંત્રીદારના સૂચિત વધારાની ઇફેક્ટ માત્ર બિલ્ડર પર જ નહીં પરંતુ બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા તમામ વર્ગોને થવાની છે. બિલ્ડર એસોસિએશન એ દાવો પણ કર્યો હતો કે વર્તમાન સૂચિત ધોરણે જે જંત્રી દર લાગુ થાય તો પ્રોપર્ટી 20 થી 30 ટકા મોંઘી થઈ જશે અને સામે હાલ મોંઘવારી નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અંતે તેનો સીધો જ માર બિલ્ડર ઉપર પડશે જે ખરા અર્થમાં અયોગ્ય છે.
બિલ્ડરોનું માનવું છે કે જંત્રીની અસર જમીન ખેતી કરવાનું પ્રીમિયમ પણ વધી જતું હોય છે ત્યારે પેડ એફએસઆઇનો પણ બોજો મહાનગરપાલિકા પર જોવા મળશે તો બીજી તરફ સરકારને દસ્તાવેજ અને રજીસ્ટ્રેશન ફી ની રકમ પણ વધુ ભરવી પડશે. આ વાત અહીં પૂર્ણ થતી નથી જીએસટીનું ધારણ પણ વધશે અને કોર્પોરેશનનો ટેક્સમાં પણ વધારો જીકાશે આવા અનેકવિધ કારણે જે ફ્લેટ ની કિંમત હોય તેનાથી વધારો થાય તેવું હાલ જાણવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર ને આ અંગે એક નહીં અનેકવિધ રજૂઆતો કરવામાં આવેલી છે પરંતુ જે હકારાત્મક જવાબ મળવો જોઈએ તે હજુ સુધી બિલ્ડરોને મળ્યો નથી છતાં પણ બિલ્ડરોએ આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર હરહંમેશ રિયલ એસ્ટેટની પડખે રહી છે ત્યારે આવનારા દિવસોમાં આજે સમસ્યા ઊભી થઈ છે તેનું નિવારણ લાવવામાં આવશે. બિલ્ડરોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારે જંત્રી દળના સૂચિત વધારા સામે વાંદા સૂચનો રજૂ કરવા માટે 20 ડિસેમ્બર સુધીનો જ સમય આપવામાં આવ્યો છે ત્યારે આ સમય બે માસ વધારવામાં આવે તો યોગ્ય રીતે તેનું અવલોકન થઈ શકે અને સૂચનો આપી શકાય.
બિલ્ડર હોય ફરિયાદ કરતા જણાવ્યું હતું કે હાલ જે વાંદા સૂચનો રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે તે ઓનલાઇન છે ત્યારે તેના વિકલ્પમાં ઓફલાઈન વાંધાની છૂટ આપવામાં આવી જોઈએ જેથી વાંધો શું છે તેને વિગતવાર સમજાવી શકાય. બિલ્ડરો નું માનવું છે કે જો આ અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સરકારને આ નિર્ણયની નકારાત્મક અસર સહન કરવી પડશે કારણ કે જો આ જંત્રીદાર લાગુ કરવામાં આવે તો કોર્પોરેશનને પેડ એફએસઆઇ ની આવકમાં ઘણો ખરો ઘટાડો નોંધાશે અને દસ્તાવેજની આવકને પણ સીધો જ ઝટકો લાગશે. કારણ કે અંતે આ તમામ વસ્તુઓ તો લાગુ થાય તો તેની અસર સીધી જ ફ્લેટના ભાવ પર જોવા મળશે અને ફ્લેટના ભાવ વધતા લોકો તેને ખરીદી પણ શકે નહીં. આ તમામ વાતની ગંભીરતાને ધ્યાને લઈને સરકારે વિચાર કરવો ખૂબ જરૂરી છે અને રિયલ એસ્ટેટ દેશની અર્થવ્યવસ્થામાં સિંહ ફાળો આપતું વ્યવસાય છે.
અધિકારીઓએ વિવિધ વિષયોનો કરવો જોઈએ અભ્યાસ
બિલ્ડર એસોસિયેશનના જણાવ્યા અનુસાર હાલ છે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના જે અધિકારીઓ છે તેઓએ નવા જીડીસીઆર નો અભ્યાસ કરવો જોઈએ અને તે મુજબ જ નવા નિર્ણયો ને લાગુ કરવા જોયા પરંતુ હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ અધિકારીઓ જોયા કર્યા વગર જેમ મન ફાવે તેમ નિયમો ઘડી દે છે અને પરિપત્રો કાઢી આપે છે જેનો અમલ કરવો બિલ્ડરો માટે ખૂબ કપરો સાબિત થાય છે ત્યારે યોગ્ય અભ્યાસ નિયમોનો કરાવવામાં આવે તે ખૂબ જરૂરી છે.
ટાઉન પ્લાનિંગમાં હજુ અનેક પ્લાનની ફાઈલો પેન્ડિંગ
રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની જો વાત કરવામાં આવે તો અનેકવિધ પાયલો હજુ પણ પેન્ડિંગ બોલે છે કારણકે જે ઝડપ થી પ્લાન પાસ થવો જોઈએ તે થતો નથી ત્યારે સહી કામ કરતા અધિકારીઓ દ્વારા એટલા વાંધા કાઢવામાં આવતા હોય છે કે જેની પૂર્તતા કરવી પણ ખૂબ કપરી છે ત્યારે અત્યારે મહાનગરપાલિકા હોય કે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ હોય તમામ માટે હાલ બિલ્ડર સૌથી મોટો સોફ્ટ ટાર્ગેટ છે. એવું બિલ્ડરોએ જણાવ્યું હતું.
લેન્ડ વેલિડેશન નિર્ણય સારો પરંતુ તેની અમલવારી ઉભા કરે છે
અનેક પ્રશ્નો
રાજકોટ બિલ્ડર એસોસિએશનના જણાવ્યા અનુસાર હાલ મહાનગરપાલિકામાં લેન્ડ વેલીડેશન નવો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે ત્યારે આ નિર્ણય સારો છે પરંતુ તેની જે અમલવારી જે સરળતાથી થવી જોઈએ તે થઈ શકે. નથી બીજી તરફ બિલ્ડરોએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે તેમની જગ્યા સરકારને કપાસ પેટે આપે છે તો તે કિસ્સામાં 40% કપાસ મુકવાની રહેતી હોય છે છતાં પણ આ 40% કપાતમાં કોઈ ગેરકાયદે બાંધકામ ન થાય તેની તકેદારી પણ રાખવી પડે છે જે બિલ્ડરોને સહેજ પણ ગ્રાહ્ય નથી.. ત્યારે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ અને મહાનગરપાલિકાએ ગંભીરતાપૂર્વક આ મુદ્દે વિચાર કરવો ખૂબ જરૂરી છે.
