સાંઢીયો પુલ : WORK IS UNDER PROGRESS

ગોકળગાય ગતિએ ચાલતું કામ ક્યારે પકડશે જેટ ગતિ? : ડાયવર્ઝન બાદ ભોમશ્ર્વરની ટ્રાફિક સમસ્યા તંત્ર માટે માથાનો દુ:ખાવો

રાજકોટ, તા. 8
રાજકોટ સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે માળખાગત સુવિધા પણ રાજકોટને ખૂબ વ્યાપક પ્રમાણમાં મળી રહી છે પરંતુ જે ગતિથી કામ થવું જોઈએ તે ગતિ ખૂબ ઢીલી અને ધીમી હોવાના કારણે જે કામ નિયત સમયમાં પૂર્ણ થવું જોઈએ તે થતું નથી અને તેનાથી લોકોને ઘણી ખરી રીતે હેરાન થવું પડે છે હાલ આવું જ સાંઢીયા પુલ માટે થઈ રહ્યું છે નવો બનતા ની સાથે જ લોકો માટે અત્યંત ઉપયોગી નિવડશે પરંતુ જે ગતિથી કામ થવું જોઈએ તે કરવામાં ક્યાંક ને ક્યાંક મહાનગર પાલિકા ઉણી ઉતરી રહી છે. એજન્સી ઉપર જે પક્કડ હોવી જોઈએ તે ક્યાંકને ક્યાંક જોવા મળતી નથી કારણ કે જે સમયે બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થવાનું હતું તેનાથી પણ કામ મોડુ શરૂ થયું છે એટલું જ નહીં હજુ પણ 2026 ના માર્ચ મહિના સુધીમાં બ્રિજ તૈયાર થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
બ્રિજનો મધ્યભાગ ભારે વિભાગ અને ઉદભવિત થયેલા પ્રશ્નો વચ્ચે ડાયમંડ કટરથી કાપી નાખવામાં આવ્યો છે અને જે ટ્રાફિક છે તે અત્યારના ભુવનેશ્વર થી ડાયવર્ટ કરાયો છે પરંતુ આ ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે પણ તંત્ર ઘણાખરા અંશે નિષ્ફળ નીકળ્યું છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સાંજના સમયે જે ટ્રાફિક થતો હોય છે તેનાથી ઘરની બહાર નીકળવું પણ એટલું જ મુશ્કેલ બને છે. સ્થાનિક લોકોએ પોતાનો અવાજ ઉઠાવતા અને માંગ કરતા જણાવ્યું છે કે બ્રિજનું કામ ઝડપભેર ચાલુ કરવામાં આવે તો કામગીરી વહેલાસર પૂર્ણ થઈ શકશે પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લઈ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે જે બ્રિજનું કામ જે ગતિથી ચાલી રહ્યું છે તે ગતિ ખૂબ જ ઓછી છે. હાલ જામનગર રોડ તરફ જતા જે પુલની શરૂઆત થાય છે તે ભાગને ધીમે ધીમે તોડવામાં આવી રહ્યો છે તો બીજી તરફ જામનગર રોડ થી હોસ્પિટલ ચોક જતા જે બ્રિજ શરૂ થાય છે તેમાં ફાઉન્ડેશન ભરવામાં આવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં આ કામગીરી ઝડપથી કરવામાં આવે તેવું કોર્પોરેશન દ્વારા પણ એજન્સી ને કહેવામાં આવ્યું છે પરંતુ એજન્સીની મનમાનીના કારણે કોર્પોરેશન જાણે કાંઈ બોલી શકતું ન હોય તેવું ચિત્ર હાલ ઉભું થયું છે.
રાજકોટનાં જામનગર રોડ પર નવા ફોરલેન બ્રિજનું કામ રૂ. 63 કરોડમાં કરવામાં આવનાર છે. છેલ્લા થોડા સમયથી જનિોં પુલ તોડવાનું કામ ચાલી રહ્યું છે. વરસાદના કારણે કામ બાકી હોય, દિવાળી સુધીમાં પૂરો પુલ તોડી પડાશે. રેલલાઇન ઉપરના ભાગને ડાયમંડ કટરથી કાપવામાં આવ્યો છે જે કામ હવે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે બીજી તરફ હાલ જુના બાંધકામ તોડવાનું કામ ચાલી રહ્યું છે ખરા અર્થમાં આ કામગીરી જો ઝડપભેર પૂર્ણ કરવામાં આવે તો બ્રિજનું કામ વહેલાસર શરૂ થઈ શકે ત્યારે હાલ અંદાજો જે વ્યક્ત કરવામાં આવ્યો છે તે 2026 નો માર્ચ મહિનો છે. એક તો નિર્ધારિત સમયથી કામ મોડુ ચાલુ થયું હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. આ સાથે એરપોર્ટની દિવાલ તરફના પુલના ભાગ નીચે ફાઉન્ડેશન ઉભા કરવાનું કામ શરૂ થઇ ગયું છે. આ રીતે બ્રિજ તોડવા અને બાંધવાનું કામ સમયે શરૂ થતા નિર્ધારીત સમય માર્ચ-2026માં નવો પુલ તૈયાર થઇ શકશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:22 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech