અ’વાદમાં સુશોભન વેપારીઓ પર GSTના દરોડા : 2.50 કરોડની પકડાઈ કરચોરી

આગામી દિવસોમાં વધુ તીવ્ર વેગથી તપાસ હાથ ધરાશે : અમદાવાદ બાદ રાજકોટ શહેર માં શરૂ થઈ શકે છે તપાસ

રાજકોટ, તા. 10
છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ અને જીએસટી દ્વારા જે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારોની સાથે સાથ જીએસટી ચોરી પણ પકડાઈ છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં આ પ્રકારની કામગીરી અને કાર્યવાહી યથાવત રીતે ચાલતી રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સ્ટેટ જીએસટી ની વાત કરવામાં આવે તો અમદાવાદ ખાતે સ્ટેજ જીએસટી દ્વારા કૃત્રિમ ફુલનો વેપાર કરતાં એટલે કે સુશોભનની ચીજ વસ્તુઓનો વેપલો કરતા હોય તે વેપારીઓ ઉપર તમારી બોલાવવામાં આવી હતી અને આ મુજબ કુલ 11 વેપારી પર દરોડા પાડવામાં આવ્યા હતા અને અઢી કરોડની કરચોરી પકડવામાં આવી છે. જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ સાડા ત્રણ કરોડની કરચોરી કરી હોવાનું પણ બહાર આવ્યું છે જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
જીએસટી વિભાગ દ્વારા વહેલી સવારથી જ આ તમામ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા અને અનેકવિધ દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે સાથોસાથ આ તમામ દસ્તાવેજો અંગે હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ત્યારબાદ જ હજુ ખૂબ મોટા પ્રમાણમાં કરચોરીની રકમ બહાર આવે તેવું માનવામાં આવી રહ્યું છે. જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સુશોભનની ચીજ વસ્તુઓનો વેપાર કરતી પેઢીઓ દ્વારા બિલ વગરનું વેચાણ કરી કચોરી કરતા હોવાની વિગતો જીએસટી વિભાગને મળી હતી જે બાદ વિભાગ દ્વારા આ અંગે રેકી કરવામાં આવી અને બાતમી સાચી પડતા જ દરોડા પાડવામાં આવ્યા. વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા તેમાંથી અનેકવિધ દસ્તાવેજો ને હસ્તગત કરી લેવામાં આવ્યા છે અને તેની પ્રાથમિક ચકાસણી પણ કરવામાં આવી રહી છે ત્યારે હાલ આ તપાસમાં 2.50 કરોડની કરચોરી શોધવામાં આવી હતી.
એટલું જ નહીં જીએસટી ના અધિકારીઓએ આ તમામ 11 વેપારીઓ દ્વારા 50 લાખના શંકાસ્પદ વ્યવહારો અંગેની હિસાબો તથા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી સાથોસાથ આવનારા દિવસોમાં આ અંગેની કચોરીની રકમ વધે તો નવાઈ નહીં. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આ પ્રકારના વેપાર કરતા વેપારીઓ પર તવાઈ બોલાવવા માટે નો તખતો તૈયાર કરવામાં આવ્યો છે એટલું જ નહીં માત્ર અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યના અન્ય શહેરોમાં પણ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવશે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે અને તે માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાય છે. મહત્વની વાત તો એ છે કે રાજકોટ જ નહીં પરંતુ ઘણા ખરા જગ્યા ઉપર આ પ્રકારના વેપારીઓ દ્વારા બિલ વગર નો માલ મોકલવામાં આવતો હોય છે. ત્યારે આ પ્રકારના વેપારીઓ પર તવાઈ બોલાવવા માટે હાલ સ્ટેટ જીએસટી હરકતમાં આવ્યું છે અને મહત્વની વાત તો એ છે કે જે ગેરરીતી આ ચર્ચા વેપારીઓ હોય તેના પર લગામ મૂકવા માટે હાલ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આગામી દિવસોમાં માત્ર જીએસટી વિભાગ જ નહીં પરંતુ ઇન્કમટેક્સ પણ તપાસમાં ઝમ્પલાવશે અને ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો પણ બહાર આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ સહિતના વિભાગો પણ હવે આ પ્રકારની તપાસમાં ઝંપલાવશે તેવું હાલ ચિત્ર સામે આવ્યું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:15 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech