પ્રાઈડ-વનવર્લ્ડ ગ્રુપ પરના દરોડામાં GSTને હાથ લાગ્યા અનેક શંકાસ્પદ દસ્તાવેજો

કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, બાળકોના લેપટોપ બિલોની ફાઈલ સહિતના દસ્તાવેજોની ચકાસણી શરૂ : વિભાગને હાર્ડડિસ્ક માંથી શંકાસ્પદ માહિતીઓ અને આંકડાઓ મળે તેવી સંભાવના

રાજકોટ, તા. 13
છેલ્લા ઘણા સમયથી જીએસટી વિભાગ જે રીતે વેપારી ઉપર તવાઈ બોલાવી રહી છે તેનાથી વિવિધ ક્ષેત્રમાં ખાસ તો એવો ડર વ્યાપી ઊઠ્યો છે મળતી માહિતી મુજબ રાજકોટના બિલ્ડર લોબી ઉપર સેન્ટ્રલ જીએસટી અને ઉૠૠઈંના સંયુક્ત ઓપરેશનમાં બિલ્ડરો પર તવાઈ બોલાવવામાં આવી. એટલું જ નહીં સેન્ટ્રલ જીએસટીના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાઇડ ગ્રુપ અને વનવર્લ્ડ ગ્રુપના વિવિધ પ્રોજેક્ટ પર જે દરોડા પાડવામાં આવ્યા તેમાં ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી બહાર આવે તેવી સંભાવનાઓ તથા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલું જ નહીં અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા તે તમામ બિલ્ડરો દ્વારા ખોટી રીતે આઈ.ટી.સી કલેમ કરવામાં આવી હતી. ત્યારે આ તમામ જગ્યાઓ પરથી કોમ્પ્યુટર, હાર્ડડિસ્ક, છોકરાઓના કોમ્પ્યુટર અને લેપટોપ તથા બિલોની ફાઈલ સહિત તમામ જરૂરી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
બિલ્ડરો દ્વારા ઘણી ઘણી વખત ખોટો ખર્ચ દેખાડવામાં આવતો હોય છે અને તે બાદ બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવામાં આવે છે ત્યારે ખોટા બીલો રજૂ કરી જે કૌભાંડ આચારવામાં આવતું હોય તેનાથી ઘણા પ્રશ્નો ઊભા થયા છે હાલ બિલ્ડર લોબી ઉપર જે દરોડા પાડવામાં આવ્યા તેમાં માલની કોઈ મોમેન્ટ કરવામાં આવી ન હતી ત્યારે હવે જીએસટી ઇન્ટેલિજન્સ અને પ્રિવેન્ટીવ વિભાગ દ્વારા હાલ જે માહિતી એકત્રિત કરવામાં આવી તેનું અવલોકન કરવામાં આવશે અને ત્યારબાદ જ સત્ય હકીકત બહાર આવશે કે કયા પ્રમાણમાં કરચોરી સામે આવી છે. રાજ્યમાં ઉપરા ઉપરી વિવિધ શહેરોમાં સ્ટેટ જીએસટીની સાથો-સાથ સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા કરવામાં આવે છે. ત્યારે આજે સેન્ટ્રલ જીએસટીની ટીમે રાજકોટના બિલ્ડરો દરોડા પાડ્યા છે. પ્રાઇડ અને ધ વન વર્લ્ડ ગ્રુપ પર દરોડા પાડયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હાલ બન્ને બિલ્ડર ગ્રુપના તમામ પ્રોજેક્ટ પર તપાસ હાથ ધરવામાં આવી છે.
સેન્ટ્રલ જીએસટી(ઈૠજઝ) ની ટિમ દ્રારા રાજકોટના કેટલાક જાણીતા બિલ્ડરો ઉપર તવાઈ હાથ ધરાઈ છે. જેમાં પ્રાઈડ ગ્રૂપના મોટામવા અને પ્રેમ મંદિર પાસેના કોમર્શિયલ પ્રોજેકટ, ધ વન વર્લ્ડ ગ્રૂપના બાલાજી હોલ પાસેના મંગલમ, વાઈટાલીટી તેમજ નાનામવા પાસેના સર્કલ કોર્પોરેટ વલ્ડ, અંબિકા ટાઉનશીપ, પીપળીયા એમ્પાયર, પીપળીયા હોલ કોઠારીયા, આઈકોનીક વલ્ડના કાંગશીયાળી પ્રોજેકટ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.પ્રાઇડ ગ્રુપના સંચાલક રોહિત રવાણી અને ધ વન વર્લ્ડ ગ્રુપના સંચાલક પ્રિતેશ પીપળીયા છે. બીજી તરફ એ વાતની પણ શક્યતા સિવાય રહી છે કે જો તપાસમાં ખૂબ મોટા પ્રમાણમાં લાયબિલિટી સામે આવશે તો ઇન્કમટેક્સ વિભાગને પણ આ તપાસમાં આવું પડશે હાલ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જીએસટી ઇન્ટેલિજન્સ દ્વારા સર્ચ ઓપરેશન આટોપી લેવામાં આવ્યું હોય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ વાત સામે આવી નથી પરંતુ એ વાત સ્પષ્ટ છે અને સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તેને ધ્યાને લઈ કે આ સર્ચ ઓપરેશનમાં ખૂબ મોટા પ્રમાણમાં જીએસટી ચોરી થઈ હોવાનું સામે આવે તો નવાઈ નહીં.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરચોરો પર તવાઈ બોલાવવા માટે ભારે મહેનત અને જેમ જ ઉઠાવવામાં આવી રહી છે સાથોસાથ દરેક સેન્ટ્રલ એજન્સીને પણ તાકીદે સૂચિત કરવામાં આવ્યું છે કે તેમના દ્વારા એ તમામ મિલકત ધારકો પર નજર રાખવામાં આવે અને જરૂરી દસ્તાવેજ એકત્રિત કરવામાં આવે જેથી ખ્યાલ આવી શકે કે કેમના દ્વારા કઈ પ્રકારે કરચોરી કરવામાં આવી છે જેને લઈને હાલ સેન્ટ્રલ જીએસટી હોય કે સ્ટેટ જીએસટી ઇન્કમટેક્સ વિભાગ એ પણ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે અને કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.


સંલગ્ન પેઢી ધારકો તથા વેપારી વર્તુળ ઉપર પણ તપાસ
જીએસટી ઇન્ટેલિજન્સ અને પ્રિવેન્ટીવના અધિકારીઓએ આડકતરી રીતે જણાવ્યું હતું કે જે બિલ્ડર ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે તેની સાથે તેની સલગ્ન પેઢી અને તેની સાથેના વેપારી વર્તુળ ઉપર તપાસ હાથ ધરવામાં આવશે હાલ તે માટે ડેટા ભેગો કરવામાં આવી રહ્યો છે બીજી તરફ જે મહત્વપૂર્ણ દસ્તાવેજો જીએસટી ઇન્ટેલિજન્સના હાથે લાગ્યા છે તેમાં પણ જો અન્ય વેપારી ના નામ સામે આવશે તો તેમના પર પણ તપાસ હાથ ધરવામાં આવી શકે છે ત્યારે આ ગ્રુપ સાથે સંકળાયેલા વેપારી આલમમાં પણ ક્યાંકને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે કે શું તેમના ઉપર પણ જીએસટીની ટીમ ચ્રાટક છે કે કેમ કે પછી આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવશે.


નિર્ધારિત સમયમાં બદલ્યો અને પ્રમોશન ન થતાં કામગીરીનું ભારણ એજન્સી પર વધ્યું
આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા જે બદલી અને બઢતી થઈ તે નિર્ધારિત સમયથી મોળી થઈ છે પરિણામ સ્વરૂપે જે કામગીરી નિર્ધારિત સમયમાં કરવામાં આવનાર હોય તે કામગીરી પાછળ ઠેલાઈ હતી. ત્યારે બંને એજન્સી માટે હાલ કામનું બેક લોગ પણ ખૂબ વધી ગયું છે પરિણામ સ્વરૂપે આવનારા દિવસોમાં પણ જીએસટી વિભાગની સાતોસાથ આવકવેરા વિભાગ દ્વારા પણ દરોડા પાડવામાં આવે તો નવાઈ નહીં કારણ કે સેન્ટ્રલ એજન્સીને કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ટાર્ગેટ આપવામાં આવ્યા છે તેને પરિપૂર્ણ કરવા સર્ચ ઓપરેશન એકમાત્ર વિકલ્પ રહેતો હોય છે જેને હાલ બંને વિભાગ એટલે કે જીએસટી અને ઇન્કમટેક્સ સંયુક્ત રીતે ઉપયોગ કરી રહી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:03 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech