મનપાએ પ્રસિદ્ધ કર્યું ટેન્ડર : સુરતની એજન્સીને સર્વે કરવાની સોંપી જવાબદારી
રાજકોટ, તા. 14
સમગ્ર રાજકોટ શહેરમાં હાલ સૌથી મોટી જો કોઈ સમસ્યા હોય તો તે ટ્રાફિકની છે આ સમસ્યા એટલી હદે વિકરાળ બની છે કે મહાનગરપાલિકાએ છે જુના સર્કલો હતા તેને નાના કર્યા પરંતુ સર્કલ નાના કરવાથી પણ જે ટ્રાફિકની સમસ્યા હળવી થવી જોઈએ તેમાં સહેજ પણ ઘટાડો આવ્યો નથી જે હાલ મહાનગરપાલિકા માટે ચિંતા નો વિષય અને ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે મળતી માહિતી મુજબ રાજકોટના ત્રણેય ઝોન વિસ્તારમાં કુલ 10 જેટલી ટ્રાફિક સિગ્નલ ને જનભાગીદારી મારફત ઊભી કરવામાં આવશે એટલું જ નહીં ટ્રાફિક સમસ્યા હળવી થાય તો ફુવારા સહિતના આકર્ષણ પણ ઊભા કરાશે જે માટેના ટેન્ડર હાલ બહાર પાડવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના સંપર્ક સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટેન્ડર માટે રાજકોટના અનેકવિધ વેપારી તથા ઔદ્યોગિક સંસ્થાઓ તેમજ ટ્રાફિક સર્કલ ડેવલપ કરવા માંગતી સંસ્થાઓ દ્વારા ટેન્ડર ભરવામાં આવશે. મહત્વનું એ છે કે હાલ મેન્ટેનન્સ સાથેનો કોન્ટ્રાક્ટ પાંચ વર્ષ માટે આપવાનો નક્કી અને નિર્ધાર કર્યો છે. સાથોસાથ મહત્વનું એ પણ છે કે હાલ જે સર્કલ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે તેમાં પણ મનોમંથન થશે કારણકે હાલ જે ચિત્ર ઉભું થયું છે તેનાથી ટ્રાફિક સમસ્યામાં સહેજ પણ ઘટાડો થયો નથી.
બીજી સૌથી મોટી વાત એ છે કે શહેરના મુખ્ય સર્કલો ઉપર હરમેશ ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે ત્યારે મહાનગરપાલિકાએ મુખ્ય સર્કલોને જે નાના કરવાનો અભિપ્રાય આપવામાં આવ્યો તે બાદ સાત જેટલા સર્કલો માટે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો પરંતુ આ એ તમામ સર્કલો પર ટ્રાફિક ઘણી ઘણી વખતે નિર્ધારિત કરતા પણ વધુ જોવા મળ્યો છે જે હાલ મહાનગરપાલિકા માટે સૌથી મોટો ચિંતાનો વિષય અને માથાનો દુખાવો સાબિત થયો છે. બીજી તરફ રાજકોટ સ્માર્ટ સિટી બનવા તરફ જે રીતે આગળ વધી રહ્યું છે અને આ શહેરને સુશોભિત બનાવવા માટેના હાલ તમામ પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે તે સ્થિતિમાં દસ મહત્વના ટ્રાફિક સર્કલોને ડેવલપ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી સર્કલનું આકર્ષણ યથાવત રહે તે માટેનું આયોજન હાલ હાથ ધરવામાં આવ્યું છે.
અત્યાર સુધી થતું હોય કે મોટા સર્કલ હોવાના કારણે ટ્રાફિક થવાની સમસ્યા ખૂબ વધી જતી પરિણામ સ્વરૂપે આ અંગેનો યોગ્ય સર્વે કરાવવા માટે શહેરના તમામ સર્કલો અને થતા ટ્રાફિકની સ્થિતિ જાણવા એક ખાસ સુરતના ક્ધસલ્ટન્ટ ની નિમણૂક કરી છે જે વલ્લભભાઈ પટેલ પ્રદ્યોગિક સંસ્થા આ તમામ સર્કલ ની ડિઝાઇન અંગે સર્વે હાથ ધરશે.
મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર સંસ્થા પ્રથમ તબક્કે મુખ્ય સર્કલો જેવા કે કોટેચા ચોક જિલ્લા પંચાયત ચોક ટેલીફોન એક્સચેન્જ સહિતના સર્કલો ને નાના કરવા માટે સૂચનો કરવામાં આવ્યા છે. મહત્વનું એ છે કે યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ ખાતેના ડિવાઈડરોને તોડીને વાહન ચાલકો યુ ટર્ન લઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે હાલ સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાએ વધારાના 10 ટ્રાફિક સર્કલ જનભાગીદારીથી ડેવલપ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ઘરી છે. જ્યારે સિકપુરીટી ડિપોઝીટ નિયત કરવામાં આવી છે. જે મુજબ 5.99 મીટર સુધીના ડાયામીટરના સર્કલ માટે રૂ. 25,000 6થી 9.99 મીટરના ડાયામીટરના સર્કલ માટે રૂ. 50 હજાર, 10થી 14.99 મીટર ડાયામીટર માટે રૂ. 1 લાખ અને 15 મીટર કે તેનાથી વધુ ડાપામીટર સર્કલ માટે રૂ. 1.50 લાખની સિકયુરીટી ડિપોઝીટ આપવાની રહેશે. સાથોસાથ સર્કલમાં કુલ એરિયાના 50 ટકા વિસ્તારમાં ફુવારાનું હોર્ટિકલ્ચર અને બાકીના વિસ્તારમાં સિવિલવર્ક કરવાનું રહેશે.
એજન્સીઓને ફાળવણી થયા બાદ માત્ર 3 મહિનામાં ટ્રાફિક સર્કલ ડેવલપ કરવાનું રહેશે, જેમાં તેની થીમને વધુ આકર્ષક બનાવી મનપા દ્વારા સૂચવવામાં આવે તે મુજબ રાષ્ટ્રીય પ્રવાહ સાથે અથવા સામાજિક ઉત્થાનને લગતું સિવિલ વર્ક કરવાનું રહેશે. આ માટે સંબંધિત એજન્સીઓએ જુદી-જુદી ત્રણ થીમ કોર્પોરેશનની સિલેક્શન કમિટી સમક્ષ રજુ કરવાની રહેશે. તેમાંથી જે થીમ મંજુર થાય તે મુજબ ટ્રાફિક સર્કલને ડેવલોપ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે. ત્યારબાદ પાંચ વર્ષ સુધી મેન્ટેનન્સ પણ જે-તે એજન્સીએ કરવાનું રહેશે.
નીચે મુજબના સર્કલો થશે ડેવલપ
જે. કે. ચોક પુષ્કરધામ મેઈન રોડ આગળ
આહીર સર્કલ નહેરૂનગર 80 ફૂટ રોડ
જલગંગા ચોક, સંત કબીર રોડ પાસે
ભક્તિનગર સર્કલ, 80ફૂટ રોડ
સોરઠીયાવાડી સર્કલ (80 ફૂટ રોડ પર એક સર્કલ)
આનંદ બંગલા ચોક પર જુદા-જુદા 2 સર્કલ
શિતલપાર્ક 150 ફૂટ રીંગરોડ પર એક સર્કલ
માનવ સર્કલ જુનો યુનિ. રોડ પ્રેમમંદિર નજીક
પોલીસ હેડકવાર્ટર પાસેનું સર્કલ રેસકોર્સ રીંગરોડ
માધાપર મેઈનરોડ એઈમ્સ રોડ જંકશન નજીક
