છૂટક અનાજ નહીં પેકેટમાં આપવા સરકાર લેશે નિર્ણય

સસ્તા અનાજની દુકાનોમાં થતી મિલાવટ અટકવા સરકારની વિચારણા છેલ્લા ઘણા સમયથી ઉદ્ભવતી તકલીફો અને ફરિયાદો નિવારવા શરૂ કરી ચર્ચા વિચારણા

રાજકોટ, તા. 16
સસ્તા અનાજ ના લાભાર્થીઓને યોગ્ય અન્ન પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવા માટે હાલ વિચારણા ચાલી રહી છે મળતી માહિતી મુજબ સરકાર દ્વારા 72 લાખથી વધુ પરિવારોને સસ્તુ અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે આ વિતરણ વ્યવસ્થા માં સહેજ પણ ગેરરીતી ન થાય અને તેને ગુણવત્તા જળવાઈ રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. છેલ્લા ઘણા સમયથી આ અંગે એક નહીં અનેકવિધ ફરિયાદો ઉઠી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનાજમાં થતી ગેરરીતિને અટકાવવા માટે અને અનાજની ગુણવત્તા જાળવવા અત્યંત મહત્વનો નિર્ણય લેવા તરફ આગળ વધી રહી છે જેમાં હવે અત્યાર સુધી સસ્તા અનાજની દુકાનોમાં છૂટક અનાજનું વેચાણ થતું હતું જે બંધ કરી હવે પેકેટમાં અનાજ આપવામાં આવે તેવી યોજના હાલ સરકાર બનાવી રહી છે. પેકેટ ફૂડમાં પણ ગુણવત્તા જળવાઈ રહે છે કે કેમ તે અંગે એક નહીં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ત્યારે આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને જ હવે રાજ્ય સરકાર દ્વારા નક્કર પગલા લેવામાં આવે તે માટે વિચારવી મળશે શરૂ કરી દેવામાં આવ્યો છે..
આ અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને અવાર-નવાર ફરિયાદો જોવા મળે છે. ત્યારે રાજ્ય સરકાર અનાજમાં થતી મિલાવટને અટકાવવા અને સારી ગુણવત્તાનું અનાજ મળી રહે તે માટે મહત્ત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. સરકાર હવે છૂટક અનાજ વહેંચવાનું બંધ કરીને પેકેટમાં અનાજ આપવાનું વિચારી રહી છે. ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પેકેજીંગ અનાજ વિતરણ ભેળસેળ અટકી જશે. શું ડુપ્લીકેટ પેકેજીંગ સંભાવનાઓ નથી ? ભેળસેળને અટકાવવા માટે માત્ર પેકેજીંગ અનાજ વેચવાથી અટકાવી શકાય?
રાજ્ય સરકારના અન્ન નાગરિક અને પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે સરકાર નો લક્ષ્ય છે કે જે પણ લોકો ગરીબી રેખા હેઠળ જીવતા હોય અથવા તો જેવો સસ્તુ અનાજ મેળવતા હોય તે તમામ લાભાર્થીઓને ગુણવત્તા યુક્ત અનાજ મળે તે માટે દરેક સંભવત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે હાલ સરકાર પેકેટ ફૂડની વ્યવસ્થા ઉભી કરવા માટે હાલ વિચાર વિમર્શ કરે છે તેમનું માનવું છે કે આ જો યોજના ની ચોક્કસ અમલવારી થશે તો મિલાવટ અટકશે અને ગુણવત્તા યુક્ત આહાર મળતો રહેશે. જે અંગે હાલ સરકાર વિચાર કરી રહી છે અને કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા બાદ મંજૂરી મેળવવામાં આવશે. આગામી બજેટમાં અનાજનું પેકેજીંગ કરવા માટેની રકમની જોગવાઈ કરવામાં આવશે. હાલમાં રાજ્યમાં ગ્રાહકોને 2 કિલો, 3 કિલો છૂટક અનાજ આપવામાં આવે છે. જેથી ઘણીવાર અનાજની ગુણવત્તાને લઈને ફરિયાદો જોવા મળી છે. અનાજ બદલી નાખવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી રાજ્ય સરકાર દ્વારા અનાજ, કઠોળ સહિત નક્કી કરેલા જથ્થાને પેકેજીંગ કરી વિતરણ કરવા અંગે વિચારણા કરી રહી છે.
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ 2711 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી હતી. રાજ્યના 72 લાખ કુટુંબોને છેલ્લા ચાર વર્ષમાં 68 લાખ મેટ્રિક ટન અનાજ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવ્યું હતું. નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ-2013 હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે 72 લાખ કુટુંબોને ગઋજઅ હેઠળ આવરી અનાજ પૂરું પાડવા માટે 675 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:49 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech