ચાર માળનું બિલ્ડીંગ રાજાશાહી લેખો સહિતના અઢળક દસ્તાવેજોથી ભરેલુ : રાજકોટ કલકેટરે સીધુ મોનીટરીંગ કર્યું શરૂ
રાજકોટમાં જુના દસ્તાવેજ સાથે ચેડાનો રાફડો ફાટ્યો નોધણી વિભાગમાં જુના દસ્તાવેજ સાથે થયા ચેડાના પડઘા તમામ કચેરીમાં પડ્યા
2012માં નિવૃત્ત અભિલેખાગાર કચેરીના કર્મચારી હજુ પણ પોલીસને હાથ લાગ્યો નથી અધિક્ષકને ગાંધીનગરનું તેડું : અભિલેખાગાર કચેરીનો નિવૃત્ત કર્મચારી પકડાય તો અનેક ના નામ આવી શકે છે સામે
રાજકોટ,.તા. 16
બે થી ત્રણ દિવસ પૂર્વે રાજકોટમાં બોગસ દસ્તાવેજ કૌભાંડ સામે આવ્યું છે જેને લઇ હાલ પોલીસ વિભાગ અને રેવન્યુ વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ મહત્વનું એ છે કે હાલ જે વિગતો બહાર આવી કે અભિલેખાગાર કચેરીના નિવૃત્ત કર્મચારી દ્વારા કોભાંડ કરવામાં આવ્યું હતું તેમજ હાલ તપાસ ચાલી રહી છે અત્યારે સરકાર અને રેવન્યુ તંત્ર માટે મહત્વનું એ છે કે જો આ વ્યક્તિ સામે આવશે તો અન્ય રહસ્ય પણ ખુલશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ સત્ય હકીકત તો એ છે કે રાજકોટની અભિલેખાગાર કચેરી અનેકવિધ રીતે ચર્ચામાં ભૂતકાળમાં પણ આવેલી છે. આ એ કચેરી છે કે જ્યાં રાજકોટ સહિત જિલ્લા અને જ્યારે રાજકોટમાં કોઈ ગામ ભળ્યા ન હતા તે સમયના રાજાશાહી વખતના લેખ આ કચેરીમાં રાખવામાં આવેલા છે જેની સંખ્યા આશરે 60 થી 70,000 જેટલી છે. મહત્વનું એ છે કે આ એ અભિલેખાગાર કચેરી છે કે જ્યાં 23 નું મહેકમ મંજૂર થયેલું છે અને માત્ર ચાર લોકો જ કામ કરે છે ત્યારે આટલા મોટા અને મહત્વની કચેરીમાં અપૂરતો સ્ટાફ કેવી રીતે અત્યંત ઉપયોગી અને મહત્વ ધરાવતા લેખોની સાર સંભાળ રાખી શકે તે સૌથી મોટો પ્રશ્ન છે. જેના માટે હાલ રેવન્યુ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે અને કચેરીના અધિક્ષકને પણ ગાંધીનગર બોલાવાયા છે.
આજના વિકસતા યુગમાં અભિલેખાગારની અગત્યતા ખૂબજ સ્વીકાર્ય છે. દરેક રાષ્ટ્ર અને રાજ્ય અભિલેખાગારની અનિવાર્યતાને મહત્વ આપેલું છે. કારણ કે ભૂતકાળમાં આપણા વારસાને તે પ્રત્યેક્ષ અને ચરિર્તા કરે છે. જ્યારે દરેક દેશના ઈતિહાસના જુદા જુદા પાસાઓનો અભ્યાસ કરવો હોય તા વહીવટને સુદ્રઢ અને મજબૂત બનાવવો હોય ત્યારે અભિલેખાગારમાં રહેલા દસ્તાવેજોમાં સંગ્રહિત લખાણોનો આધાર ખૂબજ મહત્વપૂર્ણ બની જતો હોય છે અને સંશોધનકારો માટે તે અહમ બને છે.
ભૌગોલીક તથા સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા દેશો માટે સંશોધન ખૂબજ ખર્ચાળ હોય છે ત્યારે આવા સમયમાં સંશોધકો માટે દસ્તાવેજો શોધવા એ ખૂબજ મુશ્કેલ અને જટીલ કાર્ય બની ગયું છે. આ સમયે સંશોધનકારો માટે અભિલેખાગારમાં સંગ્રહીત મહત્વપૂર્ણ દસ્તાવેજો તેમનો સમય બચાવે છે. આમ અભિલેખાગારની ઉપયોગીતા અને અગત્યતા ઘણી મહત્વની છે. અભિલેખાગાર કચેરીને પહેલા પશ્ચિમ વર્તુળ અભિલેખાગાર કચેરી તરીકે નામના પ્રાપ્ત કરેલી હતી. રાજકીય એજન્સી માટેનો રેકોર્ડ સંગ્રહાયેલુ હતું. ભારત દેશને આઝાદી મળતાની સાથે જ આ કચેરીની સૌરાષ્ટ્ર રાજ્યના જયુડીશ્યલ ખાતાની અંદર સમાવવામાં આવી હતી.
2017થી ખાલી પડેલી અભિલેખાગાર કચેરીની જગ્યા ભરવા માટે અનેકવિધ દરખાસ્તો કરવામાં આવી છે. પરંતુ તેનો કોઈ નકકર જવાબ હજુ સુધી મળવા પાત્ર રહ્યો નથી. ભૂતકાળમાં પણ વર્ગ-2થી વર્ગ-4 સુધી કુલ 25 લોકો કાર્યરત રહેતા પરંતુ જેમ જેમ સમય પસાર થતાં સરકાર દ્વારા મહેકમ ઘટાડવામાં આવ્યું હતું. ત્યારે પ્રશ્ર્ન એ પણ ઉદ્ભવીત થાય છે કે, આટલા મહત્વપૂર્ણ રેકોર્ડની સાર સંભાળ લેવા માટે માત્ર 4 જ અધિકારીઓ ઉપર અભિલેખાગાર કચેરી કઈ રીતે કાર્યરત થઈ શકે.સરકાર શુંકામ અભિલેખાગાર કચેરી માટે ભેદી મૌન સેવી રહ્યું છે એ પણ એક મુખ્ય પ્રશ્ર્ન ઉદ્ભવીત થયો છે.
અભિલેખાગાર કચેરીમાં સંગહાયેલા તમામ રેકોર્ડની જાળવણી અને સાચવતી વૈજ્ઞાનિક ધોરણે કરવામાં આવી રહી છે. આ કચેરીમાં જૂના દસ્તાવેજો, પુસ્તકો, ગેજેટના અહેવાલોની મરામત તેમજ જાળવણી અંગેની કામગીરી બાઈન્ડીંગ વિભાગ દ્વારા કરવામાં આવે છે. સૂચવેલા તમામ ખાતા પૈકીના દફતરોમાંથી સરકાર દ્વારા દાખલા શોધી નકલો આપવા માટે નીચે મુજબનું જરૂરી રેકોર્ડ સંગ્રહાલયેલા છે. જેમાં લેખ વહીઓ, દસ્તાવેજો, જમીન વેંચાણ, ગીરો વિગેરે અંગેના કાગળો, જન્મ-મરણના રજીસ્ટરો વગેરેની માંગણી મુજબની નકલો સરકારના નિયમોનુસાર ફી વસુલી કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ રાજકોટ અભિલેખાગાર કચેરી વિશે જો વાત કરવામાં આવે તો પડતર અરજીઓને લઈ અરજદારો અનેકવિધ સવાલો કચેરીમાં કામગીરી કરતા અધિકારીઓ ઉપર ઠીકળુ ભાંગે છે અને તેમને નબળી કામગીરી બદલ જવાબદાર પણ માને છે. ત્યારે સરકાર રાજકોટની અભિલેખાગાર કચેરીને નજીકના સમયમાં જો પુરતો સ્ટાફ આપે તો અરજદારોની પડતર અરજીઓનો પણ નિકાલ થઈ શકશે અને તેમને પડતી મુશ્કેલી અને હાલાકી પણ દૂર થશે. ત્યારે જોવાનું એ રહ્યું કે, આ મુદ્દે સરકાર તેનું ભેદી મૌન કયારે છોડે છે.મહત્વનું એ છે કે સરકાર આ અંગે જો ગંભીરતાપૂર્વક વિચાર કરશે તો જ સત્ય હકીકત બહાર આવશે કારણ કે આ સમગ્ર કોભાંડના મૂળ સુધી પહોંચવું હોય તો યોગ્ય પગલા લેવા ખૂબ જરૂરી અને આવશ્યક છે જેને લઈને હાલ રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગ સજ્જ.
રજીસ્ટ્રાર કચેરીનાં કરાર આધારીત કર્મચારીઓ તથા અભિલેખાગાર કચેરીના અધિકારીઓ પણ સાણસામા
રાજકોટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. આ તરફ હવે આશંકાને આધારે રજીસ્ટ્રાર કચેરીએ પ્રદ્યુમ્નનગર પોલીસને જાણ કરી છે. જેને લઈ ખાનગી ફ્લેટના 9માં માળે આવેલા ફ્લેટમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ સાથે એવું પણ સામે આવ્યું છે કે, આ ખાનગી ફ્લેટના 9માં મળે કરવામાં આવેલ તપાસમાં અનેક શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા છે. આ તરફ હવે રજીસ્ટ્રાર કચેરીના કરાર આધારીત કર્મચારીની સંડોવણીની પણ આશંકા છે.
1700 અરજીઓ હજુ પણ પેન્ડિંગ
રાજકોટ અભિલેખાગાર કચેરી છેલ્લા ઘણા સમયથી કાર્ય કરી રહી છે પરંતુ મહત્વનું એ છે કે અહીં વિવિધ લેખો માટે આવતી અરજીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે પરંતુ હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઇ અત્યારે 1700 જેટલી અરજીઓ હજુ પણ પેન્ડિંગ પડેલી છે આ માટે આ કચેરીમાં વધુ સ્ટાફ આવે તે માટે અનેક દરખાસ્ત અને રજૂઆત રાજ્ય સરકારમાં કરવામાં આવી પરંતુ અત્યારે માત્ર કુલ ચાર કર્મચારીઓથી સમગ્ર કચેરી ચાલે છે જે ખરા અર્થમાં જોખમી પણ છે ત્યારે આ અંગે સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરવો ખૂબ જરૂરી છે.
તપાસ રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો
બોગસ દસ્તાવેજ કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે અભિલેખાગાર કચેરીના અધિક્ષક એવા ભુરજી ડામોરને હાલ ગાંધીનગર તપાસ સાથે બોલાવવામાં આવ્યા છે ત્યારે તમામ સાહિત્ય સાથે તેઓ ગાંધીનગર પહોંચ્યા હોવાનું હાલ સૂત્ર જણાવ્યું છે હવે આ તપાસમાં આગળ શું પરિણામો આવશે તે તો આવનારો સમય જણાવશે પરંતુ એવા સ્પષ્ટ થઈ ચૂકી છે કે સમગ્ર રાજ્યમાં રાજકોટની છબી તો ખરડાઈ છે એટલું જ નહીં હાલ જ અભિલેખાગાર કચેરીનું નામ સામે આવ્યું છે તેને લઈને એક નહીં અનેકવિધ નવી વાતો અને રહસ્યો સામે આવે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
