દારૂની બોટલ સાથે શહેર ભાજપનો નકલી મંત્રી પકડાયો

નકલીઓની હારમાળા વચ્ચે હવે આ નવુ આવ્યું: રોફ જમાવ્યો, પછી ઢીલોઢફ થઇ ગયો

ગ્રીનલેન્ડ ચોકડીએ બી-ડિવીઝન પોલીસે ભાજપની નેમપ્લેટ સાથેની કાર અટકાવી: અંદરથી દારૂ મળતાં ચાલકે કહ્યું-એક ફોન કરીશ તો મને જવા દેવો પડશે: પણ પોલીસ પાસે કંઇ ન ચાલ્યું: છેલ્લે કબુલ્યું કે હું ઇમિટેશનનો ધંધાર્થી છું: પોલીસ પકડે નહિ એટલે ખોટી નેમપ્લેટ રાખી હતી

દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા. 21
દારૂબંધી ધરાવતાં ગુજરાતમાં જેને ગમે તેમ કરીને પરમીટ વગર પીવો છે તે ગમે ત્યાંથી શોધી કાઢે છે અને બૂટલેગરો, સપ્લાયરો પણ પોલીસના ડર વગર હેરાફેરી કરતાં રહે છે. જો કે અમુક એવા હોય છે જે પોલીસ પોતાને ખોટુ કર્યુ હોય તો પણ પકડે નહિ એ માટે ખોટા સ્વાંગ રચીને પોલીસ સામે રોફ જમાવતાં હોય છે. રાજકોટ શહેરમાં એક ઇમિટેશનનો ધંધાર્થી શહેર ભાજપનો નકલી મંત્રી બની કારમાં હોદ્દાની નેમ પ્લેટ રાખીને દારૂની બોટલ સાથે નીકળી પડ્યો હતો. આ મહાશય ગ્રીનલેન્ડ ચોકડીએ મોડી રાતે બી-ડિવીઝન પોલીસની ટીમને ઝપટમાં આવી ગયો હતો. પહેલા તો તેણે પોતે એક જ ફોન કરશે તો જવા દેવો પડશે તેમ કહી પોતે શહેર ભાજપ મંત્રી છે તેવુ કહી રૂઆબ બતાવ્યો હતો. પણ પોલીસે તેની વિશીષ્ટ પુછપરછ કરતાં પોતે કોઇ મંત્રી નહિ હોવાનું અને ઇમિટેશનનો ધંધાથી ર્હોવાનું કબુલ્યું હતું.
રાજકોટ શહેરમાં અનેક લોકો નકલી બનીને અસલીનો રૂઆબ જમાવતાં અગાઉ પકડાઇ ચુક્યા છે. દરમિયાન હવે શહેર ભાજના મંત્રીનો સ્વાંગ રચી દારૂની બોટલ લઇ કારમાં નીકળેલો શખ્સ ઝડપાઇ જતાં પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. એકત્રીસમી ડિસેમ્બરને અનુસંધાને રાજકોટ શહેરમાં હાલમાં દરરોજ અલગ અલગ પોલીસ સ્ટેશન, ટ્રાફિક બ્રાંચ, ડીસીબી, એલસીબી, એસઓજી દ્વારા વાહન ચેકીંગ, ડ્રીંક એન્ડ ડ્રાઇવની કામગીરી થાય છે. દરમિયાન રાતે બે વાગ્યે ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ તરફ જતાં રસ્તા પર બી-ડિવીઝન પોલીસે કાળા રંગની કારમાં શહેર ભાજપ મંત્રીની નેમપ્લેટ રાખીને દારૂની બાટલી લઇને નીકળેલા શખ્સને પકડી લીધો હતો. પહેલા તો પોતે ભાજપનો હોદ્દેદાર હોવાની વાત તેણે કરી હતી. પરંતુ પોલીસે આકરી પુછતાછ કરતાં પોતે ઇમિટેશનનો ધંધાર્થી હોવાનું કહ્યું હતું. પોલીસે દારૂબંધીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વધુ માહિતી પર નજર કરીએ તો રાતે પોણા બે વાગ્યા આસપાસ કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી નજીક પોલીસે કાર અટકાવી હતી. જેમાં આગળ મંત્રી-શહેર ભાજપ લખેલી કમળના ચિત્રોવાળી નેમપ્લેટ મળી આવી હતી. કારની તલાસી લેતાં અંદરથી દારૂની એક બોટલ મળી આવતાં ચાલક સામે ગુનો નોંધી દારૂની બોટલ, મોબાઇલ, કાર મળી રૂા. 20,16,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચાલકે પોતાનું નામ સુરેશ વાલજીભાઇ મકવાણા હોવાનું અને પોતેે ગ્રીનલેન્ડ ચોકડી પાસે, હરસિધ્ધી પાર્ક-4માં રહેતો હોવાનું કબુલ્યું હતું. ચોત્રીસ વર્ષના આ શખ્સને રાતે પોતે ક્યાંથી આવે છે? બોટલ કયાંથી લાવ્યો? તે સહિતની પુછપરછ કરતાં પોતે ઇમિટેશનનો ધંધાર્થી હોવાનું કહ્યું હતું. તેમજ જમીનના કામે ચોટીલા તરફ વતનમાં ગયો હોઇ ત્યાંથી પીવા માટે મિત્ર પાસેથી બાટલી લઇ આવ્યાનું કબુલ્યું હતું. પોતાને કોઇ રોકે નહિ તેથી ભાજપની નંબર પ્લેટ રાખી હોવાનું કહ્યું હતું!
આ બનાવની વધુ વિગતો અનુસાર બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના હેડકોન્સ. હિતેષભાઇ જોગડા, કોન્સ. હાર્દિકભાઇ છૈયા, કોન્સ. રાજાભાઇ ગઢવી, હોમગાર્ડ અજયભાઇ ખાંભરા વિસ્તારમાં રાતે પેટ્રોલીંગમાં હતાં ત્યારે પોણા બે વાગ્યે ગ્રીનલેન્ડ ચોકડી પાસે કાળા રંગની જીજે03એનબી-8864 નંબરની કાર અટકાવી હતી. આ કારમાં આગળ મંત્રી-શહેર ભાજપની નેમપ્લેટ હતી. કારની તલાસી લેતાં રોયલ સ્ટેગ વહીસ્કી ફોર સેલ ઇન પંજાબના માર્કાવાળી એક બોટલ મળી આવી હતી. ચાલકને નામ પુછતાં સુરેશ વાલજીભાઇ મકવાણા કહ્યું હતું. દારૂની બોટલ વિશે પુછાતાં સુરેશે પોતે પીવા માટે લાવ્યાનું રટણ કર્યુ હતું અને પોતે ભાજપનો મંત્રી હોવાનું રટણ કર્યુ હતું. પરંતુ કોઇ આઇકાર્ડ તેની પાસે નહોતું. તેણે પોતે એક ફોન કરશે તો પોતાને જવા દેવો પડશે તેવો રોફ પણ જમાવ્યો હતો.
પોલીસે તેને ફોન કરી લેવાનું કહેતાં અંતે તે ઢીલો પડી ગયો હતો અને પોતે ભાજપનો કોઇ મંત્રી નહિ હોવાનું અને કોઇ હોદ્દો પણ નહિ ધરવાતો હોવાનું કબુલ્યું હતું. પોલીસ અટકાવે નહિ એટલે મંત્રી-શહેર ભાજપની ખોટી નેમપ્લેટ બનાવીને કારમાં રાખતો હોવાનું રટણ કર્યુ હતું.
પોલીસે દારૂ રાખવાનો ગુનો નોંધી બોટલ, કાર, મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી સુરેશ મકવાણાની ધરપકડ કરી હતી. તે ઇમિટેશનનો ધંધાર્થી છે અને કાર પણ તેની પોતાની છે. પોતે જમીનના કામે ચોટીલા તરફ પોતાના ગામે ગયો હતો. ત્યાંથી મિત્ર પાસેથી પીવા માટે બોટલ લીધી હોવાનું રટણ કર્યુ હતું. પોલીસ ઇન્સ્પકેટર એસ. એસ. રાણેના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. અનેક વખત આ રીતે અમુક શખ્સો અલગ અલગ સ્વાંગ રચી પોતાની ઘરની ધોરાજી ચલાવી લેતાં હોય છે. પણ પોલીસના હાથમાં આવી જાય ત્યારે હવા નીકળી જતી હોય છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:04 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech