મસાલાની જગ્યાએ ડ્રગ્સ મોકલવાનું કારસ્તાન : 3 નાઇઝિરીયન ઝબ્બે

અમદાવાદ NCBએ આંતરરાષ્ટ્રિય ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ : ગુજરાત, મહારાષ્ટ્ર કર્ણાટક NCBનું સંયુક્ત ઓપરેશન

અમદાવાદ, તા. 22
સમગ્ર દેશમાં હાલ ડ્રગ્સ રેકેટ ખૂબ વ્યાપક પ્રમાણમાં સામે આવી રહ્યું છે ત્યારે ગઈકાલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને બાદમે મળી હતી કે ગુજરાતથી ગરમ મસાલામાં ડ્રગ્સની હેરફેર કરવામાં આવી રહી છે જેમાં ત્રણ નાઈજીરિયન વ્યક્તિઓ સંડોવાયેલા છે એટલું જ નહીં અમેરિકા મોકલવામાં આવનાર આ ડ્રગ્સ અંગેની બાંધણી મળી હતી જે બાદ હાલ એનસીબી અમદાવાદ દ્વારા તપાસ આ રમવામાં આવી હતી અને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
અમદાવાદ NCBએ આંતરરાષ્ટ્રિય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. ગઈઇએ ત્રણ નાઈજિરિયન નાગરિકો સહિત 4ની ધરપકડ કરી છે. આ શખ્સો પાર્સલની હેરફેરની આડમાં ડ્રગ્સનો વેપાર કરતા હતા. આ શખ્સો વિવિધ બ્રાન્ડના મસાલાના પેકેટોમાં ડ્રગ્સની હેરફેર કરતા હતા. મળતા અહેવાલ પ્રમાણે NCBને બાતમી મળી હતી કે કુરિયર દ્વારા આ શખ્સો બે કિલો ક્રેટાઈમાની ડ્રગ્સ અમેરીકા મોકલવામાં આવવાના છે. આ બાતમીના આધારે આ શખ્સોની ધરપકડ કરીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.
ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સંયુક્ત ઓપરેશન કરી આરોપીઓને ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સોની ધરપકડ કર્ણાટકના બેલ્લાહલ્લી વિસ્તારમાંથી કરવામાં આવી હતી. ક્રેટામાઈનની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોટા પાયે માંગ રહેતી હોય છે, તેનો ઉપયોગ ડેટ રેપ ડ્રગ તરીકે પણ થાય છે.8 તારીખના રોજ અદનાન ફર્નિચરવાલાની કર્ણાટકમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ તપાસમાં સામે આવ્યું કે આ અદનાન નાઈજીરીયન ગેંગના શખ્સો સાથે મળીને આંતરરાષ્ટ્રિય ડ્રગ્સનો વેપાર કરતો હતો. 18 ડિસેમ્બરના રોજ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાંથી ઈમેન્યુઅલ ઈફ, એકલેમે અહેમફુલા જોસેફ અને ઈમેન્યુએલ ઓસાજા સાથે ધરપકડ કરવામાં આવી હતી.
હાલ કેન્દ્ર સરકાર દ્વારા તમામ સેન્ટ્રલ એજન્સીને તાકીદ કરવામાં આવી છે કે જે જગ્યા અને જે લોકો દ્વારા ગેરરિતી આચરવામાં અવતી હોય તેના પર ગંભીર પગલાં લે એટલું જ નહીં હાલ ડ્રગ્સ રેકેટ પણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સામે આવી રહ્યા છે. ત્યારે તેને અંકુશમાં લાવવા હાલ એક વિશેષ કવાયત હાથ ધરવામાં આવેલી છે. જેના ભાગરૂપે અત્યારે નારર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો તથા અન્ય એજન્સી હાલ ખાસ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા અને આ દુષણને દૂર કરવા માટે કામ કરી રહી છે. હવે આગામી દિવસોમાં ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલા એ તમામ ઉપર તવાઇ બોલાવવામાં આવશે. કારણ કે, નાકોર્ટિક્સ ક્ધટ્રોલ બ્યૂરોની સાથો સાથ અન્ય સેન્ટ્રલાઇઝ્સડ એજન્સી પણ આ ઝૂબેશમાં સહભાગી બની છે. ત્યારે ગઇકાલે અમદાવાદ એનસીબીને જે સફળતા મળી તે બાદ હવે આની લિંક ક્યા સુધી પહોંચી છે તેની તપાસ હાથ ધરાશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
1:49 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm