ગુજરાત-જાપાન વચ્ચે વ્યાપારિક સેતુ : પાંચ MOU

બંને દેશો માટે રોબસ્ટ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત મહત્વપૂર્ણ : ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને કરાશે પ્રમોટ

અમદાવાદ, તા. 24
ગુજરાતના ઔદ્યોગિક, આર્થિક અને સામાજીક વિકાસ માટે શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટને કારણે આજે જાપાન અને ગુજરાત વચ્ચેના સંબંધો એક ગાઢ મિત્રતામાં પરિવર્તિત થઇને વધુ મજબૂત બન્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું. ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે પાર્ટનરશીપ ડે અન્વયે મૈત્રી કરારો માટેનો કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજાયો હતો. ગુજરાત સરકાર અને શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે સિસ્ટર સ્ટેટ ફ્રેન્ડશિપ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. આ એગ્રીમેન્ટની મુખ્યમંત્રી અને શિઝુઓકા પ્રીફેક્ચરના ગવર્નરે પરસ્પર આપ-લે કરી હતી. જે કરાર સંપન્ન થયા છે તેમાં શિઝુઓકા બિઝનેસ ઇન્ટર્ન પ્રોગ્રામ અન્વયે મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન, અમદાવાદ અને હમામાત્સુ, શહેરો વચ્ચે આપસી સરકાર માટેની દરખાસ્ત, વર્સેટાઇલ માઇક્રો ઈ-મોબિલિટી પ્રોજેક્ટ માટે ખઘઞ, સુઝુકી મોટર કોર્પોરેશન અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વચ્ચે ખઘઞનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને શિઝુઓકા પ્રીફેક્ચરલ ગવર્નમેન્ટ તેમજ અમદાવાદ અને હમામાત્સુ શહેર (શિઝુઓકા) વચ્ચે મૈત્રી કરાર દ્વારા આજે બંને દેશો વચ્ચે એક નવી સહભાગિતાની યાત્રા શરૂ થઇ છે. ગુજરાત અને શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે કેટલીક રસપ્રદ સમાનતાઓ વિશે તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત અને શિઝૂઓકા પ્રીફેક્ચર બેય ઈનોવેશન, સસ્ટેનેબિલીટી અને પિપલ સેન્ટ્રિક ડેવલપમેન્ટનું સમાન વિઝન ધરાવે છે. આ ઉપરાંત ગુજરાતમાં અરબ સાગરનો સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયાકિનારો છે. તેવી જ રીતે, શિઝુઓકા પેસિફિક મહાસાગરનો વિશાળ દરિયાકિનારો ધરાવે છે.
ગુજરાત ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ઓટોમોટિવ, સિરામિક્સ, જેમ્સ એન્ડ જ્વેલરી સહિતના મોટા ઉધોગો ધરાવતું રાજ્ય છે. બીજી બાજુ, શિઝુઓકા પ્રોડક્શન સેક્ટર પણ ઓટોમોટિવ અને ઇલેક્ટ્રોનિકસ ઇન્ડસ્ટ્રી માટે જાણીતું છે. ગુજરાત મેન્યૂફેકચરીંગ હબ સાથો સાથ ‘ઓટો હબ’ બન્યું છે તેમાં જાપાનીઝ કંપનીઓ સૂઝૂકી મોટર્સ, હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કૂટર્સ, મિત્સુબિશી, ટોયોટાનું યોગદાન ખૂબ જ અગત્યનું છે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
એક્ટિવ પોલિસી મેકિંગ, ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ, ઈન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચ, રોબસ્ટ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્વોલિટી ઓફ લાઈફથી ગુજરાત આજે રોકાણ માટે સૌથી વધુ પસંદગીનું સ્થળ બન્યું છે. ઇમરજિંગ સેક્ટર એવા ગ્રીન એમોનિયા, ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી, સેમી કંડકટરમાં પણ ગુજરાત લીડ લઈ રહ્યું છે. ગુજરાત અને શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચેના આ કરાર એક મજબૂત પાયો છે. આ કરારથી વેપાર, વાણિજ્ય, ટેકનોલોજી, નવીનતા, સાંસ્કૃતિક આદાનપ્રદાન તેમજ પ્રવાસન જેવા ક્ષેત્રોમાં એકબીજાના સામર્થ્યનો લાભ મળશે. આ કરાર બન્ને દેશોની ક્ષમતાઓ માટે પૂરક બની વિવિધ ક્ષેત્રોમાં સહભાગિતાની સંભાવનાઓ ઉભી કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
શિઝુઓકા પ્રીફેક્ચરના ગવર્નર સુઝુકી યાસુતોમોએ આ પ્રસંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દાયકાથી જાપાનના ભારત અને ખાસ કરીને ગુજરાત સાથે સંબંધ ગાઢ રહ્યા છે. આજે ગુજરાત અને શિઝુઓકા વચ્ચે થયેલા મૈત્રી કરાર ભવિષ્યમાં ગુજરાત અને શિઝુઓકાના વિકાસ માટેનું એક ઐતિહાસિક પગલું પૂરવાર થશે. સુઝુકી યાસુતોમોએ ઉમેર્યું હતું કે, ગુજરાત આજે ભારતના આર્થિક વિકાસનો આધાર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ પ્રેરણાથી ગુજરાતની ઉદ્યોગ ફ્રેન્ડલી ઇકોસિસ્ટમના પરિણામે આજે સુઝુકી જેવી જાપાનની અનેક પ્રતિષ્ઠિત કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કર્યું છે. એટલા માટે જ, જાપાન અને શિઝુઓકા માટે ગુજરાતમાં રોકાણ માટેનો પાયો ખૂબ જ સંગીન છે.
ગુજરાત ભારતનું સ્ટાર્ટઅપ હબ છે અને ગુજરાત રાજ્યમાં ભારતના આર્થિક વિકાસને વેગ આપવાની અનન્ય ક્ષમતા રહેલી છે. તેમાં સહયોગ આપવા ભવિષ્યમાં જાપાનની અનેક કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે. આ મૈત્રી કરારથી ઔદ્યોગિક વિકાસ ઉપરાંત બંને પ્રાંતના પ્રવાસન ક્ષેત્રને પણ ખૂબ જ વેગ મળશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરીને યાસુતોમોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શિઝુઓકા-જાપાનની મુલાકાત માટે નિમંત્રણ આપ્યું હતું.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:18 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech