ઓખામાં દુર્ઘટના : ક્રેન તૂટી પડતાં ત્રણનાં મોત

ક્રેન નીચે દબાઈ જવાથી ત્રણેયના મોત : ગુજરાત મેરીટાઇમ બોર્ડની દેખરેખ હેઠળ ચાલુ

રાજકોટ, તા. 25
ગુજરાતના દ્વારકામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. કોસ્ટ ગાર્ડ જેટી બનાવતી વખતે ક્રેન તૂટી પડતાં ત્રણનાં મોત થયાં હતાં. આમાં એક એન્જિનિયરનો પણ સમાવેશ થાય છે. ઓખા ખાતે જેટી બનાવવામાં આવી રહી હતી. ક્રેન નીચે દબાઈ જવાથી ત્રણેયના મોત થયા હતા. જેટી એ એક પ્રકારનો થાંભલો છે. જેનો ઉપયોગ કોસ્ટ ગાર્ડ દ્વારા સર્વેલન્સ માટે કરવામાં આવે છે. ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સમગ્ર કામગીરી ગુજરાત મેરીટાઇમ બોર્ડની દેખરેખ હેઠળ ચાલી રહી હતી. ક્રેન તૂટવાથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમાં એક એન્જિનિયર, એક સુપરવાઈઝર અને એક મજૂરનો સમાવેશ થાય છે. ઘટના બાદ જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે. ઓખા મરીન પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.
ઓખા જેટી ખાતે ભયાનક દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત થયા. ઓખા જેટી પર કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી દરમ્યાન આ ગોઝારી દુર્ઘટના બનવા પામી. જેટી બનાવવાની કામગીરી દરમ્યાન અચાનક ક્રેન તૂટી પડતા ત્યાં કામ કરનાર શ્રમિકો નીચે પાણીમાં પટકાયા. તો કેટલાક શ્રમિકોના ક્રેન નીચે દબાઈ જતા મોત નિપજ્યા. ઘટનાની માહિતી મળતાં જ કોસ્ટ ગાર્ડ, પોલીસ વિભાગની સાથે 108ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને શ્રમિકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ. ઓખા જેટી પર કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેટી બનાવવા માટે અનેક શ્રમિકો કામ કરી રહ્યા છે. દરમ્યાન આ કામગીરીમાં અચાનક ક્રેન તૂટી પડતા અનેક શ્રમિકો તેની નીચે દબાઈ જતા 3નું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. જ્યારે પાણીમાં પડેલા અન્ય શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી કરાઈ છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે.
ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર ખાતે જેટી બાંધકામ સ્થળ પર બુધવારે ક્રેન તૂટી પડતાં ત્રણ કામદારોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસે આ માહિતી આપી હતી. જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે ઓખા બંદર પર જેટીનું નિર્માણ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઓખા મરીન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ક્રેનની ટક્કરથી બે કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય એક કામદારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
ઓખા જેટી કોસ્ટગાર્ડ દ્વારા ચાલુ કામે ક્રેન તૂટી જતા ત્રણ શ્રમિકો ક્રેન નીચે દબાતા મૃત્યુ પામ્યા છે. તેમજ એક શ્રમિક પાણીમાં પડી જતા તેમને બચાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ઓખા જેટી ઉપર તંત્ર દ્વારા કોસ્ટગાર્ડ, પોલીસ જવાનો તેમજ ફાયર બ્રિગેડ 108ની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે. હાલમાં દબાયેલા શ્રમિકોને તંત્ર દ્વારા બહાર કાઢવાની સંપૂર્ણ તજવીજ ચાલી રહી છે. છેલ્લા અંદાજિત એકાદ વર્ષથી ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ઓખા બંદર પર જેટી ઉભી કરવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ઓખા જેટી ખાતે ક્રેન તૂટી પડવાની ગોઝારી દુર્ઘટના સામે આવી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
1:34 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech