બાકી રહેતો 17 કરોડનો વેરો ભરવા રેલવે તૈયાર પરંતુ આજ દિન સુધી તે મુજબની એક રકમ પણ ભરવામાં આવી નથી
રાજકોટ, તા. 25
મહાનગરપાલિકાની વેરાવ સુલત શાખા છેલ્લા ઘણા સમયથી રિકવરી ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે મોબાઈલ ટાવર કંપની સહિત અનેકવિધ સરકારી બાકીદારો સામે મિલકત જપ્તીની નોટિસ સહિતના પગલાંઓ લેવામાં આવ્યા છે ત્યારે મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકાને રેલ્વે દ્વારા જે વેરો ચૂકવવામાં આવનાર છે તે હજુ સુધી ચૂકવવામાં આવ્યો નથી ક્યાંક ને ક્યાંક ચૂકવી આપવાની વાત કર્યા બાદ હજુ સુધી તે અંગે કોઈ નક્કર પરિણામ આવ્યું નથી તેને લઈને મહાનગરપાલિકા નો વેરાવસુલા વિભાગ કદાચ ન્યાયિક સહાય લે તેવી હાલ સ્થિતિ નિર્માણ પામી છે.
ભૂતકાળમાં પણ વેરાવસૂલા શાખા દ્વારા રેલવે સામે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી જે બાદ રેલવે દ્વારા થોડો વેરો ભરવામાં આવ્યો હતો પરંતુ કેન્દ્રીય કચેરીએ આજ દિન સુધી વેરો ભરવાનું કાર્ય પૂર્ણ કર્યું નથી અને એક વખત નહીં અનેક વખત નોટિસો પણ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી છે છતાં પણ જે કામગીરી થવી જોઈએ તે થતી ન હોવાથી હવે કદાચ મહાનગરપાલિકા કોર્ટનો સહારો લિયે તેવું હાલ ચિત્ર સામે આવ્યું છે. બીજી તરફ રેલવે મત પાને 30 કરોડનો વેરો ચૂકવવાનો બાકી હતો તેમાંથી હાલ રકમ 17 કરોડ સુધી પહોંચી ગઈ છે છતાં પણ આ રકમની ભરપાઈ છેલ્લા અનેક સમયથી સતત કહેવામાં આવવા છતાં ન થતા ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ રેલવેને તાકીદ કરીને વેરો ચૂકવવા માટે જણાવ્યું છે પરંતુ એનકેન પ્રકારે રેલવે વિભાગ જે વેરો ચૂકવવાનો બાકી છે ચૂકવવામાં આવ્યો નથી.
શહેરમાં જુદા જુદા રેલવે સ્ટેશન, ક્વાર્ટર તથા લોકોની કોલોની સહિત રેલવેની મિલકતો દાયકાઓથી જોવા મળે છે અને તેમના કર્મચારીઓ અધિકારીઓ અહીં વસવાટ પણ કરે છે જે માટે તેમને ડ્રેનેજ, લાઈટ, પાણી તથા રસ્તાની સુવિધા પણ આપવામાં આવતી હોય છે પરંતુ આજ દિન સુધી રેલવે કચેરી દ્વારા ક્યારેય વેરો ભરવામાં આવ્યો નથી. ફરી એક વખત મહાનગરપાલિકા દ્વારા કોર્ટના દરવાજા ખખડાવવામાં આવે તેવું ચિત્ર હાલ ઉભું થયું છે. તજજ્ઞનું માનવું છે કે મનપા દ્વારા જો આ કાર્ય કરવામાં આવશે તો જ કચેરી થોડો ટેક્સ ચૂકવવું છે બીજી તરફ રેલવે વિભાગ સતત એક વાતનો જ રટણ કરે છે કે તેઓ વેરો ભરવા તૈયાર છે પરંતુ આજ દિન સુધી વેરો ભરવામાં આવ્યો નથી.
