દાણચોરીથી સોપારી ઘુસાડવાનો કારસો

મુંદરાના અદાણી બંદર પાસેના CSF સેન્ટરમાં ત્રાટકેલી કસ્ટમની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશને મળી સફળતા : 53 ટન વજનની સોપારીની ગુણીઓ મળી આવી

રાજકોટ , તા. 28
સરહદી કચ્છના મુંદરા અદાણી બંદર પાસેના સીએફએસ સેન્ટરમાં ત્રાટકેલી મુંદરા કસ્ટમની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન શાખાએ દુબઈથી ભારતમાં દાણચોરી કરી સોપારીના જથ્થાને ઘુસાડવાના વધુ એક કારસાને નિષ્ફ્ળ બનાવી અંદાજિત ત્રણ કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનો 53 મેટ્રિક ટન સોપારીનો જથ્થો જપ્ત કર્યો છે.
આ સંદર્ભે મળતી માહિતી મુજબ, મુંદરા કસ્ટમની એસઆઇઆઇબી શાખાને મળેલી પૂર્વ બાતમીના આધારે મુંદરા કસ્ટમના પ્રિન્સિપલ કમિશનર કે. એન્જિનીયરની સૂચનાથી કસ્ટમની આ બ્રાન્ચ દ્વારા કરાયેલી તપાસમાં બે મોટા 40 ફૂટના ક્ધટેનરમાં પીવીસી રેઝિન (પ્લાસ્ટિકના દાણા)ની આડમાં બે ક્ધટેનર ભરેલી 53 ટન વજનની સોપારીની ગુણીઓ ભરેલો જથ્થો મળી આવ્યો હતો.
સોપારીના કાળા કારોબાર માટે જાણીતા એવા દુબઈથી આવેલો અને કંડલા ખાતેના મુક્ત વ્યાપાર કેન્દ્રમાં સ્થિત એક યુનિટમાં જતો હોવાનું આયાતકાર દ્વારા ડિક્લેર કરાયું હતું અને જથ્થામાં પીવીસી રેઝિન એટલે કે, પ્લાસ્ટિકના દાણા દર્શાવાયેલા હતા, પરંતુ આ મિસ ડિક્લેરેશન કેસમાં બે ક્ધટેનરમાં કુલ 53 ટન વજનની સોપારી મળી આવી હતી. આ સાથે જ ફરી એકવાર સોપારીની દાણચોરી હજુ કોઈ પણ જાતની બીક વિના ચાલુ હોવાનું સાબિત
થયું છે.
શ્રીલંકા અને વિયેતનામ જેવા દેશોમાંથી સોપારી મળે છે, પરંતુ દુબઈથી સોપારી લઈ આવવામાં તંત્રને છેતરવા માટે દર વખતે નવી-નવી મોડેસ ઓપરેન્ડી અપનાવવામાં આવે છે. આ વખતે પીવીસી રેઝિન દર્શાવાયા કે જેનો જથ્થો સામાન્ય રીતે મોટી કંપનીઓ દ્વારા નિયમિત રીતે અને મોટા જથ્થામાં આયાત થાય છે અને પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા આવતો આ જથ્થો મોટાભાગે પાસ થઈ જતો હોય છે.
સામાન્ય રીતે કાસેઝ જતી ચીજવસ્તુઓ ટ્રાન્સશિપમેન્ટ ધોરણે નીકળી ત્યાં જ તપાસ થાય, પરંતુ મુંદરાની આ કસ્ટમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે ક્ધટેનરોને રોકી નાખ્યા અને નજીકના હિન્દ ટર્મિનલ સીએફએસમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તપાસ બાદ આ જથ્થો મળી આવ્યો હતો. આ લખાય છે ત્યારે બે શંકાસ્પદ ક્ધટેનરોની તપાસ થઇ રહી છે. જો એ ક્ધટેનરોમાંથી પણ પ્રતિબંધિત વસ્તુ મળશે તો કરચોરીનો આંક વધુ ઊંચો જાય એવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:25 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech